બાળ કાવ્ય સંપદા/તારલી
Jump to navigation
Jump to search
તારલી
મૂળજીભાઈ પીતાંબરદાસ શાહ
(1910-1975)
તારલી રે! ચમક ચમક ચમકંતી આંખ;
તારલી રે! ફરક ફરજ ફરકંતી પાંખ.
તારલી રે! ઊઠી ઊડી આવને આનંદવા;
તારલી રે! આવ મારી સાથમાં તું ખેલવા.
આભમાંથી વરતી તું તેજને આલોકમાં;
ગરબાએ ઘૂમીએ આ અવનિના ચોકમાં.
તારલી રે! વાત મારા હૈયાની વાંચ;
તારલી રે! રૂમક ઝુમક નાચજે તું નાચ.
મોજો ઘણી ગગનમાં સુરલોકની તેં
માણી–દીઠી હૃદયની રસકુંજ ખીલી;
આવી જરા નિરખ તું અમ કુંજ લીલી,
કેવી દિસે અધિક સુંદર સ્વર્ગથી એ.
તારલી રે! એવી મારા અંતરની આશ;
તારલી રે! ખેલ આવી ગુર્જરીના રાસ.