ચિલિકા/પ્રથિતયશ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 64: Line 64:
{{Poem2Open}}
{{Poem2Open}}
દરેક ઋતુ તેના શીત ઉત્તાપ, વર્ષા, જલ-પવન, વન-ઉપવનની વાત કરતાં કરતાં દરેક મહિના માટે નાયિકાને પ્રિયતમને તો એ જ કહેવું છે કે આવા આ મહિનામાં તું ક્યાંય ન જતો. મારી પાસે જ રહે. ‘ભાદોં ભૌંન(ભવન) ન છોડિયે’, ‘ગમન ન સુનિયે સાવને’, ‘કંત ન કાર્તિક કિજીએ’, ‘માગસર મારગ ન ચિતું’, ‘પંથ ન બુજીએ પુસમેં’, ‘ધર નાહ છાડિયે માધમેં, ‘ફાગુન ફાગ ન છંડિયે’. આ બારામાસામાં કામરત નાયિકાની વાત તો છે જ, પણ એ વખતના કવિએ પ્રજાજને ઋતુચક્રને કેવી રીતે માણ્યું છે તે વાત જ મુખ્ય છે. આ જ કેશવદાસે નાની ઉંમરમાં ધોળા થઈ ગયેલા વાળને નર્મભર્યો ઉપાલંભ આપ્યો.

{{Poem2Close}}
<poem>
‘કેશવ કેસનિ અસિ કરી, જસ અરિ હું ન કરાહિ
‘કેશવ કેસનિ અસિ કરી, જસ અરિ હું ન કરાહિ
ચંદ્રવદન મૃગલોચની, બાબા કહિ કહિ જાહિ’
ચંદ્રવદન મૃગલોચની, બાબા કહિ કહિ જાહિ’
</poem>
{{Poem2Open}}
‘હે મારા કેશ, તેં મારા પર જે વિતાડ્યું છે તેવું તો દુશ્મન પણ ન કરે. જે રસિકા સાથે રમણ કરવાની ઇચ્છા રાખી છે તે સુંદરીઓ તારા લીધે મને બાબા (કાકા) કહીને બોલાવે છે.’ અત્યારે કેશવદાસ હોત તો ‘ગોદરેજ’ કે હર્બલ હેર ડાય વાપરી ફૂટડો જુવાન દેખાઈ મૃગનયની સાથે રમણ કરતો હોત. અત્યારે તો એ કેશવદાસ નથી. રાજા ઇંદ્રમણિ નથી કે નથી મૃગલોચની રાય પ્રવીણ. અત્યારે તો આ મહેલ એમ. પી. ટૂરિઝમની હોટલ છે અને બેચાર ટેબલ પર ફોરેનર ટૂરિસ્ટો ધીમું ધીમું ગણગણતાં વાતો કરી રહ્યા છે અને બદામી ધોધ જેવા વાળ લહેરાવતી એક રમણી અન્યમનસ્ક થઈ ભૂતકાળમાં ઝાંખી રહી છે. હુંય મારા મનને કહું છું ‘ચાલ જીવ’.

સામે જ છે જહાંગીર મહેલ. સવારના તડકાથી ત્રાંસા પડછાયાની રેખાઓ દીવાલો પર, ફરસ પર, ઉદ્યાન પર અંકાતી જાય છે. મહેલ ફરી એક ઊંચા તલ પર પગથિયાં ચડી દોઢીના દરવાજે આવું છું ત્યાં ઘેરી વળી ચામાચીડિયાની હવડગંધ. સહેજ આગળ ચાલુ છું તો વચ્ચે મોટો ચોક અને સ્નાનકુંડ. ચારે તરફ ઓરડાઓ. એમાંનો જ એક મુખ્ય ખંડ મ્યુઝિયમમાં ફેરવાઈ ગયો છે. મ્યુઝિયમ હજી ખૂલ્યું નથી. ખૂલ્યું હોત તોપણ જોવાની ઇચ્છા ન થઈ હોત. દીવાલો, ગોખો, ખૂણાઓ, ગર્ભગૃહોમાં જે તે જગ્યાએ શોભતી; કંઈ કેટલાય અંગત સંબંધો, સંદર્ભો, સ્પર્શો ધરાવતી વસ્તુઓ-મૂર્તિઓ મ્યુઝિયમમાં લાઇનબંધ ગોઠવાય છે અને એ જોવાનો એક થાક લાગે છે, નિર્વેદ જાગે છે. સારું છે હું તેમાંથી બચ્યો. મહેલના પૂર્વ તરફના છેડે, ઓરડાઓ, પ્રકોષ્ઠો પરસાળમાંથી વેગવાન વેત્રવતિ-બેતવાનાં દર્શન કરું છું. અહીંથી મારી જેમ જ અનેક રાજાઓ-રાણીઓ દેશવદાસ અને રાય પ્રવીણે વળાંક લેતી બંકિમ ભંગિમાંથી નાચતી, શિલાખંડો પર ઘૂઘવતી વિશીર્ણ થઈ વીખરાતી અરણ્યમાં ખોવાઈ જતી, યમુના ભણી વહી જતી બેતવાનાં દર્શન કર્યાં હશે. મારુંય એ બેતવાનું છેલ્લું દર્શન.