શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/બંદા બનશે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બંદા બનશે|}} <poem> લાંબી લાંબી અક્કડ મૂછો, લાંબી સફેદ દાઢી, બં...")
 
No edit summary
 
Line 27: Line 27:
<center>*</center>
<center>*</center>
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = મા, તારો ટપાલી હું થઉં…
|next = એનઘેન દીવાઘેન
}}

Latest revision as of 12:08, 15 July 2022

બંદા બનશે



લાંબી લાંબી અક્કડ મૂછો,
લાંબી સફેદ દાઢી,
બંદા ફકીર બનવા માગે,
કફની આપો કાઢી.

માથે રાતી ગોળ પાઘડી,
ગોળ વધેલું પેટ,
લાંબો ડગલો લાવી દો તો,
બંદા બનશે શેઠ.

પોપટ જેવું નાક વાંકડું,
કોડા જેવી આંખો;
બંદા બનશે જોકર જૉલી,
સરકસમાં જો રાખો.

લાંબી લાંબી લાકડી ને
ટૂંકો પ્હેર્યો કચ્છ;
બંદા બનશે ગાંધી બાપુ,
બધું જોઈશે સ્વચ્છ.

*