સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/વિધુરવિરહના કાવ્યબીજનું રચનાકર્મ: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 42: Line 42:
{{Poem2Open}}
{{Poem2Open}}
વિધૂર નાયકના વિરહસંવેદનને રોમેન્ટિક્તાનાં ઘેરા પુટમાં ઘૂંટતી - છતાં પાસાદાર સધનના વો કરીને રસસૌંદર્યનો સંતર્પક અનુભવ કરાવતી રચના તરીકે ‘અરધી રાતે’ કૃતિ સંભારવા જોગ છે. વિ-ગત દાંપત્યના મુગ્ધ ને ઉછાંછળા ઈન્દ્રિયરાગની અનેક સ્મૃતિઓને સંઘરીને પડેલો ‘સૂનો ઢોલિયો'ને એટલા જ શૃંગારી ભાવસાહચર્યોથી સંભૂત ‘ભરત ભરેલા મોર’નાં ઉત્કટ ઉદીપનો, નિઃસંગ એકલતાની ‘અરધી રાતે’ કાવ્યનાયકના પ્રણયવિહ્વળ ભીતરની આખી ‘સીમ'ને ગજવી મૂકે છે. ઓછાડમાં આળખેલા અચેતન મોરના સ-ચેતન ઈરોટિક વિભાવો, પત્ની સાથેના સહ-જીવનની માધુરીને છલોછલ સંભરીને બેઠલા પ્રણયાતુર નાયકને ગતકાલીન પ્રેમરાગનો જે ઉદ્દેકપૂર્ણ ચૈતસિક અનુભવ કરાવે છે તેનું રોમેન્ટિક આલેખન પ્રસ્તુત રચનાનું આસ્વાદકારણ છે.

આલેખન પ્રસ્તુત રચનાનું આસ્વાદકારણ છે.
સહભાવના અતૃપ્ત ઓરતાથી લથપથ નાયક સ્મૃતિપ્રેરિત ભાવશબલતાના અણધાર્યા ને એકસામટા ખળકાથી હલબલી ઊઠે છે, અને ભાવોદીપનના જોરદાર ઠેલાથી વછૂટેલી મનોરમણા દાંપત્યના અતીત સુખને સાંપ્રતની ક્ષણ પર ચગળાતું કરી મૂકે છે. પત્નીવિયોગને કારણે ઉપેક્ષિત ને અવાવરુ હક્કો, આ સ્મૃતિસ્પર્શને બળે, અતીતને પુનઃ ઝગમગતો કરી મૂકે છે. અને પછી તો ચેતેલા હુક્કામાંની ગડાકુની તાજી વાસ દ્વારા ગતયૌવનનો પુનઃ રક્તસંચાર, અંધકારમાં આકારાતો પ્રિયતમાનો પર્ણસદૃશ તરલ- કંપિત ચહેરો, એના સ્પર્શ માટેની અદમ્ય ઝંખના, પ્રિયામિલનની આ પળે ‘ઘાસની તાજીછમ લીલાશમાં' આળોટવામાં પ્રગટ થતી આખાયે ચૈતન્યપિંડની ઊલટ, બાહ્યાભ્યંતર પ્રસન્ન વિલાસની ‘ગલગોટા' શી વૈસિક સ્ફુરણા આ બધાં ભાવસંચલનો નાયકની નિર્બંધ ને ઉદ્રિક્ત આતુરતાને વ્યંજિત કરે છે. તો અદૃષ્ટમાં મ્હોરતી મંજરીઓ, એમાં વિલસતું પ્રિયતમાનું લજ્જાળુ સ્મિત, એનું ધીર-મધુર કૂજન : નાયિકાની અસ્પશ્ય ને કેવળ ચિત્તગ્રાહ્ય ઉપસ્થિતિઓ નાયકને વિવશ કરી મૂકે છે. ‘કોકિલકંઠી' નાયિકાની ‘અજાણ એવી કોક ઘટામાં’ જઈને વસવાની ઘટનાની સભાનતાનું શૂળ, નાયકને સ્વપ્નિલ તરંગ  

ભોંય પર આણી આપે છે.
ભોંય પર આણી આપે છે.