ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/તહોમતદાર
તહોમતદાર
ઈવા ડેવ
તહોમતદાર (ઈવા ડેવ; ‘તહોમતદાર’, ૧૯૮૦) પ્રેયસી માટે પત્ની કમળીનું ખૂન કર્યા પછી કોર્ટમાં નિર્દોષ છૂટતા જગુને કમળીના મામા ભીમસિંગ રિબાવી રિબાવીને મારવાની ધમકી દેતી જાસાચિઠ્ઠી લખે છે. એનાથી બચવા જગુ પ્રેયસી વીરમતી, સાક્ષી છીતો ભીલ અને વકીલ પાસે રક્ષણ માગે છે પણ નિષ્ફળતા મળે છે. ભાંગેલો-થાકેલો જગુ એની રાહ જોતા ભીમસિંગ તરફ પગલાં માંડે છે - એવો અંત ધરાવતી વાર્તામાં ભયસંત્રસ્ત જગુની મન:સ્થિતિ બારીકીથી આલેખાઈ છે.
ર.