ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વરસામ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વરસામ્ય/સ્વરપ્રાસ(Assonance) : ભાષાના રવાનુકારી ગુણધર્મો ભાવકમાં ચોક્કસ પ્રકારની સંવેદન-અસરો જન્માવે છે. આમાંની ઘણી સામગ્રીમાંની એક સામગ્રી તે સ્વરસામ્ય છે. એને ક્યારેક ‘સ્વરપ્રાસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમકે સમાન સ્વર ‘ઈ’નાં પુનરાવર્તનવાળી હરિશ્ચન્દ્ર ભટ્ટની પંક્તિ ‘વસંતની ફૂંક મહીં ખરી પડી.’ ચં.ટો.