કિન્નરી ૧૯૫૦: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 200: Line 200:

{{સ-મ|૧૯૪૩}}

{{સ-મ|૧૯૪૩}}

</poem>
== પાંપણને પારણે ==
<poem>
કોણ પાંપણને પારણે ઝૂલી જતું?
કોને તે કારણે મારું ફાગણફૂલ
:::: કંપીને કાનમાં ડૂલી જતું?
સપનોને સંગ મારાં નયનોમાં હીંચતું
:::: કોનું તે હૈયું હેલાય?
પ્રીતે લચેલ મારાં પોપચાંને મીંચતું
:::: કોનું તે આંસુ રેલાય?
આવે ને જાય તોય હૈયાનું હેત
:::: કોણ મારે તે બારણે ભૂલી જતું?
પાછલી તે રાતમાં પોઢું ત્યાં પ્રીતની
:::: જાગે શી ઝીણી ઝકોર?
કાનનાં કમાડપે કોનાં તે ગીતની
:::: વાગે રે આછી ટકોર?
હૈયાની બાવરીને હાથે એ બંધ દ્વાર
:::: કોને ઓવારણે ખૂલી જતું?
કોણ પાંપણને પારણે ઝૂલી જતું?
{{સ-મ|૧૯૪૭}}

</poem>
== ઉરનાં દ્વાર ==
<poem>
મારાં ઊઘડ્યાં ઉરનાં દ્વાર!
મહીં મળ્યો માનવનો મેળો, હું જ રહ્યો રે બ્હાર!
:::: લખ આવે, લખ જાય,
::::: થાય શી ભીડમાં ઠેલંઠેલ!
:::: નવ ‘આવ’ મને ક્હેવાય,
::::: અવરને રસની રેલંછેલ
ખાલી ખોબે બ્હાર ઊભો છું, અંદર રસની ધાર!
:::: જગને  દીધું ઠામ,
::::: અરે, ત્યાં મારો તે શો ભાર?
:::: આ તે કેવો ડામ?
::::: દીધો તેં પોતાને જાકાર!
હળવે પૂછું  : હૈયા, તારો હું જ ન પામું પાર?
મારાં ઊઘડ્યાં ઉરનાં દ્વાર!
{{સ-મ|૧૯૪૯}}

</poem>
== મનમાં ==
<poem>
કોણ રે મારા મનમાં આવી ર્હેતું,
બ્હારથી એના સૂરનો બાંધી સેતુ?
જાણું ના તોયે કોઈની આશે
::: મીટ માંડી મેં નીરવતાને આરે,
કોણે  રે  ત્યાં  મિલનપ્યાસે
::: ગીત ગાયું આ શૂન્ય સાગરપારે?
અબૂઝ મારું અંતર આવરી લેતું,
કોણ રે આવી અકળ કથા ક્હેતું?
ભીતર આજ તો સભર ભર્યું,
::: અંતરઆસન આજ નથી રે ખાલી;
ભાલ સોહાગનું તિલક ધર્યું,
::: અધરે ધરી મિલાપની રે લાલી!
સંગીત જેનું સારાયે વિશ્વમાં વ્હેતું,
એની વેદના મારું મન હસીને સ્હેતું!
{{સ-મ|૧૯૪૭}}

</poem>
== કોઈ બ્હાને ==
<poem>
કોઈ બ્હાને
::: હવે મારું મન નહીં માને!
હવે એને ચહો કે ન ચહો,
વાત કોઈ કહો કે ન કહો;
::: હવે એ તો ધરશે ન ધ્યાને!
થયું છે શું હુંય તે ન જાણું,
એ તો બસ ગાય નિજ ગાણું;
::: રાતદિન રહે નિજ તાને!
{{સ-મ|૧૯૪૯}}

</poem>
== ફૂલ હો!==
<poem>
ફૂલ હો!
::: તારાં કેમ કરું રે મૂલ?
કોઈ ધરે પ્રભુચરણે,
તુજને કોઈ ધરે નિજ કરણે;
::: એમાં કોન ક્હેવી ભૂલ?
સુગંધ કેવી વેરે,
તું તો અંગ ને અંતર ઘેરે;
::: તારી રંગરંગની ઝૂલ!
{{સ-મ|૧૯૫૦}}

</poem>
</poem>
18,450

edits