ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સ્વયંવર

સ્વયંવર

સરોજ પાઠક

સ્વયંવર (સરોજ પાઠક; ‘વિરાટ ટપકું’, ૧૯૬૬) મુંબઈની પરાની ગાડીમાં નાયક ‘ઈશુ’ને રેમીનો ભેટો થાય છે. રેમી સતત એના પતિ રૉબર્ટની વાતો કર્યાં કરે છે. ‘ઈશુ’ પોતે રૉબર્ટ બની ગયો હોવાનું માને છે અને રેમીના પ્રેમમાં પડે છે. અંતે લગ્નની રાતે રેમી જણાવે છે કે પોતે કુંવારિકા છે અને પોતે રૉબર્ટની જે વાતો કરી તે એના કલ્પનાના પતિની વાત હતી. આવું કથાનક અંત સુધી રહસ્યને જાળવી રાખે છે.
ચં.