સોરઠી સંતવાણી/દાઝેલ દેહનાં દુઃખિયાં
Jump to navigation
Jump to search
દાઝેલ દેહનાં દુઃખિયાં
છયેં રે દુખિયાં, અમે નથી સુખિયાં
મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં
વાને વંટોળે અમે રે આવી ભરાણાં વા’લા!
સામા કાંઠાનાં અમે છયેં પંખિયાં. — મોરી.
છીછરા જળમાં અમે રે જીવી ન શકીએ વા’લા!
ઊંડાં રે જળનાં અમે છયેં મછિયાં. — મોરી.
પરદેશી સાથે અમને પ્રીત બંધાણી વા’લા!
નિરખી નિરખીને મોરી ફૂટી અંખિયાં. — મોરી.
બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા!
ચરણુંમાં રાખો તો અમે થાયેં સુખિયાં
મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં.