કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૬. અવતારી નથી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૬. અવતારી નથી| }} <poem> છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી; મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી. બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી; કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી. તારલાઓની...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૪૦)}} | {{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૪૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૫. શૂન્યનો વૈભવ | |||
|next = ૪૭. લીલાલહેર | |||
}} |
Latest revision as of 10:48, 14 November 2022
૪૬. અવતારી નથી
છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી;
મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી.
બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;
કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.
તારલાઓની સભા પર મીટ માંડી શું કરું?
દિલ વિનાની કોઈ પણ મહેફિલ મને પ્યારી નથી.
થઇ શકે છે એક મુદ્દા પર કયામતનો રકાસ —
ભાગ્યનું નિર્માણ કૈં મારી ગુનેગારી નથી!
એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ —
બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી.
પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર —
પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.
જ્યારે જ્યારે થાય છે ગ્લાનિ ગઝલને વિશ્વમાં —
શૂન્ય દોડે છે વહારે, જોકે અવતારી નથી.
(શૂન્યનો વૈભવ, પૃ. ૪૪૦)