ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અજામિલાખ્યાન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘અજામિલાખ્યાન’'''</span> [૨. ઈ.૧૮૦૭/સં. ૧૮૬૩, ભાદરવા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અજરામર | ||
|next = | |next = અજિતચંદ | ||
}} | }} |
Latest revision as of 09:11, 30 July 2022
‘અજામિલાખ્યાન’ [૨. ઈ.૧૮૦૭/સં. ૧૮૬૩, ભાદરવા સુદ ૧૫, બુધવાર] : કાન્યકુબ્જનો મહાપાપી બ્રાહ્મણ અજામિલ અંતકાળે પોતાના પુત્ર નારાયણનું નામસ્મરણ કરીને અને એ રીતે ભગવતસ્મરણ થતાં ઈશ્વરકૃપાના ફળ રૂપે સ્વર્ગ પામ્યાનું કહેવાય છે. શ્રીમદ્ભાગવતમાંની આ આખ્યાયિકાનો આધાર લઈને દયારામે રામગ્રી, મેવાડો, દેશાખ, સિન્ધુ, ભીલડી, સોરઠો અને માલકૌંસ જેવા રાગો અને દેશીબંધોમાં ૯ કડવાંનું ‘અજામિલાખ્યાન’ (મુ.)રચ્યું છે. કથાનિરૂપણમાં રસદૃષ્ટિનો આશ્રય નહીંવત્ લેવાયો છે, પરંતુ ભાગવત ઉપરાંત ગીતા, પદ્મપુરાણ, પાંડવગીતા, વિષ્ણુપુરાણ વગેરેનાં સૂત્રોને ઉદ્ધૃત કરીને અપાયેલો વિસ્તૃત ભક્તિબોધ ધ્યાન ખેંચે એવો છે. [સુ. દ.]