બાળ કાવ્ય સંપદા/કેવી મજા ! (૪)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કેવી મજા !

લેખક : જયંતીલાલ દવે
(1932)

બની જાઉં હું રાજહંસ ધોળો તો-

ઊડવાની કેવી મજા!


બની જાઉં હું દેવતાઈ ઘોડો તો

દોડવાની કેવી મજા !


બની જાઉં હું મેારલો રૂપાળો તો-

નાચવાની કેવી મજા !


બની જાઉં હું મેહુલો કાળો તો-

ગાજવાની કેવી મજા !


બની જાઉં હું પંખી નાનું તો–

ઘૂમવાની કેવી મજા !


બની જાઉં હું ફૂલડું મજાનું તો–

ઝૂમવાની કેવી મજા !


બની જાઉં હું વાદળી કાળી તો—

દોડવાની કેવી મજા !


બની જાઉં હું બાલિકા રૂપાળી તો-

ખેલવાની કેવી મજા !