કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૩. નવા આંક: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૩. નવા આંક| નિરંજન ભગત}} <poem> એકડે એકો પરમેશ્વરને નામે પ્હેલો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૬૬)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૬૬)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૨. એકસુરીલું | ૨૨. એકસુરીલું ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૪. અમદાવાદ ૧૯૫૧ | ૨૪. અમદાવાદ ૧૯૫૧]] | |||
}} |
Latest revision as of 09:15, 4 September 2021
૨૩. નવા આંક
નિરંજન ભગત
એકડે એકો
પરમેશ્વરને નામે પ્હેલો મેલો મોટો છેકો!
બગડે બેય
પ્રેય જે જે લાગે તેને માની લેવું શ્રેય!
ત્રગડે ત્રણ
કીડીને તો મણ આપો, હાથીને દો કણ!
ચોગડે ચાર
ફૂલનું શું મૂલ? હવે પથ્થરને તાર!
પાંચડે પાંચ
સાચનેય આંચ, એથી ભલી મારી લાંચ!
છગડે છય
ગાડી ગીર્વાણની ને જોડી દેવો ‘હય’!
સાતડે સાત
બોબડા ને તોતડાની નવા કરો નાત!
આઠડે આઠ
ત્રણ છોડો ત્યારે નવી તેર બાંધો ગાંઠ!
નવડે નવ
આટઆટલું કરીને અહીં ગુજારો જો ભવ–
એકડે મીંડે દસ
દાનવ ન માનવથી થશે તોયે વશ?
(બૃહદ છંદોલય, પૃ. ૧૬૬)