સ્વાધ્યાયલોક—૧/ધર્મ, વિજ્ઞાન અને કવિતા: Difference between revisions

HeaderNav2
(Created page with "{{SetTitle}} {{Heading| ધર્મ, વિજ્ઞાન અને કવિતા | }} {{Poem2Open}} અહીં આરંભે જ, અલબત્ત, શ્રો...")
 
(HeaderNav2)
Line 27: Line 27:
એલિયટે આર્નલ્ડ અને રિચર્ડ્ઝના આ વિવેચનના સંબંધમાં વિવાદ કર્યો છે. મનુષ્યને ધર્મની આવશ્યકતા નથી માટે નહિ પણ કવિતાની આવશ્યકતા છે માટે કવિતા એ ધર્મનો માત્ર વિકલ્પ નથી, ધર્મની માત્ર અવેજી નથી. કવિતા એ કવિતા છે અને ધર્મ એ ધર્મ છે. ધર્મ જો ગયો જ હોય તો ધર્મ વિના જીવવું જોઈએ પણ કવિતાને ધર્મની અવેજી ન બનાવવી જોઈએ. તો તો ધર્મ તો ગયો પણ કવિતા પણ જાય. બાવાના બે ય બગડે. પણ બાવાને બેયની આવશ્યકતા છે. આમ, એલિયટે આર્નલ્ડના ધર્મ અને કવિતાના સંબંધ વિશેના વિધાનનો સંપૂર્ણ વિરોધ કર્યો છે. વળી કવિતા એ અંતે જીવનનું વિવરણ છે એવા કવિતા વિશેના આર્નલ્ડના વિધાનનો પણ સંપૂર્ણ વિરોધ કર્યો છે, વિવરણ શબ્દ દુર્ભાગી છે માટે. પણ એલિયટે એમના વિવેચનમાં રિચર્ડ્ઝના કવિતા અને શ્રદ્ધા વિશેના પ્રશ્નના ઉત્તરનું માર્મિક ભાષ્ય રચ્યું છે. એમાં એમણે એમનો મૌલિક ઉત્તર પણ પ્રગટ કર્યો છે. જોકે બન્નેનો ઉત્તર આગળ કહ્યું તેમ સ્વયં એમને અને અન્ય સૌને અસુખદ અને અસંતોષકારક લાગ્યો છે. કવિતા અને શ્રદ્ધાનો પ્રશ્ન જ એટલો સંકુલ છે કે એનો સરળ ઉત્તર શક્ય નથી. વળી એલિયટે કવિતા દ્વારા મનુષ્યનો મોક્ષ થાય એવા આર્નલ્ડ અને રિચર્ડ્ઝના વિધાનનું પરોક્ષ પ્રતિપાદન પણ કર્યું છે; ‘The poetry of a people takes its life from the people’s speech and in turn gives life to it, and represents its highest point of consciousness, its greatest power and its most delicate sensibility.’ કવિનો શબ્દ એટલે સભાનતા, કવિનો શબ્દ એટલે સંવેદના. કવિનો શબ્દ એટલે શક્તિ. મોક્ષદા શક્તિ. ધર્મ અને વિજ્ઞાનના વિસંવાદી સંબંધના યુગમાં કવિનો શબ્દ સાચ્ચે જ મનુષ્યજાતિની સંજીવની છે.

અર્વાચીન યુગમાં ભલે ધર્મ અને વિજ્ઞાનનો સંવાદી સંબંધ ન હોય, પણ વિજ્ઞાન અને કવિતાનું સહઅસ્તિત્વ તો છે જ. વિજ્ઞાન ગતિશીલ છે, એથી પરિવર્તનશીલ છે. પદાર્થવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને મનોવિજ્ઞાન દ્વારા અણુમાં અને અવકાશમાં વિશ્વના રહસ્યની, કોષમાં અને ચિત્તમાં ઈશ્વર અને મનુષ્યના રહસ્યની એની અહોરાત, અવિરામ, અવિશ્રાંત શોધ છે. કોઈક યુગમાં એ શોધ દ્વારા જ ધર્મ, વિજ્ઞાન અને કવિતાનો સદાયનો સંપૂર્ણ સંવાદી સંબંધ થશે. અને ત્યારે ધર્મ, વિજ્ઞાન અને કવિતા એ સત્ય, શિવ અને સુન્દરની ત્રિમૂર્તિ રૂપે પ્રગટ થશે. આ વ્યાખ્યાનને અંતે આંખોમાં એ ત્રિમૂર્તિના અણસાર સાથે વિરમું છું.

{{Right |(શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, અમદાવાદના ઉપક્રમે વ્યાખ્યાન. રપ ડિસેમ્બર ૧૯૮૩) }} <br>
{{Right |(શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, અમદાવાદના ઉપક્રમે વ્યાખ્યાન. રપ ડિસેમ્બર ૧૯૮૩) }}
*
<center> '''*''' </center>
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = કવિનો શબ્દ
|next = કવિતાનું શિક્ષણ
}}