ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિસાગર સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કીર્તિસાગર(સૂરિ)શિષ્ય [ઈ.૧૬૮૬માં હયાત] : જૈન સાધુ. એમની દુહા, ચોપાઈ અને ઢાળબદ્ધ ૧૭૮ કડીની ‘ભીમ-ચોપાઈ’ (૨.ઈ.૧૬૮૬/સં. ૧૭૪૨, ચૈત્ર સુદ ૧૫; મુ.) ભીમા શાહે ડુંગરપુરથી ધુલેવ(કેસરિયાજી)નો સંઘ કાઢ્યો હતો તેનું વર્ણન કરે છે અને દાનવીર ભીમા શાહની પ્રશસ્તિ કરે છે. પરંપરાગત પ્રકારનાં કેટલાંક આલંકારિક વર્ણનો અને સુભાષિતોનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. કૃતિ : ઐરાસંગ્રહ:૧. સંદર્ભ : જૈગૂકવિઓ:૨. [કી.જો.]