ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભુવનસોમ વાચક
Jump to navigation
Jump to search
ભુવનસોમ(વાચક) [ઈ.૧૬૪૫માં હયાત] : ખરતરગચ્છની જિનભદ્રશાખાના જૈન સાધુ. સાધુકીર્તિની પરંપરામાં ધનકીર્તિના શિષ્ય. હર્ષસોમના નાનાભાઈ. ‘નર્મદાસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૫/સં. ૧૭૦૧, વૈશાખ સુદ ૩, સોમવાર) અને ‘શ્રેણિકનો રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ગી.મુ.]