સુરેશ જોષી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 30: Line 30:
{{Right|''શિરીષ પંચાલ – જયંત પારેખ''}}
{{Right|''શિરીષ પંચાલ – જયંત પારેખ''}}
<br>
<br>
__FORCETOC__
__FORCETOC__
== જીવનપરિચય ==
== જીવનપરિચય ==
સુરેશ જોષીનો જન્મ વૈશાખ વદ આઠમ, 30-5-1921ને દિવસે બપોરે એક વાગ્યે થયો હતો મોસાળમાં, વાલોડ ગામમાં. બાળપણ એમણે ગાયકવાડ રાજ્યના સોનગઢ ગામમાં, દાદાની છત્રછાયામાં ગાળ્યું ને પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ લીધું. એમણે જ કહ્યું છે કે એમના સંવેદનતંત્રે સોનગઢમાં કેટલીક ગાઢ, ચિરંજીવ ને નિર્ણાયક અસર ઝીલી. માધ્યમિક શિક્ષણ લેવા એ વ્યારા ગયા, પરંતુ ગામડિયા ગણાયા ને પ્રવેશ જ ન મળ્યો. પાછા ફરતાં સોનગઢની શાળાના આચાર્યે આપેલો ભલામણપત્ર નાળામાં ફેંકી દીધો. ગંગાધરાની શાળામાં માધ્યમિક શિક્ષણ પૂરું કરીને એ નવસારી ગયા. ત્યાંથી 1938માં મેટ્રિક પાસ કરીને મુંબઈ માતાપિતાની સાથે માટુંગામાં રહ્યા અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ શરૂ કર્યો. 1942માં બી.એ.ની પરીક્ષા વખતે બેભાન થઈ જતાં પરીક્ષા અધૂરી છોડવી પડી. 1943માં નવેસરથી પરીક્ષા આપી. ગુજરાતીમાં પ્રથમ વર્ગ ને પ્રથમ ક્રમ મેળવ્યા. 1945માં એમ.એ.માં બીજો ક્રમ મેળવ્યો.
સુરેશ જોષીનો જન્મ વૈશાખ વદ આઠમ, 30-5-1921ને દિવસે બપોરે એક વાગ્યે થયો હતો મોસાળમાં, વાલોડ ગામમાં. બાળપણ એમણે ગાયકવાડ રાજ્યના સોનગઢ ગામમાં, દાદાની છત્રછાયામાં ગાળ્યું ને પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ લીધું. એમણે જ કહ્યું છે કે એમના સંવેદનતંત્રે સોનગઢમાં કેટલીક ગાઢ, ચિરંજીવ ને નિર્ણાયક અસર ઝીલી. માધ્યમિક શિક્ષણ લેવા એ વ્યારા ગયા, પરંતુ ગામડિયા ગણાયા ને પ્રવેશ જ ન મળ્યો. પાછા ફરતાં સોનગઢની શાળાના આચાર્યે આપેલો ભલામણપત્ર નાળામાં ફેંકી દીધો. ગંગાધરાની શાળામાં માધ્યમિક શિક્ષણ પૂરું કરીને એ નવસારી ગયા. ત્યાંથી 1938માં મેટ્રિક પાસ કરીને મુંબઈ માતાપિતાની સાથે માટુંગામાં રહ્યા અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ શરૂ કર્યો. 1942માં બી.એ.ની પરીક્ષા વખતે બેભાન થઈ જતાં પરીક્ષા અધૂરી છોડવી પડી. 1943માં નવેસરથી પરીક્ષા આપી. ગુજરાતીમાં પ્રથમ વર્ગ ને પ્રથમ ક્રમ મેળવ્યા. 1945માં એમ.એ.માં બીજો ક્રમ મેળવ્યો.
Line 173: Line 175:
સ્વીકારો કે છેલ્લા દાયકાઓમાં સુરેશશબ્દ અને એમના સાહિત્યવિચારના સ્ફુલ્લિંગો રૂપે જ બધું વિસ્તર્યું છે.  
સ્વીકારો કે છેલ્લા દાયકાઓમાં સુરેશશબ્દ અને એમના સાહિત્યવિચારના સ્ફુલ્લિંગો રૂપે જ બધું વિસ્તર્યું છે.  


મોટી યાદી બનાવી શકાય :
'''મોટી યાદી બનાવી શકાય:'''


— આપણે સૌ સમકાલીનો સર્જન, ભાવન, આસ્વાદન અને વિવેચનની જ્ઞાત-અજ્ઞાત એ જ ભૂમિકા પર ઊભા છે, જે સુરેશસિદ્ધાન્ત વડે ઘડાયેલી.  
— આપણે સૌ સમકાલીનો સર્જન, ભાવન, આસ્વાદન અને વિવેચનની જ્ઞાત-અજ્ઞાત એ જ ભૂમિકા પર ઊભા છે, જે સુરેશસિદ્ધાન્ત વડે ઘડાયેલી.  


— તદનુસાર, આપણે રસ, આનન્દ, કલા અને સૌન્દર્ય વડે રુચિના ઘડતરના આગ્રહી બન્યા છીએ.  
— તદનુસાર, આપણે રસ, આનન્દ, કલા અને સૌન્દર્ય વડે રુચિના ઘડતરના આગ્રહી બન્યા છીએ.  
Line 222: Line 224:


સુરેશભાઈ પાસેથી વ્યવહારુ ધોરણે જો કંઈ શીખવું હોય ને, તો તે છે, સાહિત્યપદાર્થનું અહર્નિશ સેવન : વાચન કર -મનન કર -લેખન કર -વ્યાખ્યાન કર. જેની પાસેથી આવું માતબર અને પાયાનું શીખી શકાય એવો પણ કોઈ પાક્યો નથી.  
સુરેશભાઈ પાસેથી વ્યવહારુ ધોરણે જો કંઈ શીખવું હોય ને, તો તે છે, સાહિત્યપદાર્થનું અહર્નિશ સેવન : વાચન કર -મનન કર -લેખન કર -વ્યાખ્યાન કર. જેની પાસેથી આવું માતબર અને પાયાનું શીખી શકાય એવો પણ કોઈ પાક્યો નથી.  
= = =


{{Right|(July 7, 2021 : USA)}}
{{Right|(July 7, 2021 : USA)}}

Revision as of 23:18, 23 July 2021

સુરેશ જોષી



સુરેશ હરિપ્રસાદ જોષી
Suresh Joshi 1955.jpg
નિબંધકાર, કવિ, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક
જન્મતારીખ 30-5-1921
જન્મસ્થળ વાલોડ
અવસાન 6-9-1986
અભ્યાસ એમ. એ.
પ્રવૃત્તિ અધ્યાપન અને સર્જન
નોંધપાત્ર કૃતિઓ ગૃહપ્રવેશ (1957), જનાન્તિકે (1965), છિન્નપત્ર (1965), મરણોત્તર (1973), ચિન્તયામિ મનસા (1983)
નોંધપાત્ર એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક (1971), સાહિત્ય અકાદમી ઍવોર્ડ (1983, અસ્વીકૃત)

સુરેશ જોષીનું આગમન ગુજરાતી સાહિત્યમાં એક મહત્ત્વની ઘટના પુરવાર થઈ – આ ઘટના માત્ર ઐતિહાસિક પુરવાર થઈ હોત તો તો એ બહુ જલદીથી ભુલાઈ જાત પરંતુ એમના દ્વારા ગુજરાતી સાહિત્યને જે ઘાટ અને દિશા પ્રાપ્ત થયાં તેને કારણે તેમનું અર્પણ ગુજરાતી સાહિત્યનાં આગામી વર્ષોમાં પણ વિશિષ્ટ લેખાશે. તેમનામાં વિલક્ષણ સંવેદનાશીલતા હતી અને આ સંવેદના દ્વારા માનવીને એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવા તેઓ મથતા રહ્યા; તેમનો પ્રયત્ન સતત રૂપથી અરૂપ, સાધારણથી અસાધારણ, ક્ષણિકથી શાશ્વત સુધી જવાનો રહ્યો. પોતાની સામે જે અસીમ અને ભયાનક વાસ્તવિકતા હતી તેને પોતાની રચનાઓમાં કંડારવા માટે જેટજેટલી યુક્તિપ્રયુક્તિઓ લેખે લગાડી શકાય તે બધી જ કામે લગાડવા માટે તેઓ આતુર હતા. એટલે જ તેઓ વાસ્તવથી માંડીને અસંગતિ, કપોલકલ્પિતને પોતાની રચનાઓમાં સમાવવા મથ્યા. આ જ રીતે એક બાજુ તેઓ મુગ્ધતાનો અને બીજી બાજુ વિદગ્ધતાનો પુરસ્કાર કરતા રહ્યા. જે કોઈ પોતાની જાતને સર્જક તરીકે ઓળખાવે છે તેને બૃહદ્, અપરિમેય વાસ્તવને પામવા માટે આવું કરવું પડે એ સ્પષ્ટ છે. સુરેશ જોષીએ પોતાના નિબંધોમાં પ્રગટ રીતે અને વાર્તાઓમાં અપ્રગટ રીતે અખંડનો મહિમા કર્યો હતો. આ અખંડને પામવા માટે આપણી સમગ્ર સંવેદનાને કામે લગાડવી પડે. એટલે જ એમની રચનાઓમાં સમગ્ર ઇન્દ્રિયગોચર વિશ્વની સંકુલ છબિ આપણને જોવા મળે છે. કોઈ પણ યુગના સર્જકે સમગ્ર પરિવેશની સાથે પળેપળનો સંબંધ અખંડ રીતે પ્રગટાવવો હોય તો પોતાની સમગ્ર આકલનક્ષમતાને કામે લગાવવી પડે, પરોક્ષને બદલે અપરોક્ષને સ્વીકૃતિ આપવી પડે, પોતાના ઇન્દ્રિયજગતને બધિર બનતાં અટકાવીને જીવંત વ્યક્તિતાની પ્રતીતિ કરાવવી પડે. આમ કરતા જતાં જીવનવિષયક, સાહિત્યવિષયક પરંપરાઓને પડકારવાનું સાહસ પણ સર્જકે કરવું જોઈએ. નહીંતર તો પરંપરાના અનુસરણમાં અને પછી તો પરંપરાના યાંત્રિક અનુકરણમાં સરી જવાનો વારો આવે. ઇતિહાસના જે તબક્કે સ્થગિતતા, બંધિયારપણું જોવા મળે તે વખતે કોઈએ સાહસ કરીને અસ્વીકૃતિનાં જોખમોનો મુકાબલો કરીને પણ આગળ આવવું પડે, અચલાયતનો પર આક્રમણો કરવાં પડે. વિવાદો છેડવા પડે, ઊહાપોહ કરવો પડે. સુરેશ જોષી સ્પષ્ટ રીતે માનતા હતા કે સાહિત્યકાર નબળો હોય તો એક આખી પેઢીને વેઠવાનો વારો આવે, એટલે સંસ્કારિતાના રક્ષણસંવર્ધન માટે કોઈ પણ પ્રકારનાં સમાધાનો કરવાનાં ન હોય, લોકપ્રિયતાની પરવા કરવાની ન હોય. સ્વતંત્રતા પૂર્વે ગુજરાતી સાહિત્યકારને, ભાવકને – કેટલાક અપવાદોને બાદ કરતાં – વિશ્વસાહિત્યનો પ્રત્યક્ષ પરિચય બહુ ઓછો હતો. સુરેશ જોષીએ સાહિત્યને વિશ્વસાહિત્યના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોતાં-મૂલવતાં શિખવાડ્યું. આનું એક સ્વાભાવિક પરિણામ એ આવ્યું કે કૃતિને મૂલવવાનાં ધોરણો આકરાં બનવા માંડ્યાં. સાહિત્યકૃતિ અનેક રીતે જો સમૃદ્ધ ન હોય તો કાળના પ્રવાહમાં ખતમ થઈ જાય. આથી સમૃદ્ધિનો આગ્રહ સુરેશ જોષી રાખતા રહ્યા અને પોતાની રચનાઓને એવી સમૃદ્ધિ આપતા રહ્યા. આ પ્રક્રિયાના એક ભાગ રૂપે જ ઘટનાના તિરોધાનની વાત ગુજરાતી સાહિત્ય સમક્ષ ધરી. જ્યાં ઘટના સૂક્ષ્મને બદલે સ્થૂળ ભૂમિકાએ પ્રયોજાય છે ત્યાં એ કાળની સામે કદી ટકી શકતી નથી, માનવસંદર્ભની કશી સંકુલ છબિ ઉપસાવી શકતી નથી; સાહિત્યકૃતિ જે માધ્યમ અને પ્રકારમાં ઢાળવામાં આવી હોય છે તેની શક્યતાઓને તાગી શકતી નથી. આવી ઘણીબધી શક્યતાઓનો અસ્વીકાર કરવો એટલે આપણા જગતને હ્રસ્વ બનાવવું. સાચો સર્જક ક્યારેય પોતાના જગતને હ્રસ્વ બનાવવા તૈયાર ન થાય. સુરેશ જોષીને હંમેશા આવા સર્જકો જ આકર્ષતા હતા; સતત આવા સર્જકો વિશે જ લખતા-વિચારતા હતા. સુરેશ જોષીએ સાહિત્યવિવેચનમાં રૂપરચનાનો મહિમા હંમેશા પુરસ્કાર્યો, રૂપરચનાવાદી અભિગમ દરેક કૃતિને સંપૂર્ણ, સ્વાયત્ત માનીને ચાલે છે. પરંતુ સર્જનક્ષેત્રે સુરેશ જોષીએ આ અભિગમ પુરસ્કાર્યો નથી. આ એક વિરોધાભાસ સતત તેમના સર્જનવિવેચનમાં જોવા મળ્યો છે. આ દૃષ્ટિએ જોઈશું તો એમની કૃતિઓ અરસપરસમાં ગૂંથાઈ ગયેલી છે. વાર્તાઓ જ અરસપરસ ગૂંથાયેલી છે એવું નથી, વાર્તા-નિબન્ધ-કવિતા-નવલકથા : આ બધાં સ્વરૂપો અરસપરસ અપૃથક્‌ભાવે ભળી જાય છે. આને કારણે એમની સમગ્ર સર્જનસૃષ્ટિ અખંડિતતા પ્રગટાવે છે. એક કૃતિને પામવા માટે એમની અન્ય કૃતિઓ પાસે જવું આમ અનિવાર્ય થઈ પડે છે. આવી રીતે જ્યારે આપણે તેમના સમગ્ર જગતમાંથી પસાર થઈએ છીએ ત્યારે પ્રતીતિ થાય છે કે સમકાલીન વાસ્તવિકતાનો નવો પરિચય પ્રાપ્ત થાય છે. દરેક સર્જકે પોતાના યુગની વાસ્તવિકતાને આત્મસાત્ કરવી પડે, એટલું જ નહીં, એને નવા રૂપે કંડારવી પડે. જો આ વાસ્તવિકતા ભયાવહ, ભીષણ લાગતી હોય તો એનાથી પરાઙ્‌મુખ થવાને બદલે એનો મુકાબલો કરતાં શીખવું પડે. એ વાસ્તવજગતનાં કદર્ય, છિન્નભિન્નતા, શૂન્ય, હતાશાને સમજવા માટે સર્જનાત્મકતાની બધી જ શક્તિઓને કામે લગાડવી પડે; માધ્યમરૂપે પ્રયોજાતી ભાષાની કાયાપલટ કરવી પડે, એમાં નવો પ્રાણ પૂરવો પડે, જેથી કરીને એ ભાષા પુરોગામીઓએ કદી પ્રયોજી ન હોય એવી અપૂર્વ બની જાય. સુરેશ જોષીના સર્જનનો આ સંદર્ભ છે. તેમણે નિબંધ, ટૂંકી વાર્તાનાં સ્વરૂપો વિલક્ષણ રીતે ખેડીને ગુજરાતી ભાષાને વિસ્તારી છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ સંચયમાંથી પસાર થનારને એની પ્રતીતિ થશે. એમના સર્જનાત્મક વ્યક્તિત્વની આગવી મુદ્રા વાચક ઉપર ઘણા લાંબા સમય સુધી અંકાઈ જશે. અહીં એમના સમગ્ર સર્જનાત્મક વ્યક્તિત્વને પામવામાં સહાયરૂપ થાય એ રીતે કૃતિઓને પસંદ કરવામાં આવી છે. એમાં મતભેદને અવકાશ હોઈ શકે; પૃષ્ઠસંખ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખવા જતાં આપોઆપ કેટલાંક નિયંત્રણો અમારે પણ અમારી જાત ઉપર લાદવા પડ્યાં હતાં. તેમનાં બધાં જ લખાણો જ્યારે ગ્રંથસ્થ થઈ જશે ત્યારે આ સંચયની નવી આવૃત્તિમાં એનો ઉપયોગ કરવાની તક મળશે. સુરેશ જોષી વિશે અનેક અભ્યાસીઓએ ઘણું ઘણું લખ્યું છે, આ સંપાદકોએ પણ અવારનવાર લખ્યું છે. એટલે આ તબક્કે પુનરાવર્તન કરવાને બદલે સુરેશ જોષીની કૃતિઓમાં જ ભાવકને વિહરવા દઈએ. આ ગ્રંથમાં પ્રગટ કરવા માટે સુરેશ જોષીની કૃતિઓનો ઉપયોગ કરવાની સંમતિ ઉષાબહેન જોષી અને તેમના પરિવારે આપી એ બદલ અમે તેમના આભારી છીએ. આ ગ્રંથ નિર્ધારિત સમયમાં અને સુઘડ રીતે મુદ્રિત કરી આપવા બદલ શારદા મુદ્રણાલયનો અને ખાસ તો આ પ્રકાશનમાં અંગત રસ લેવા બદલ રોહિત કોઠારીનો આભાર માનતાં આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથના વિતરણની જવાબદારી સંવાદ પ્રકાશન વતી યુયુત્સુ પંચાલે ઉપાડી લીધી એ બદલ તેમનો તથા ગ્રંથને સાકાર બનાવવામાં પ્રત્યક્ષ રીતે-પરોક્ષ રીતે મદદ કરનાર સૌ મિત્રોનો પણ આભાર માનીએ છીએ. શિરીષ પંચાલ – જયંત પારેખ


જીવનપરિચય

સુરેશ જોષીનો જન્મ વૈશાખ વદ આઠમ, 30-5-1921ને દિવસે બપોરે એક વાગ્યે થયો હતો મોસાળમાં, વાલોડ ગામમાં. બાળપણ એમણે ગાયકવાડ રાજ્યના સોનગઢ ગામમાં, દાદાની છત્રછાયામાં ગાળ્યું ને પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ લીધું. એમણે જ કહ્યું છે કે એમના સંવેદનતંત્રે સોનગઢમાં કેટલીક ગાઢ, ચિરંજીવ ને નિર્ણાયક અસર ઝીલી. માધ્યમિક શિક્ષણ લેવા એ વ્યારા ગયા, પરંતુ ગામડિયા ગણાયા ને પ્રવેશ જ ન મળ્યો. પાછા ફરતાં સોનગઢની શાળાના આચાર્યે આપેલો ભલામણપત્ર નાળામાં ફેંકી દીધો. ગંગાધરાની શાળામાં માધ્યમિક શિક્ષણ પૂરું કરીને એ નવસારી ગયા. ત્યાંથી 1938માં મેટ્રિક પાસ કરીને મુંબઈ માતાપિતાની સાથે માટુંગામાં રહ્યા અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ શરૂ કર્યો. 1942માં બી.એ.ની પરીક્ષા વખતે બેભાન થઈ જતાં પરીક્ષા અધૂરી છોડવી પડી. 1943માં નવેસરથી પરીક્ષા આપી. ગુજરાતીમાં પ્રથમ વર્ગ ને પ્રથમ ક્રમ મેળવ્યા. 1945માં એમ.એ.માં બીજો ક્રમ મેળવ્યો. એમ.એ. થઈને થોડો વખત ઑરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કર્યું. મુંબઈમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ રામપ્રસાદ બક્ષીનો પરિચય કેળવાતો જતો હતો. રામપ્રસાદ બક્ષીએ એમનાં નિષ્ઠાસૂઝ ને મેધા પારખ્યાં હતાં. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ પણ એમ.એ.ના પરીક્ષક તરીકે એમની તેજસ્વિતા પિછાની હતી. એ બંનેના સૂચનથી કરાચીની ડી.જે. સિંઘ કૉલેજમાં સુરેશ જોષીની અધ્યાપક તરીકે નિમણૂક થઈ. ત્યાં એમને નવેમ્બર 1945થી 1947 સુધી ડોલરરાય માંકડનું સાન્નિધ્ય મળ્યું, કૉલેજના પુસ્તકાલયમાં જગતસાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓનો પ્રત્યક્ષ પરિચય થયો, સર્જક અને વિવેચક તરીકેની પોતાની શક્તિની દૃઢ પ્રતીતિ થઈ. 1947માં દેશના ભાગલા થયા એના થોડાક મહિના પહેલાં જ સુરેશ જોષીની વલ્લભ વિદ્યાનગરના સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકે નિમણૂક થઈ. એમના જ આગ્રહથી સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે ડોલરરાય માંકડને પણ પોતાને ત્યાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે બોલાવી લીધા. 2-3-49ના દિવસે (ફાગણ સુદ ત્રીજ) સુરેશ જોષીનું લગ્ન ઉષા દરુ સાથે થયું. 1951માં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાંથી સુરેશ જોષીને છૂટા કરવામાં આવ્યા કારણ કે ગુજરાતી વિભાગમાં અધ્યાપકોની સંખ્યા જરૂર કરતાં વધારે હતી. એટલે સુરેશ જોષી વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના ટ્યૂટર તરીકે જોડાઈ ગયા. 1953માં એમની લેક્ચરર તરીકે નિમણૂક થઈ. રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ એમની રીડર તરીકે નિમણૂક કરી; 1978માં પ્રોફેસર ને ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ. 1981માં નિવૃત્ત થયા ત્યાં સુધી સુરેશ જોષીએ આ બંને પદ સંભાળ્યાં. કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ સુરેશ જોષીએ સામયિકનાં સંપાદન ને પ્રકાશન શરૂ કર્યાં હતાં. એમણે કહ્યું જ છે કે “ઇન્ટરમાં હતા ને કૉલેજમાં, ત્યારે ‘ફાલ્ગુની’ શરૂ કરેલું, ત્યારથી જ, એ રીતે પેલો હડકવા જેવો રોગ લાગુ પડ્યો છે તે છૂટતો નથી.” ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘સંપુટ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’, ‘સાયુજ્ય’ ને ‘સેતુ’ એમ એક પછી એક અનેક સામયિકોની આખી એક માળા સુરેશ જોષીએ રચી. આઠ વર્ષની ઉંમરે ‘બાલજીવન’માં કવિતા છપાવી. એમણે કહ્યું છે કે મેં ચોરીછૂપીથી કવિતા છપાવી હતી. મારા દાદા જેઓ શિક્ષક હતા તેમણે આ જાણ્યું ત્યારે મને થપ્પડ મારીને અટકાવવાનો પ્રયત્ન કર્યો. તેમના મતે એ પ્રવૃત્તિ સલામતી વિરુદ્ધની હતી. પરંતુ પાછળથી તેઓ તેમણે લખેલી રચનાઓ મને સુધારવા આપતા. એ રીતે મને સુસજ્જ કર્યો. ત્યારથી સુરેશ જોષીએ પોતે જીવ્યા ત્યાં સુધી સતત રચના કરી ને કાવ્ય, નવલિકા, નિબંધ, નવલકથા, વિવેચન દ્વારા બહુમુખી પ્રતિભાનો પરિચય આપ્યો. 1961માં ‘પ્રત્યંચા’ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો ત્યારે એમાં એમણે એક વિલક્ષણ ને મહત્ત્વનું વિધાન કર્યું : “આનો પુરોગામી કાવ્યસંગ્રહ ‘ઉપજાતિ’ હવેથી રદ ગણવો.” ‘જનાન્તિકે’ નિબંધસંગ્રહ માટે એમને નર્મદચંદ્રક એનાયત થયો. સમગ્ર સાહિત્યસર્જન માટે રણજિતરામ સુવર્ણચંદ્રક. 1984માં ‘ચિન્તયામિ મનસા’ વિવેચનસંગ્રહ માટે નવી દિલ્હીની સાહિત્ય અકાદમીએ સુરેશ જોષીને એવૉર્ડ આપવાનું જાહેર કર્યું ત્યારે એમણે એ સ્વીકારવાની ના પાડી. એમ કહીને કે “પ્રામાણિકપણે કહું તો એને એવૉર્ડને લાયક હું તો ગણું નહીં.” યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને એમની નેશનલ લેક્ચરર તરીકે નિમણૂક કરી, પરંતુ તેની જાહેરાત થાય એ પહેલાં જ 6-9-1986ના શનિવારે, રાતે 9-40 વાગ્યે કિડનીની બીમારીથી નડિયાદમાં તેમનું અવસાન થયું.

સુરેશ જોષી -મારી નજરે / સુમન શાહ

ઍસ.ઍસ.સી. પછી વડોદરામાં હું ઍમ.ઍસ. યુનિવર્સિટીમાં કૉમર્સમાં જોડાયેલો. જોકે કૉમર્સમાં બે વાર નાપાસ થયેલો. એટલે પછી વતન ડભોઇમાં હું આર્ટ્સમાં જોડાયેલો ને ત્યાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ સાથેની સાહિત્યવિષયક ગોષ્ઠિઓમાં સુરેશભાઈનું નામ પહેલી વાર સાંભળેલું -૧૯૫૯. ત્યારથી હું સુરેશભાઈની અનોખી વ્યક્તિતા અને સાહિત્ય વિશેની એમની સાવ જ જુદી વાતોથી આકર્ષાયેલો. ૧૯૬૨-૬૪માં એ જ ઍમ.ઍસ.માં મેં ઍમ.એ. કર્યું. એ બે વર્ષ દરમ્યાન એમની પાસેથી જે ભણવા મળ્યું એણે મારી કારકિર્દી બદલી નાખી, કહેવું તો એમ જોઈએ કે એથી જ મારી કારકિર્દીનો શુભારમ્ભ થયો. એ બે વર્ષ એમના સાન્નિધ્યમાં રહેવા મળ્યું એ મળ્યું.

એ પછીનાં વરસોમાં તૂટક તૂટક મળવાનું નિરન્તર ચાલ્યું. મને બરાબર યાદ છે કે વડોદરા ગયો હોઉં ને એમને મળ્યો ન હોઉં એવું એક પણ વાર બન્યું નથી.

ભણવાની ખૂબ જ મજા આવતી. પહેલે દિવસે બ્લૅકબૉર્ડ પર પુસ્તકોનાં નામ લખે ને ક્હૅ -લખી લો આ નામો. અમે લખી લઈએ એટલે બૉર્ડ પરનાં એ નામોની ઉપર લખે : નહીં વાંચવાનાં પુસ્તકોની યાદી : અમે ખડખડાટ હસી પડીએ. કહે : મુનશી એક જ નવલકથાના નવલકથાકાર છે : અમને થાય, મુનશીએ તો કેટલી બધી નવલકથાઓ લખી છે, સાહેબ આવું કેમ બોલે છે. તરત જણાવે : એમની પાસે એક જ બીબું છે, મુનશી બધું એમાં ઢાળ્યા કરે છે : સુરેશભાઈના વ્યંગ ધારદાર હોય પણ એ સાથે પ્રગટતું હાસ્ય જ્ઞાનમાં વધારો કરનારું હોય. એક વાર તો એટલું બધું હસવા મળેલું કે હું વર્ગની બહાર નીકળી ગયેલો. ‘પારેવડું રડતું હતું’ જેવું દૃષ્ટાન્ત આવે તો કહેતા ‘ઉં ઉં’-નું પુનરાવર્તન નૉંધો ને જુઓ કે કેટલું તો કાર્યસાધક છે. મેં એમને કદાચ ત્યારથી જ મારા ગુરુ માની લીધેલા.

એમના વિદ્યાર્થી તરીકે વર્ગ ઉપરાન્તનાં બે સ્થળો મને ખાસ યાદ છે : એક ભોગીલાલ ગાંધીને ત્યાંની દર ગુરુવારની બેઠકો. એમાં સુરેશભાઈ રિલ્કે કે કાફ્કા વગેરેમાંથી કશુંક વાંચે ને પછી મિત્રો ચર્ચાએ ચડે. પ્રબોધ ચૉક્સીએ પશ્ચિમનું ઘણું વાંચ્યું હશે તે ટક્કર ઝીલતા એવું યાદ છે. એમના ભૂદાન પ્રવૃત્તિ-કેન્દ્રી ‘ક્ષિતિજ’-માં સુરેશભાઈ લખતા ને પછી એ ‘ક્ષિતિજ’ સાહિત્યનું અને વિશ્વસાહિત્યની વાતો કરતું સામયિક બની ગયું. ગુજરાતી સામયિકોના ઇતિહાસમાં ‘ક્ષિતિજ’ એક પ્રકરણ માગી લે એટલું સમૃદ્ધ થયેલું -આપણે જાણીએ છીએ. બીજું સ્થળ તે સલાટવાળાનું થીઓસૉફિકલ સોસાયટી. દર શુક્રવારે સુરેશભાઈ ત્યાં વાર્તાલાપ આપતા. આમ તો, અઠવાડિયા દરમ્યાન પોતે જે વાંચ્યું-વિચાર્યું હોય તેની વાતો, પણ ખૂબ પ્રેરણા મળતી. મને એવું યાદ છે કે કામૂના અવસાનથી વ્યથિત હતા ને કામૂ વિશે ખૂબ સરસ બોલેલા.

હું ભણતો એ દરમ્યાનનો એક પ્રસંગ છે. રૂમમાં મને કંઈક ઉચાટમાં દેખાયા. મેં પૂછ્યું, સુરેશભાઈ -અમે સુરેશભાઈ કહેતા- બધું બરાબર છે? : હા પણ નરવસનેસ છે, અંગ્રેજી વિભાગના મિત્રો આગળ રિલ્કે વિશે વ્યાખ્યાન આપવાનું છે : પછી ચૂપ હતા, એટલે મેં આગળ કશું પૂછેલું નહીં. હું એમની સાથે ગયેલો. ગુરુ રિલ્કે પર અદ્ભુત બોલેલા. મેં કહ્યું, તમે કંઈ નરવસ ન લાગ્યા. તો કહે : શરૂમાં નરવસ થવાય એ સારી વસ્તુ છે, સારા વક્તાનો સદ્ગુણ કહેવાય : તે દિવસથી મને પોતાને નરવસનેસ ન થતી હોય તો પણ થાય છે એવો ભાવ ધારણ કરીને પછી શરૂ કરું છું.

મને એમની ‘માનવીનાં મન’ કૉલમ બહુ ગમતી. મને ગમેલો મુદ્દો હું એમને પોસ્ટકાર્ડ લખીને પ્હૉંચાડતો. મારો ઍમ.એ.માં ફર્સ્ટ ક્લાસ આવેલો. મેં એમને જણાવેલું તો તરત મને પોસ્ટકાર્ડમાં અભિનન્દન લખેલાં પણ એમ પણ લખેલું -કે પીએચડીની ઉતાવળ ન કરતો. મેં ઘણાં વરસો લગી ઉતાવળ નહીં કરેલી. મને સાલ બરાબર યાદ નથી પણ હું ‘ઉદ્ધવસંદેશને લગતાં કાવ્યો’ પર પીએચડી કરવા નીકળેલો, પણ તરત જ પાછો નીકળી ગયેલો.

૧૯૭૨-૭૩ દરમ્યાન મને કોઈ ધન્ય ક્ષણે સૂઝી ગયેલું કે મારે સુરેશભાઈની સૃષ્ટિ વિશે જ પીએચડી કરવું જોઈએ. પણ વિચિત્રતા એવી કે એમને વિષય તરીકે સ્વીકારવા કોઈ માર્ગદર્શક હા પાડે જ નહીં. નામ નથી આપતો પણ એ પ્રખર વિદ્વાને આશ્ચર્યથી કહેલું કે સુરેશ જોષી પર? એમને માટે રાહ જોવી જોઈએ. મેં કહેલું, સર, મારે રાહ નથી જોવી. તો હસીને ક્હૅ, ભલે ભલે…છેવટે, ગુજરાત વિદ્યાપીઠમાં મોહનભાઈ પટેલે હા પાડેલી. મને ચાર વર્ષ લાગેલાં. રોજ રાતે ૮થી ૨ મચી પડતો. રાધેશ્યામે એક ટૅબ્લેટ બતાવેલી જેથી ઉજાગરો ઉજાગરો ન લાગે ને મૉડી રાત લગી સ્વસ્થ રહી શકાય.

હમેશાં સાદાં કપડાંમાં હોય. એક વાર ગાંધીનગર ટાઉનહૉલમાં વ્યાખ્યાન હતું તે ઝભ્ભામાં હતા. ક્યારેક પાન ખાતા. કોઈ વાર હાથમાં નાનું ફૂલ હોય. એક વાર જયન્ત પારેખે એમને લાલ રંગનું ઝીણી કાળી ચૉકડીવાળું ખમીસ સાગ્રહ ભેટ કરીને પ્હૅરાવેલું. હસતા’તા. આમ બાળસહજ પણ ક્યારેક ગુસ્સામાં વાણી જોશમાં આવી ગઈ હોય. બગાસું ખાતી વિદ્યાર્થિની માટે કહેલું : હું માતા જસોદા નથી મને બ્રહ્માણ્ડ બતાવવાની જરૂર નથી. કોઇ વિદ્યાર્થિની હમેશાં ક્લાસ શરૂ થયા પછીની પાંચેક મિનિટ પછી જ આવે. એક વાર શરૂમાં જ પ્રવેશી. તો સુરેશભાઈ કહે, ૧૦.૩૦ની બસ આજે સમયસર આવી ગઈ લાગે છે. એક વાર કોઇએ ‘ઊહાપોહ’ પોસ્ટ કરવાનું માથે લીધેલું ને સમજ્યા વગર મોટી રકમની ટિકિટો ચૉડી આવેલો, સુરેશભાઇ ગુસ્સે થઈ ગયેલા. એ પછી એ જણ ફરક્યો જ નથી. પણ તમને કહું, જે વ્યક્તિ એમના સ્વભાવથી તો ઠીક પણ લખાણથી ભડકીને ભાગી ગઈ તો ગઈ સમજો, પણ પછી જો એ પાછી આવે તો નક્કી કે એ કદી પાછી જશે જ નહીં. એમના શબ્દની મોહિનીને જીરવવા માટે માણસ પાસે હિમ્મત અને સાચી લગન જોઈએ…

થીસીસ પુસ્તક રૂપે તૈયાર થયો એટલે એની એક નકલને રેશમી વસ્ત્રમાં લપેટીને હું અને રશ્મીતા એમને અર્પણ કરવા વડોદરા ગયેલાં. મેં લખેલું : દુનિયાનું એક માત્ર પુસ્તક જે તમારે સાદ્યન્ત વાંચવું રહ્યું. મરક મરક હસતા પાનાં ફેરવતા’તા. કહે, આખું વાંચીશ પણ ક્યારે તે નથી કહી શકતો. શીર્ષક તને સારું સૂઝ્યું છે. મેં કહેલું હા, રોલાં બાર્થનું પણ એક પુસ્તક એમ છે.

જોગાનોજોગ તે દિવસે એક પરિ સંવાદ યોજાયેલો. કદાચ સુરેશભાઈ પોતે હેડ થયા એ પછી એમણે જ યોજેલો. તે દિવસે હું એમની જ વાર્તા ‘એક મુલાકાત’ વિશે સંરચનાવાદની રીતે બોલેલો. મેં કહેલું -હસમુખ ત્રિવેદી શ્રીપતરાયની મુલાકાતે જાય છે પણ લેખકે મુલાકાતનો હેતુ નથી દર્શાવ્યો અને એમ પોતાની સર્જકતા માટે જગ્યા બનાવી છે. એ સભામાં કદાચ સાંડેસરાસાહેબ પણ હતા. કોઈ કોઈ મને ક્હૅ, તમને ખબર છે શ્રીપતરાય કોણ છે? અને એ ભાઈએ સાંડેસરા ભણી ઇશારો કરેલો. મને સુરેશભાઈ પૂછે, મુલાકાતનો હેતુ ખરેખર નથી? : મેં કહેલું : હા, તમારા એક સન્નિષ્ઠ વાચક તરીકે કહું છું, ભૂલ કબૂલવા તૈયાર છું…એ દિવસ આમ ધન્યતાનો દિવસ હતો.

ઉમાશંકરે ભલે એવા મતલબનું કહેલું કે સુરેશ હશે ત્યાં લગી એમની જોડે કોઇ-ને-કોઇ નામે સામયિક હશે. પણ સુરેશભાઈ સામયિકોનાં લખાણો બાબતે ચિન્તિત રહેતા. એક વાર કહે, રસિક ને જયન્ત તો નથી લખવાના, સુમન, આપણે જ ચલાવવું પડશે. વ્યથિત તો રહેતા જ. અમદાવાદમાં એમના વ્યાખ્યાનને અન્તે અધ્યક્ષે એમ કહેલું કે વિદેશી પુસ્તકો એમને ત્યાં પણ આવે છે. સુરેશભાઈ એ મ્હૅણું સાંભળીને બહુ દુખી થયેલા. મને કહે અધ્યક્ષના બોલ પછી આપણાથી શું બોલાય…પણ આ સંદર્ભમાં મેં એક વાર લખેલું કે ગાયો તો બધા ચરાવે છે, દોહીને દૂધ કોણ આપે છે એનો મહિમા છે.

વડોદરામાં મારા સાળાનાં લગ્ન હતાં મેં બહુ જ આગ્રહ કરેલો કે તમારે ને મા-એ -ઉષાબેને- આવવાનું છે, હું લેવા આવીશ. તો કહે : તો હું નહીં આવું : અને લગ્નસ્થળ નજીક હતું તે બન્ને ચાલતાં આવેલાં. હું બોડેલી કૉલેજમાં પ્રિન્સિપાલ થયો તે વર્ષે મને એમ કે એમને બોલાવું જ. મને શી મતિ સૂઝી કે વાર્ષિકોત્સવમાં બોલાવ્યા. સારી એવી જાહેરાત કરેલી. સભામણ્ડપમાં લોક સમાય નહીં. મારી અકળામણનો પાર નહીં. મેં કહેલું -સૉરિ, મને આવી ખબર ન્હૉતી. તો ક્હૅ, ચિન્તા છોડ. અને એમણે એવું તો જાદુઈ સંભાષણ આપેલું કે લોક મન્ત્રમુગ્ધ થઈ ગયેલું. બધાં એમને એકચિત્તે સાંભળતાં’તાં. મને જે હાશ થયેલી, ન પૂછો વાત.

હું અમદાવાદમાં ભાષાભવનમાં ૧૯૭૭માં જોડાયેલો. એક વાર મેં એમને વ્યાખ્યાન માટે બોલાવેલા. તે જ દિવસે સવારથી એકાએક જ રિક્ષાવાળાઓ હડતાળ પર ઊતરી ગયા. એમને રેલવે સ્ટેશને રીસિવ કરવા હું બસમાં પ્હૉંચી ગયેલો. એ જ વાતે ચિત્ત ચોળાતું હતું કે સુરેશભાઈને બસમાં બેસવા શી રીતે કહીશ. મને કહે : હડતાળ છે તો શું થઈ ગયું, બસો તો ચાલુ છે ને ! : મારે ‘હા’ કહેવી પડેલી. એક પણ સીટ ખાલી ન્હૉતી. સામેથી જ બોલેલા -હમણાં કો’ક ઊતરશે. ત્યાંલગી દાંડો પકડીને ઊભેલા. તમે કલ્પી શકો, મારા અપરાધભાવની યાત્રા…તે સાંજે ઘરે જમવામાં સાથે ભાયાણીસાહેબને પણ નિમન્ત્રણ આપેલું. રશ્મીતાએ અડદપાક બનાવેેલો તે પીરસેલો. ભાયાણી સાહેબ કહે : સુરેશ, સુમનને તો વ્યવસ્થા છે, આ ખાઈને આપણે ક્યાં જશું? : સુરેશભાઈ ભાયાણીની રસવૃત્તિને તીખી નજરે માપી રહેલા…

એક વાર અમે બસમાં દાહોદ જતા’તા. સુરેશભાઈ બારી પાસે બેસેલા. નદી આવે વૃક્ષો આવે તે મને પૂછે, જાણે છે, એનું નામ. એકાદ વાર તો મેં ડરતાં ડરતાં કહેલું સાચો પડેલો. પણ પછી કહેલું : મને સુરેશભાઈ, પ્લીઝ ના પૂછશો, કશી ખબર નથી : તો કહે, એમ કેમ ચાલે…એક વાર પોરબંદર જવાનું હતું. વડોદરા-સ્ટેશને ટ્રેન આવી ચિક્કાર ગીરદી હતી, ક્હૅ -ચાલ પાછા, નથી જવું. પણ કાર્યક્રમવાળા રાહ જોશે : તો કહે, એ લોકો મને જાણે છે. હું એમના આવા લાક્ષણિક સ્વભાવ વિશે ટીપ્પણી નથી કરતો, પણ તમે તારવી શકો છો.

હું ‘શબ્દસૃષ્ટિ’-નો પહેલો માનાર્હ તન્ત્રી થયેલો. એ રાજી ન્હૉતા. મને કહે : એ સરકારી તન્ત્રમાં તું શું કરી શકવાનો? : મેં કહેલું : મને મળેલી જગ્યામાં કોઈ ન પ્રવેશે એવી મેં બાંહેધરી લીધી છે. ને જે દિવસે દખલ થશે તે દિવસે ચાલુ ગાડીએ ભુસકો મારવાની મારી તૈયારી છે : એ પછી જ્યારે જ્યારે વડોદરા જઉં ત્યારે ત્યારે જરૂર પૂછે, પેલો ભુસકો ક્યારે મારે છે? : અને ઉમાશંકરે ત્યારે જગવેલા સ્વાયત્તતાના મુદ્દે સમર્થનમાં મેં જાહેરમાં લખેલું એનો અકાદમીને વાંધો પડેલો, ને મેં ભુસકો મારેલો..

આપણા સાહિત્યકારોએ ઉજો સુજો એવી છાવણીઓ કલ્પી લીધી પણ સરખું યુદ્ધ તો કદી કર્યું જ નહીં. ઉમાશંકર વડોદરા ગયા હોય ત્યારે હમેશાં એમને મળ્યા છે. એમના ઇન્ટર્વ્યુ વખતે કહેલું -તમે માઈલો લગી જશો પણ સુરેશ સમો સાહિત્યકાર મળશે નહીં. સુરેશભાઈના અવસાન વખતે ઉમાશંકર મારે ત્યાં આવેલા, અમદાવાદના ઘરે. કહે, સુમન, ખરખરો કરવા તરત તો ક્યાં જવું…

બધું ઘણું યાદ આવે છે. આવી જ એક સ્મૃતસભા નીતિન મહેતાએ યોજેલી. મેં ત્યારે કહેલું કે જે લોકોને જ્યાં જ્યાં સુરેશભાઈ અગમ્ય લાગે છે ત્યાં ત્યાં ચૉકડા મારો ને શેષનું અનુધાવન કરો. આજે આ જન્મશતાબ્દી વર્ષમાં પણ એ જ કહેવાનું છે. બાકી પુનર્મૂલ્યાંકન તો એ કરી શકે જેને મૂલ્ય શું અંકાયું છે એની ભલા પ્રકારે પતીજ પડી હોય.

ટૉળટીખળ બહુ કરે. મને કહે : તને દુશ્મનોની છાવણીમાં મોકલ્યો છે, યોગક્ષેમનું ધ્યાન રાખજે. એક વાર એમના રૂમમાં ઘણા છોકરાછોકરી એકઠાં થઇ ગયેલાં, કહે : ઇમોશનલ ટ્રબલ સમજી શકું છું મોશનલ હોય તો સંભાળજો. મોડાસામાં પહેલું જ્ઞાનસત્ર હતું, બધા બેઠેલા. એમનો ઑટોગ્રાફ લેવા આવનારને કહે, પેલા સામે બેઠા છે એ છે સુરેશ જોષી. સભામાં મારો હાથ ઝાલી ચૂંટી ખણે, કહે જોઈએ : વક્તાશ્રી ડિસ્ટર્બ થાય છે કે કેમ : વગેરે ઘણું…

માંદગી વધી ગયેલી. વડોદરાની હૉસ્પિટલમાં હતા. અમે બધાં વારાફરતી મળવા ગયેલાં. મને કહે, તું ક્યાં હતો, ડભોઈથી આવ્યો. મેં ડોકું હલાવી હા પાડેલી. બબડવા જેવું બોલેલા : મારી પ્રાણઘાતક વેદનાનું શુ થશે…નડિયાદમાં હરીશ મીનાશ્રુ ભારતી દલાલ હું અમે સૌ અધ્ધરજીવ હતાં. સમાચાર મળતાં ભાંગી પડેલાં. સ્મશાનમાં મારું રડવું રોક્યું રોકાતું ન્હૉતું, મને રસિકભાઈએ છાતીએ વળગાડીને સાંત્વન આપેલું.

સુરેશભાઈ કલામર્મજ્ઞ તો હતા જ પણ એમના વ્યક્તિત્વની મને પાંચ ઓળખ મળી છે : ૧ : અતિ સંવેદનશીલ. ૨: મેધાવી ચિન્તક. ૩ : વરેશ્યસ રીડર. ૪ : ઉત્તમ અધ્યાપક, અને ૫ : સાત્ત્વિક વિદ્રોહી, વિદ્રોહ તો એમનો સ્વભાવ હતો.

મને ખાતરી છે કે he loved me. અને એને હું મારી કારકિર્દીનું મહામૂલું સંભારણું ગણું છું.

♦ ♦

સુરેશભાઈને મેં કલામર્મજ્ઞ કહ્યા છે. સાહિત્યકલાના કેટલાક મર્મ મારું માનવું છે કે આપણે ત્યાં, એ પહેલાં, એટલી સારી રીતે ન્હૉતા ખૂલ્યા.

જેમકે —

૧ : સાહિત્યને આપણે એક સાંસ્કૃતિક આવિષ્કાર કહેતા આવ્યા છીએ, બ્રૉડ સેન્સમાં એ સાચું છે પણ એથી કરીને સાહિત્યકલાની પોતાની વિશેષતા પર કશો પ્રકાશ નથી પડતો. આપણામાંના ઘણા વિદ્વાનો એમ જ કહેતા કે સાહિત્ય જીવનનું પ્રતિબિમ્બ છે, રીફ્લૅક્શન છે, રીપ્રેઝન્ટેશન છે. પણ એનું કઢંગું પરિણામ એ આવેલું કે લેખકોથી જીવનની બિલકુલ જ નજીક રહીને લખવાનું ચાલ્યા કરેલું - ઇટ વૉઝ અ સોર્ટ ઑફ કૉપિઇન્ગ, અ કાઇન્ડ ઑફ ટ્રાન્સલેશન, ઑર રીપોર્તાજ.

સુરેશભાઈએ જ્યારે form-નો આગ્રહ આગળ કર્યો ત્યારે સાહિત્યકલા રૂપાન્તરણ છે, ટ્રાન્સફર્મેશન છે, એ હકીકત પર પ્રકાશ પડ્યો. સમજાયું કે જીવન તો સામગ્રી છે. એ પર કામ કરીને એને નવ્ય રૂપ આપવું એ કવિકર્મ છે. એમને માત્રરૂપવાદી કે આકારવાદી ગણનારાઓ આ મર્મને ન્હૉતા પામી શક્યા.

૨ : ત્યારે બધું સાહિત્ય છેલ્લે, મનગમતા અને સરળતમ માનવતાવાદમાં ઠરતું હતું. સાહિત્યકાર તત્સમ વૃ્ત્તિનો જીવ જ નહીં. એનો ‘ના’ પાડનારી વ્યક્તિ તરીકેનો જે બેઝિક અને પ્રાઇમ રોલ છે એ પરથી ધ્યાન ઊઠી ગયેલું. સુરેશભાઈની સમગ્ર વિચારધારાનાં મૂળ સાહિત્યકારના આવા જીવનકર્તવ્યમાં રોપાયેલાં છે. ગોવર્ધનરામે ‘સાક્ષરજીવન’-માં સાક્ષરનાં ધ્યેય પોતાની રીતેભાતે વર્ણવ્યાં છે એની મને સહજ યાદ આવી જાય છે.

૩ : એટલે, સાહિત્યકાર ઇતિ સિદ્ધમ્ કરીને બેસી જાય, ઇનામ-અવૉર્ડ મળ્યા પછી જીવનધ્યેય પાર પડી ગયું, એવો સંતોષ ધારણ કરે, એ શી રીતે ચાલી શકે? એથી શું બને છે, આપણે ત્યાં એની એક મૂઠી-ઊંચેરા સારસ્વત તરીકેની છબિ ઊભી થાય છે. એ ‘ના’ પાડનારો નથી રહેતો, સંસ્કૃતિનો રખેવાળ ને ક્યારેક તો ભાટચારણ બની જાય છે. એથી એક બહુ જ વરવા સ્વરૂપની ઉચ્ચાવચતા -હાયરાર્કી- સૅટ થઈ જાય છે. એથી પ્રજા કાં તો વિભૂતિપૂજામાં સરી પડે છે અથવા પ્રજામાનસનો સાહિત્યપદાર્થ સાથે સમ્યક સમ્બન્ધ જ નથી રચાતો. એક બીજું પરિણામ એ કે સર્વ વાતોનું સ્થિતસ્ય સમર્થનમ્ થાય છે. સમાજ અને સંસ્કૃતિમાં સ્થિર થયેલાં મૂલ્યોની તપાસ નથી થતી; કયાં જર્જરિત ને ફગાવી દેવાજોગ છે તે નથી પરખાતું.

એટલે તો એમણે પોતાના કથાસાહિત્યને મોટે ભાગે સમાજનિરપેક્ષ રાખ્યું છે -એસોશ્યલ. એમનાં પાત્રો સ્ત્રી-પુરષ કે નર-નારી હોય છે, માનવીય અસ્તિત્વ રૂપે હોય છે.

૪ : આમ, સાહિત્યકારનો ધર્મ એ બને છે કે એણે ઈનામ-અવૉર્ડ જેવી કહેવાતી સફળતાઓથી બચવું. સુરેશભાઈએ એ રીતે ઠરીઠામ થઈ જનારાની સફળતા માટે સાર્ત્રના શબ્દો વાપર્યા છે. એમ કે એ તો ‘ઍબ્સ્યૉલિટ ફેઇલ્યૉર ઑફ સક્સેસ’ છે. બાબુએ, બાબુ સુથારે, સુજોસાફો-આયોજિત જન્મશતાબ્દીઉત્સવના ‘આત્મનેપદી’ ઍપિસોડમાં આ મુદ્દે બહુ વિસ્તારથી વાત કરેલી. સુરેશભાઈનું તાત્પર્ય એ છે કે સંતોષ ધારણ કરીને સ્થગિત થઈ જવું ઠીક નથી, સાત્ત્વિક અસંતોષ ધારણ કરીને પ્રવહમાણ રહેવું જરૂરી છે. સુરેશભાઈના શબ્દો છે કે : હું બધું સમતોલ કરવામાં નથી માનતો. એવું સંતુલન તો કૉમ્પ્લેસન્સિમાં પરિણમે અને આપણે એમ વિચારતા થઈ જઈએ કે ચાલો હવે કશું ડામાડોળ નથી… તો ડામાડોળ તો હોવું જોઈએ : એમના શબ્દો છે : મને તો એ નથી સમજાતું કે why should we feel shy of saying things plainly : પૂછ્યું છે કે ટાઇટ રોપ વૉકિન્ગ કરવાનું આ જાતની પ્રવૃત્તિમાં શા માટે હોવું જોઈએ? એમણે દાખલા ટાંક્યા છે કે —તે જમાનામાં પણ બ.ક.ઠા. અને ખબરદાર વગેરે સમકાલીન હોવાછતાં એકબીજાંના દૃષ્ટિબિન્દુઓની કડકમાં કડક ટીકા કરતા હતા. —નાનાલાલને બ.ક.ઠા.એ સ્વીકાર્યા નથી અને પ્રેમાનંદનું રેપ્યુટેશન પણ એમણે ચૅલેન્જ કરેલું જ છે. — રમણભાઈએ (નીલકંઠ) ગોવર્ધનરામની નવલકથાને ‘નવલકથા’ કહી નથી. પણ આ બધું બહાર નથી આવતું, વિષ્ણુપ્રસાદની પ્રશંસા બહાર આવે છે.

સુરેશભાઈનો પ્રશ્ન જ એ છે કે આપણો સર્જક કશી શોધમાં વ્યસ્ત હોય છે ખરો..

શોધને હું સર્જન અને જીવન બન્નેને ઉપકારક એવા ક્રીએટિવ વૉલિશનની, સર્જકસંકલ્પની, શોધ ગણું છું. કશા એવા આકર્ષક લિટરરી ઇડિયમની શોધ ગણું છું. જેમકે, સર્રીયાલિસ્ટ પેઇન્ટિન્ગ; જેમકે, ઍબ્સર્ડ થીએટર. તેમજ એને હું કશા આવકાર્ય દૃષ્ટાન્તની -ઍપિટોમની- પણ શોધ ગણું છું. જેમકે, રવીન્દ્રસંગીત. સંગીતકાર અનુસરણ કરી શકે. જેમકે, માઇકલ જૅક્શન-પ્રણિત બ્રેક ડાન્સ. નૃત્યકાર અનુસરણ કરી શકે. એટલું જ નહીં, એવાં દૃષ્ટાન્તો ક્રમે ક્રમે પ્રજાજીવનમાં ઑગળી જાય છે. લોક-સાહિત્યોનાં મૂળ એમાં જોવા મળે. તમે જુઓ, ‘જનાન્તિકે’-ના નિબન્ધે એ કાળે આપણા નિબન્ધકારને સર્જક નિબન્ધનું ઘૅલું લગાડેલું, એટલે લગી કે કેટલાક દાખલાઓમાં ‘નિ’ એટલે કે વિચાર જ ભૂલાઇ ગયેલો.

—‘જનાન્તિકે’ને હું એમના તરફથી મળેલું એવું એક ઇડિયમ કે ઍપિટોમ ગણું છું -એક ઍક્ઝામ્પલ. — 'સરસ્વતીચન્દ્ર’માં આકારનો પ્રશ્ન છેડીને એમણે એ દાખલો બેસાડ્યો છે કે લૂઝ કથાપ્રકાર ગણાઈ ગયેલી નવલકથામાં પણ આકારની ખેવના કરવી જ જોઈશે. —સાહિત્ય એના વિવેચકોથી નથી જીવતું, ઘણી વાર તો એ લોકો જ એના હત્યારા હોય છે. સાહિત્યને જીવતું રાખે છે, આસ્વાદકો. ઘણી વાર તો ગાંઠનું ગોપીચન્દન કરીને પણ તેઓ કૃતિના આત્માને ખોલી આપે છે. એમનું ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ એવું જ એક દૃષ્ટાન્ત છે. — મેં થીસિસમાં એમની પૂરક પ્રવૃત્તિઓ પર એક અલગ પ્રકરણ કર્યું છે. એમાં સાહિત્યિક પત્રકારત્વ અને એમની અનુવાદપ્રવૃત્તિનું વિવરણ છે. વાર્તાનુવાદો ‘વિદેશિની’ અને કાવ્યાનુવાદો ‘પરકીયા’-ના દૃષ્ટાન્તે, મને એમ પણ લાગે છે કે એમણે એમ પણ સૂચવ્યું છે કે કૃતિનું ‘સઘન વાચન’ અનુવાદ કરીએ ત્યારે જ થતું હોય છે. પોતાની ભાષાની મર્યાદાઓ ને ખૂબીઓની પણ ત્યારે જ ખબર પડે છે.

૫ : આ શોધ-તત્ત્વ સુરેશભાઇમાં ‘પ્રક્રિયા’ રૂપે ઠર્યું છે. કેમકે શોધમાત્ર માણસને પ્રક્રિયામાં દોરી જાય. પ્રક્રિયા માણસને ઠરવા ન દે. અનેક વસ્તુઓ સૂઝે, છેડા ન મળે. અન્તિમો -ઍક્સ્ટ્રીમ્સ- સતાવે. અન્તિમોથી તણાવ સરજાય, અન્તિમોને ઑગાળીને એનો પિણ્ડ બાંધવાનું કામ મુશ્કેલ બની રહે. પ્રક્રિયા સર્જકને એવા વિરોધાભાસ સૂઝાડે ને સત્યો વિરોધાભાસમાં દેખાય. મેં થીસિસમાં આ ‘પૅરેડોક્સિકલ ટ્રુથ’-નો ક્યાંક નિર્દેશ કર્યાનું મને યાદ આવે છે. સુરેશભાઈની સૃષ્ટિની હું એને એક પાયાની સંરચના ગણું છું, બૅઝિક પૅટર્ન પણ કહી શકાય. જુઓ, — પ્રેમ અને મૃત્યુ અન્તિમો છે. ‘છિન્નપત્ર’ પ્રેમની કથા છે, ‘મરણોત્તર’ મૃત્યુની. — આનન્દવર્ધન આદિ કાવ્યશાસ્ત્રીઓએ કરેલી કાવ્યમીમાંસાનો અર્ક સમજીને બેઠા’તા, પણ એમાં સુઝાન લૅન્ગર કે વાલેરી ઉમેરાય છે. — ઍમ.એ.માં અમારે ‘ક્રાઇમ ઍન્ડ પનિશમૅન્ટ’ ભણવાનું હતું. અંગ્રેજી અનુવાદમાં, મોટું થોથું. ત્યારે મંજુલાલ મજમુદારની દીકરી શ્રદ્ધા અમારી સાથે ભણતી’તી. એણે મારી સાથે એમ રાખેલું કે એણે હંસા મહેતા લાઈબ્રેરીમાંથી ચૉપડીઓ લઈ આવવાની અને બદલામાં મારે એને મારી નોટ્સ આપવાની. પણ ‘ક્રાઇમ૦’ માટે મારી હિમ્મત મને ના પાડતી’તી. મેં સુરેશભાઈ આગળ ફરિયાદ કરેલી -આવાં ભારે ભારે પુસ્તકો શું કામ મુકાય છે, તો કહે -ભારે છે એટલે જ મુકાય છે. એમણે એમ પણ કહેલું કે આમાં 'ગુનો' અને 'સજા'-ના ચીલાચાલુ અર્થસંકેતો જ બદલાઈ ગયા છે. અને પછીના જ ‘ક્ષિતિજ’-માં એમણે ‘ક્રાઇમ૦’ પરનો પોતાનો સુન્દર લેખ પ્રકાશિત કરેલો. ગુરુ પાસેથી અમને મદદ મળી ગયેલી. — મેં કહ્યું એમ મેધાવી ચિન્તક છે પણ સમગ્ર સર્જનમાં તો કલ્પનનિષ્ઠ છે. — પ્રિય સાહિત્યકારો : રવીન્દ્રનાથ છે તો બૉદ્લેર પણ છે. — વ્યાખ્યાનોની રૅન્જ જુઓ : ઍડમણ્ડ ઝાબે અને કર્ણ. —કથાસાહિત્યમાં સામાન્યપણે ટૅમ્પોરલ નેરેટિવ હોય. એમણે સ્પાસિયલ દાખલ કર્યું. દાખલો છે-ટૂંકીવાર્તામાં જક્સ્ટાપોઝિશનનો. સામાન્યપણે હિસ્ટરી હોય તેની સ્ટોરી થાય. એમણે 'કથાચક્ર'-માં ભૂતકાળ અને વર્તમાનને સાથે સાથે ચલાવ્યા છે. — ‘બે સૂરજમુખી’ ‘અને મરણ’ તથા ‘પદ્મા તને’ એ ત્રણેય ટૂંકીવાર્તાઓમાં ફૅન્ટસીતત્ત્વ છે. તો ‘કપોલકલ્પિત’ અને ’રાક્ષસ’-માં પરીકથામાં હોય એ અદ્ભુત રસ છે. — છેલ્લાં વર્ષોમાં ફીનૉમિનોલૉજી તરફ વળ્યા એ યાત્રા ફૉર્માલિઝમ પછીની જરા જુદી દિશા હતી.

બીજી બે વાતો અહીં ઉમેરવાજોગ છે :

૧ : સાહિત્યના ઇતિહાસને વિશેની એમની દૃષ્ટિ જુદી હતી. એમ માનતા કે સાહિત્યસ્વરૂપોના વિકાસને આધારે ઇતિહાસ લખાવા જોઈએ. સર્જકતા જ્યારે, દાખલા તરીકે, ટૂંકીવાર્તા સાથે પાનું પાડે છે, ત્યારે, ટૂંકીવાર્તા એક સાહિત્યપ્રકાર તરીકે વિકસે છે. ગુજરાતી ટૂંકીવાર્તા એમના કારણે મરી નથી ગઈ, પ્રાણતત્ત્વ પામી છે.

૨ : ત્યારે ઉ.જો.-સુ.જો. જોડી બનાવાયેલી એમ નિરંજન-સુરેશ પણ બનાવાયેલી. આ બધું 'સુથારીકામ' વધારે તો અમદાવાદમાં જ થયેલું. એક પ્રશસ્ત અમદાવાદી કવિ કહેતા -તમારી પાસે સુરેશ જોષી છે, તો અમારી પાસે નિરંજન ભગત છે.

એક પ્રસંગ કહેવો જોઈએ : મેં સુજોસાફોના ઉપક્રમે ‘સર્જકતા’ પર એક પરિસંવાદ નીતિનને ત્યાં બૉમ્બે યુનિવર્સિટીમાં કરેલો. એ પછી, અમદાવાદમાં મેં બૉદ્લેર પરનો બે-દિવસીય પરિસંવાદ યોજેલો. મને એમ કે બૉદ્લેર પર પરિસંવાદ હોય તો નિરંજન ભગત વિના તો હોય જ કેમ. પણ ભાષાભવનના મારા હિતૈષીઓ કહે, સુજોસાફો-આયોજિતમાં નિરંજનભાઈ ન આવે. મેં બીજી જ સવારે નિરંજનભાઈને ફોન જોડ્યો ને કીધું આ લોકો આવું કહે છે. તો ક્હૅ, એ બધા મૂરખા છે, સુરેશભાઈ મારા દુશ્મન થોડા છે ! હું જરૂર આવીશ. પોતાને તે જ દિવસે લન્ડન જવાનું હતું તો પણ મજાનું સરસ વ્યાખ્યાન આપીને ગયેલા.

મને ગઈ રાતે પ્રબોધે સરસ વાત કરી : સુરેશ જોષી, રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત, એ ત્રણેયને રવીન્દ્રનાથ ગમે અને એ દરેક પોતપોતાની રીતે અનુવાદ કે વ્યાખ્યાન કરે. પ્રબોધ કહે, એથી ગુજરાતને પોતાના રવીન્દ્રનાથ મળ્યા છે. મને વળીને અહીં પેલું શોધ-તત્ત્વ યાદ આવે છે. રવીન્દ્રનાથ તો બરાબર પણ આપણા એ ત્રણેય સાહિત્યકારો કલાપદાર્થ શોધતા’તા ને ગુજરાતને તેનો પરિચય આપવા ચાહતા’તા. જયદેવના ‘ગીતગોવિન્દ’-નો અનુવાદ કરનાર રાજેન્દ્રભાઈ શું કરવા ‘ડિવાઇન કૉમેડી’-નો અનુવાદ કરે?

મારે સૂચવવું છે એમ કે પશ્ચિમનું કહો કે વિશ્વનું સાહિત્ય કહો, એનું એક ગુજરાતી થાણું સુરેશભાઈએ ઊભું કર્યું. ‘ઘરદીવડા શા ખોટા’ જેવા સીમિત ખયાલોથી મુક્ત થવા સૂચવ્યું અને વિશ્વસાહિત્યની ક્ષિતિજો બતાવી. આજે એ ક્ષિતિજો અળપાઈ ગઈ છે. એ વાતનું દુ:ખ જેણે એ ક્ષિતિજોને વિસ્તરતી જોઈ હોય તેને તો થાય કે નહીં?

♦ ♦

જે શબ્દમાં કળાબળ હોય છે એની પાસે કાળબળ પાછું પડી જાય છે. એ શબ્દનાં આસ્વાદન, ભાવન અને અધ્યયનથી જ સંસારમાં સાહિત્યકલા ટકી છે. એ અર્થમાં માનવસંસ્કૃતિ માં સાહિત્યકલા એક ગ્રાન્ડ નૅરેટિવ બની રહે છે -નિરન્તર વિકસીને અખિલ રૂપ પામતી સાહિત્યવારતા.

એ નૅરેટિવનો સર્જકતા અને ભાવકતા પર પ્રભાવ પડતો હોય છે. પરન્તુ એટલે જ સૌ પહેલાં તો તેનાં ઉજવણાં થવાં જોઈએ, ઉજવણાં પછી તેની સમીક્ષાઓ અને તેનાં વિઘટન થવાં જોઈએ -ડીકન્સ્ટ્રક્શન્સ.

આપણે ઉજવણાંમાં જ ઊણા પડીએ છીએ, આપણે સમીક્ષા કે મૂલ્યાંકન લગી પ્હૉંચ્યા જ નથી હોતા, ને પુનર્મૂલ્યાંકન કરવા લાગી જઈએ છીએ. એ વૃત્તિ કેટલી સાહિત્યિક છે, વિચારવું પડે. બાકી, આ પ્રકારના ઉત્સવોને હું સમીક્ષા કે મૂલ્યાંકન-પુનર્મૂલ્યાંકન અને વિઘટન માટે જરૂરી એવી પૂર્વસજ્જતા ગણું છું.

સુરેશશબ્દ, કહી શકાય કે, એ અખિલ સાહિત્યવારતાનો નાનો પણ પ્રભાવક અંશ છે. અખિલ અને અંશની સંરચનાગત સમ્બન્ધભૂમિકામાં જઈ શકાય, પણ હાલ નથી જવું.

એ સુરેશશબ્દ અઘરો હોવાછતાં પ્રભાવક નીવડ્યો અને હજી પણ નીવડી રહ્યો છે, તે કઈ રીતે? તેનાં કારણો કયાં?

— મુખ્ય કારણ એ કે એમાં સાહિત્યકલાને ધારણ કરનારી પાયાની, કહો કે, સનાતન ભૂમિકા છે.

— એ રીતે કે એ ભૂમિકાનું સુરેશભાઈએ પોતાની આગવી પદ્ધતિએ પુનર્ગઠન કર્યું છે, સંવર્ધન કર્યું છે. — એ કારણે કે સાહિત્યકલાના ઝીલણને માટેની પાત્રતા અને સજ્જતા શું હોઈ શકે તેનું એમણે વિધવિધે વ્યાખ્યાન કર્યું છે.

— એ રીતે નૉંધપાત્ર કે સરવાળે તો એ સાહિત્યકલાના માનવીય પુરુષાર્થનું ગૌરવગાન છે.

— એમાં એમણે ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સંસ્કૃત સાહિત્યમીમાંસા અને પશ્ચિમના સાહિત્યવિચારનું સાયુજ્ય સાધ્યું છે.

— મહત્તા એ વાતની છે કે આ તમામ વાનાંનું એમણે કૃતિ-કર્તાના સમુપકારક દૃષ્ટાન્તોથી સમર્થન કર્યું છે, એટલે કે, એમણે કોરો સિદ્ધાન્તવાદ નથી ફેલાવ્યો.

— સૌથી હૃદ્ય અને બુદ્ધિગમ્ય વાત તો એ છે કે એ સઘળું એમની અમોઘ વાણી અને આગવી વ્યક્તિતાથી થયું છે.

પ્રભાવ બાબતે સુરેશ જોષી અદ્વિતીય નથી એવું ઉત્સવના આ દિવસોમાં કોઈ મને ખાનગીમાં કહી ગયું છે. મેં કહ્યું કે જાહેરમાં કહો, મને એકલાને શું કામ કહો છો, અને બતાવો કે એમના સિવાયનું કોણ છે.

મારું સુદૃઢ મન્તવ્ય છે કે સુરેશભાઈ પછી એમના જેવો સમર્થ સાહિત્યવિચારપ્રભાવક ગુજરાતમાં પાક્યો નથી. જો કોઈ સુજ્ઞજન કોઈને બતાવે તો તેની પાત્રતા અને સજ્જતા વિશે હું જાહેરમાં નિ:શેષ ચર્ચા કરવા તૈયાર છું.

સ્વીકારો કે છેલ્લા દાયકાઓમાં સુરેશશબ્દ અને એમના સાહિત્યવિચારના સ્ફુલ્લિંગો રૂપે જ બધું વિસ્તર્યું છે.

મોટી યાદી બનાવી શકાય:

— આપણે સૌ સમકાલીનો સર્જન, ભાવન, આસ્વાદન અને વિવેચનની જ્ઞાત-અજ્ઞાત એ જ ભૂમિકા પર ઊભા છે, જે સુરેશસિદ્ધાન્ત વડે ઘડાયેલી.

— તદનુસાર, આપણે રસ, આનન્દ, કલા અને સૌન્દર્ય વડે રુચિના ઘડતરના આગ્રહી બન્યા છીએ.

— મનુષ્યજીવનને સાહિત્ય વડે અર્થવતું કરવાની એમની વાતને બરાબર પામ્યા છીએ.

— સંસ્કૃત અને વિશ્વભરનાં સાહિત્યોમાંથી પ્રેરણાઓ મેળવવાની મથામણ કરતા આવ્યા છીએ.

— આપણા સર્જકની ભાષાસભાનતા કેળવાઈ છે.

— આપણો અધ્યાપક કલાપારખુ થવાની કોશિશ કરતો થયો છે.

— માંદા વિચારો અને તુચ્છ વિચારસરણીઓથી કલાસર્જનને બચાવવું જોઈએ એ વિચારની આપણા નવોદિત સર્જકને પણ જાણ થઈ છે.

— સાહિત્યિક ભાષા માટે કલ્પન-પ્રતીક જેવી સર્જનાત્મક કોટિઓનો આશ્રય કરવાનું શીખ્યા છીએ.

— ચિત્ર વગેરે અન્ય લલિત કલાઓ પાસેથી પણ કલાદાખલ ઘણું શીખ્યા છીએ.

— સિદ્ધાન્તોના જડત્વને, સાહિત્યપ્રકારોના લપટાપણાને તેમજ બાની અને શૈલીના રેઢિયાળપણાને પારખી શકીએ છીએ.

— સત્ત્વશીલ પરમ્પરાના લાભ અને જીર્ણ પરમ્પરાના ગેરલાભને પામી શકીએ છીએ.

— સાધક-બાધક પત્રચર્ચાઓ વડે સાહિત્યપદાર્થને ખંખાળવાની આપણને એક સારી ટેવ પડી છે.

— સર્જન અને વિવેચનને નામે બકવાસ લેખન શું હોઈ શકે તે આપણે જાણીએ છીએ.

— ઇનામો-ઍવૉર્ડો મળે તો ઠીક છે, બાકી એને વિશેની લાલસાનું વત્તેઓછે અંશે નિરસન થયું છે.

— અને આપણે એમ પણ સમજ્યા છીએ કે સમ્યક વિદ્રોહ નિરન્તરની સમીક્ષાત્મક દૃષ્ટિમતિ વિના વન્ધ્ય નીવડવાનો છે. સમજ્યા નહીં હોય એ સમજશે કે ખાલી બૂમો પાડવાથી કે જે સૂઝ્યું એ લખી નાખવાથી કશો અર્થ સરતો નથી. વિદ્રોહ અધ્યયનપૂત મોટી જવાબદારી છે.

— આપણે આત્મસાત્ કરેલું છે કે ‘રે લોલ’-ને વરેલી તત્સમવૃત્તિથી અને સંસ્થાકીય રાજકારણથી અલિપ્ત રહીને સાહિત્યને બચાવવું જોઈશે.

— અને તો જ સ્વયંની સ્વાયત્ત સાહિત્ય-સમ્પદાને બચાવી શકાશે. જાણ્યે-અજાણ્યે અલિપ્ત નથી રહી શક્યા તે સાહિત્યકારો અને સાહિત્યરસિકો પણ એમના અંતરતમમાં તો આ જ સમજનું સેવન કરે છે, ભલે ને ‘ના’ ભણતા હોય…

મારા ઉપરાન્તના, જેઓએ ઊંડા અધ્યયન પછી સુરેશ જોષી વિશે પુસ્તક ભરીને લખ્યું છે, નાના-મોટા શોધનિબન્ધ કર્યા છે, લેખો કર્યા છે, મુલાકાતો લીધી છે, વાર્તાસમ્પાદનો કર્યાં છે, વ્યાખ્યાનો યોજ્યાં છે; સુરેશભાઈના આયુષ્યકાળ દરમ્યાન અને તે પછી સેમિનાર્સ અને હવે વૅબિનાર્સ કર્યાં છે; વિશેષાંકો થયા છે, ને થવાના છે, તેઓ સૌ આત્મપ્રમાણ આપીને સુરેશશબ્દની આ પ્રભાવકતાનું સમર્થન કરશે.

બાકી, દ્વેષભાવથી તો ઓટલા-પરિષદ પ્રકારની રંગતોમાં ઠાવકા થઈને સહેલાઈથી રાચી શકાય છે. અને એવું તો કોને નથી આવડતું? એમાં જવું સાહિત્યિક તો નથી જ, બૌદ્ધિક ભૂમિકાએ અનિચ્છનીય પણ છે.

કોઈ કોઈને સુરેશસૃષ્ટિ નાપસંદ છે પણ નાપસંદગીને માટેનાં એમની પાસે વસ્તુલક્ષી કારણો નથી. કારણો બહુશ: અંગત હોય છે. ખાસ તો એમ કે -સુરેશભાઈએ મારી રચના વિશે કશું સારું કહ્યું નહીં, કહ્યું ત્યારે ઘસાતું કહ્યું. પણ એ ત્યારે એમ નથી જોતો કે એક સમજદાર કલામર્મજ્ઞ વ્યક્તિએ કહ્યું છે. અને ઘસાતું તો અન્ય વિદ્વાનો પણ કહેતા હોય છે. તો તેમના માટે કયો અર્થ સાધવાને મૌન સેવાય છે? એવું જેનાથી જ્યારે પણ આચરાયું હોય ત્યારે તેની તે જ સમયે કડક સમીક્ષા કરવી જોઈએ.

સમીક્ષાથી જ સત્યનાં તોલમોલ થાય. સક્ષમ સમીક્ષા સુરેશ જોષીને પણ ચૂપ કરી દઈ શકે. અથવા, એક સાર્થક વિદ્વદ્દ સમાપન સમ્પન્ન કરાય.

પણ આપણે એમ નથી કરતા, બાખડો બાંધીએ છીએ, જૂથવાદ ફેલાવીએ છીએ, અવળું બોલીએ છીએ, અભિપ્રાયો ઉછાળીએ છીએ. ઘર ઘાલી ગયેલી એ અંગતતાને ચગાવીએ છીએ -જેને કદી પણ સાહિત્યિક ટીકાટપ્પણી કે વિવેચના ન કહેવાય. સંસ્કૃત શાસ્ત્ર-પરમ્પરામાં ટીકાનો બહુ મોટો અર્થ છે. એ રીતે કરી જાણો તો ખબર પડે કે ટીકા કેટલું ઊંડું અધ્યયન માગે છે !

સાહિત્યની કલાના ઝીલણના બે જ રસ્તા છે : ભાવન કરો, આસ્વાદન કરો, પ્રસન્ન રહો. બીજો રસ્તો સમ્ ઇક્ષાનો છે -ગુણ અને દોષ બન્ને જુઓ. શોધી કાઢો કે કૃતિ માં અનુભાવ્ય, આસ્વાદ્ય, સુન્દર, રસપ્રદ તત્ત્વ છે તે શેને આભારી છે; નથી, તો શોધી કાઢો કે કેમ નથી, શાસ્ત્રોનો અને સિદ્ધાન્તોનો આશરો કરો. પહેલા રસ્તે સહજ સુખ છે. બીજા રસ્તે કષ્ટસાધ્ય સુખ છે. જેઓ આ બન્ને રસ્તે સરખી રીતે ચાલી શકે છે, તેઓને બેવડું સુખ મળે છે. સરખી રીત તે માનવીય અને સાહિત્યિક એવો અણીશુદ્ધ વિવેક -ધ પ્યૉરેસ્ટ જજમૅન્ટ.

સુરેશભાઈ પાસેથી વ્યવહારુ ધોરણે જો કંઈ શીખવું હોય ને, તો તે છે, સાહિત્યપદાર્થનું અહર્નિશ સેવન : વાચન કર -મનન કર -લેખન કર -વ્યાખ્યાન કર. જેની પાસેથી આવું માતબર અને પાયાનું શીખી શકાય એવો પણ કોઈ પાક્યો નથી.

(July 7, 2021 : USA)


સુરેશભાઈનો શૈશવકાળ

સુરેશભાઈને એમના બાળપણમાં સૌ બાબુ કહેતા, નાનેરાઓ મોટાભાઈ કહેતા. એમનો જન્મ મોસાળ સુરત જિલ્લાના વાલોડમાં થયો. પિતા મુંબઈમાં રેલવેની નોકરીમાં હતા. પિતામહ ગાયકવાડી રાજ્યના કિલ્લે સોનગઢની બહુલક્ષી શાળામાં ‘હેડમાસ્તર’ હતા. સુરેશભાઈનું પ્રાથમિક શિક્ષણ સોનગઢમાં, માધ્યમિક શિક્ષણ નવસારીમાં તથા કૉલેજ શિક્ષણ મુંબઈમાં થયું. એમ.એ. થયા પછી થોડા મહિના મુંબઈમાં સરકારી નોકરી કર્યા બાદ કરાચી કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. દેશના ભાગલા પડતાં આણંદ પાસે, તેવામાં શરૂ થયેલી વલ્લભ વિદ્યાનગરની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે થોડાંક વર્ષો કાર્ય કરી વડોદરા યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા ને ત્યાંથી જ નિવૃત્ત થયા. વડોદરા નિવાસ ચાલુ રહ્યો. સુરેશભાઈના પિતા મુંબઈ હોવાથી એમનું શિક્ષણ પ્રગતિશીલ મહાનગર, મુંબઈમાં થાય એ સ્વાભાવિક હતું પરંતુ એમનું પ્રાથમિક શિક્ષણ પછાત ગણાતા નાનકડા ગામ સોનગઢમાં દાદાની છત્રછાયામાં થયું. આ માટે બે-ત્રણ કારણો હતાં. એક તો મુંબઈ જેવા શહેરમાં શાળાએ જવા-આવવાનું જોખમ. મુંબઈના વાતાવરણ અને શાળામાં મળતા સંસ્કાર અને શિક્ષણ વિશે આશંકા. સોનગઢમાં દાદાજી શિક્ષક હોવાથી ભણતર ઉપર પૂરું ધ્યાન આપી શકે એ લાભ પણ ખરો. આ ઉપરાંત એક ત્રીજું કારણ પણ હતું. સુરેશભાઈનાં એક ફોઈ બે વર્ષના પુત્રને મૂકી મૃત્યુ પામ્યાં હતાં. એ બાળકનો ઉછેર સોનગઢમાં થતો હતો. સુરેશભાઈ કરતાં એ એકાદ મહિના નાનો હતો. એને સોબત મળી રહે અને બંને ભાઈઓ સાથે રહીને ભણે એ દૃષ્ટિએ સુરેશભાઈ પિતામહને ત્યાં સોનગઢ આવ્યા. બંને ભાઈઓ સાથે રમતા, ફરતા ને ગામ-પરગામ જવાનું થાય ત્યારે સાથે જ જતા. ‘બાબુ-ભાણા’ના સંયુક્ત નામે તેમનો ઉલ્લેખ થતો. પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં બંને ગંગાધરા અને નવસારીની શાળામાં ભણ્યા. મેટ્રિક થયા પછી સુરેશભાઈ મુંબઈ પિતાને ત્યાં ગયા ને એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય લઈ પહેલા વર્ગમાં બી.એ. અને એ જ વિષયમાં બીજા વર્ગમાં એમ.એ. થયા. બીજા ભાઈ સુરતની કૉલેજમાં એ જ વિષયો સાથે બી.એ.ના પહેલા વર્ગમાં અને એમ.એ.ના બીજા વર્ગમાં પાસ થયા. મુંબઈમાં ભણનાર સુરેશભાઈએ મુંબઈ બહાર ગુજરાતીના અધ્યાપક તરીકે આજીવન કાર્ય કર્યું તો સુરતમાં ભણેલા ભાઈએ મુંબઈની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. કૉલેજશિક્ષણ દરમિયાન જુદા પડ્યા પછી બંનેને હળવા-મળવાનું ઓછું થતું. છતાં સ્નેહસંબંધ જળવાઈ રહેતો. સોનગઢનું બાળપણ માતાપિતા સાથે ન હોવા છતાં સુખ, સુવિધા, શાંતિ અને આનંદમય હતું. બસો છાત્રોની બોર્ડિંગના વિશાળ પરિસરમાં મધ્યભાગે હેડમાસ્ટરનું મોકળાશવાળું નિવાસસ્થાન હતું. સાથે મનોહર ઉદ્યાન હતું. ગુલાબ, મોગરો, ચમેલી, બોગનવેલ ને રાતરાણીનાં પુષ્પછોડો અને લતાઓ હતાં. ત્યાં લીમડા અને ચંદનવૃક્ષોની ઘટાઓ ફેલાયેલી રહેતી. કિલ્લાની નજીક આવેલા આ પરિસર ઉપર સંધ્યાકાળે કિલ્લાનો બહોળો પડછાયો પડતો. ઘર મોકળાશવાળું હતું પરંતુ રહેનારાની સંખ્યા ઓછી હતી. દાદાજીનાં મૂંગાં-બહેરાં બહેન અને આ બે બાળકો. કદી કદી ફોઈઓ ને માતાપિતા આવી રહી જતાં. માતામહી ફોઈના મૃત્યુ પછી બે મહિનામાં મૃત્યુ પામ્યાં હતાં. વળી દાદાજીના નાના પુત્ર, પુત્રવધૂ, પૌત્રી, પત્ની, પુત્રી, જમાઈ, વગેરે સ્વજનોનાં થોડે થોડે ગાળે અવસાન થતાં ગમગીની વ્યાપેલી રહેતી. દાદાજી મોટી સંસ્થાના સંચાલનમાં વ્યસ્ત રહેતા છતાં આખું ગૃહતંત્ર વ્યવસ્થિત ગોઠવાયેલું હતું ને તેમની સતત નજર રહેતી. બહેરાં-મૂંગાં ફોઈ કાબેલ હતાં ને ઘરનું તંત્ર ચલાવતાં. બંને ભાઈઓના કાર્યક્રમ સરળતાથી ચાલ્યા કરતા. લડવા-ઝગડવાનું ન હતું. ઉપદેશ, ધમકી, ઠપકાનો અભાવ હતો. કોઈનો ઊંચો સાદ સાંભળવાનો ન હતો. બધી જરૂરિયાત પૂરી પડતી. માંગવાની જરૂર પડતી નહીં. નોકર-ચાકરો પૂરતા હતા ને ઘરના માણસની જેમ વર્તતા. આ આનંદમય વાતાવરણમાં રાત પડતી. રાત્રે બંને ભાઈઓ એક ઓરડામાં સૂઈ જતા ને પાસેના વનમાં રહેતા વાઘ, કિલ્લાના બૂરજ ઉપરથી ત્રાડ નાંખતા સાંભળતા. કદીક ભય પામતા, પરંતુ અહીં સયાજીરાવ મહારાજાની આણ પ્રવર્તે છે; વાઘ અંદર આવી શકે જ નહીં એવી ધરપત રાખી નિરાંતે વાતો કરતા નિદ્રાધીન થતા. શાળામાં સુરેશભાઈ હોશિયાર ગણાતા, મોટે ભાગે પહેલો નંબર રાખતા. ‘હેડમાસ્ટર’ને ત્યાંના હોવાથી ગામના મોટેરાઓમાં અને વિદ્યાર્થીઓમાં બંને આદરપાત્ર ગણાતા. સુરેશભાઈ શાળાના મેળાવડામાં ગીત ગાતા, ‘સંવાદ’માં અભિનય કરતા, તે વખણાતા. દાદા સોનગઢના પુસ્તકાલયના મુખ્ય સંચાલક હોવાથી પત્રો, પત્રિકાઓ, પુસ્તકોની ખૂબ સગવડ હતી. સુરેશભાઈ ખૂબ વાંચતા. તેમની તેજસ્વિતાથી બધા અંજાતા ને દાદાના પરિચિતો કહેતા કે ‘સુરેશને તમે આઇ.સી.એસ. થવા લંડન મોકલજો.’. સુરેશભાઈ પ્રૌઢ શિક્ષણની પ્રવૃત્તિમાં તથા ફરતા પુસ્તકાલયની પ્રવૃત્તિમાં ભાગ લેતા. આવી જાહેર પ્રવૃત્તિ સોનગઢ છોડ્યા પછી અટકી ગઈ ને પાછળથી સુરેશભાઈએ રસ લીધો હોવાનું જણાતું નથી. શાળાની સાથે સુથારી, વણાટ, ખેતીકામ શીખવાના વિભાગો હતા. એ વિભાગો વિદ્યાર્થીને તાલીમ આપવા માટે હતા છતાં બંને ભાઈઓ એનો લાભ લેતા. દાદા સાથે સરકારી ફાર્મ પર જતા. સોનગઢ છોડ્યા પછી એ તાલીમ છૂટી ગઈ ને તેમાં રસ લેવાનું પણ બન્યું નહીં. દાદાજી છંદમાં કાવ્યો રચતા. વિષય મોટે ભાગે રામાયણ-મહાભારતના પ્રસંગોનો રહેતો. દાદાજી એક કડી રચતા ને સુરેશભાઈને આગળ કડી રચવાનું પ્રોત્સાહન આપતા. પછી તો નવસારીમાં સુરેશભાઈ, કાવ્યો, નિબંધો લખતા. દાદા બધું વાંચતા અને રાજી થતા. પરંતુ એક વાર દાદા ગુસ્સે થયા હોય એમ લાગ્યું. એમણે તમાચો મારવા હાથ ઉગામ્યો. આની પાછળ શું કારણ હોઈ શકે? એક તો આનંદ પ્રગટ કરવાનો એ એક પ્રકાર હતો. બીજું કારણ એ હતું કે સુરેશભાઈના નાનાકાકા બી.એ. થયેલા હતા, ને કેળવણી ખાતામાં નાની વયે અધિકારી બન્યા હતા. તેમણે એક નવલકથા ઉપરાંત ઘણું લખ્યું હતું. તેમનું નાની વયે, 28મે વર્ષે અવસાન થયું. સુરેશભાઈ પણ એવા તેજસ્વી હતા. તેમને આવું કોઈ દુર્ભાગ્ય નડે નહીં એવી ચિંતા દાદાને હતી. સુરેશભાઈએ ત્યાર પછી સાહિત્યક્ષેત્રે જે અર્પણ કર્યું તે જોવા દાદાજી રહ્યા ન હતા. સોનગઢમાં પારિવારિક જીવન મર્યાદિત હતું. માતાપિતાની અનુપસ્થિતિમાં એકાકીપણું લાગતું ને એકબીજાના સાથમાં અને બહોળા મિત્રમંડળને કારણ સહ્ય બનતું. તદ્દન નજીકની અનેક ઓરડીઓમાં તેમાંના કેટલાક સમવયસ્ક અને સહપાઠી હતા. તેમની સાથે ફરવાનું કે રમવાનું થતું. તેઓ તેમના તળપ્રદેશની કથાઓ કહેતા ને લોકગીતો સંભળાવતા. તેમની સાથે ભળવામાં બાધ ન હતો. તેમનું જીવન શિસ્તવાળું હોવાને કારણે હંમેશ તેમનો સાથ મળે એમ બનતું નહીં. ગામના સજ્જનો દાદાને કહેતા કે ‘બાબુ-ભાણા’ને રાનીપરજ વચ્ચે નહીં પરંતુ ગામના ઊંચા વર્ણના છોકરાઓ સાથે દોસ્તી બાંધવા દો. દાદા એને બહુ મહત્વ આપતા નહીં ને કહેતા કે આ રાનીપરજ છાત્રો શિસ્તમાં હોવાથી બીડી પીતા નથી ને કહેતા કે ગાળો બોલતા નથી. આ બંને ગામના ઉચ્ચ વર્ણના છોકરાઓ પાસે આ બધું નહીં જ શીખે એની ખાતરી છે? ને એમ કશી રોકટોક વગર મિત્રોની સોબત મળતી રહી. સોનગઢ ગામના બે મુખ્ય વિભાગ હતા. જૂનું ગામ ને નવું ગામ. બંનેની વચ્ચે ‘બોર્ડિંગ’ હતી. પાસે સૈયદમિયાંનું ઘર હતું. તે સમવયસ્ક અને સહપાઠી હતો. તે સોનગઢના વનપ્રદેશો અને ખંડેરોનો ભોમિયો હતો. ખંડેરો અને કિલ્લા સાથે સંકળાયેલી વાતોનો એની પાસે ભંડાર હતો. સુરેશભાઈનો એ ગાઢ મિત્ર બની રહ્યો. સુરેશભાઈને સોનગઢનાં વનોમાં ને ખંડેરોમાં એણે ફેરવ્યા ને જાતજાતની અદ્‌ભુત કથાઓ સંભળાવી. મિત્રો સાથે તે તેમને જંગલોમાં લઈ જતો ને જાતજાતનાં વૃક્ષો અને તેની ખાસિયતોનો પરિચય કરાવતો. આ ખરીખોટી વાતોનો સુરેશભાઈ પર સારો પ્રભાવ પડ્યો. સોનગઢ, વનરાજિ અને પ્રકૃતિના જે ઉલ્લેખો સુરેશભાઈના વર્ષો પછી લખાયેલા નિબંધોમાં મળે છે તેમાં સૈયદમિયાંનો ફાળો મહત્ત્વનો ગણાય. સોનગઢ છોડ્યા પછી તેમના રાહ જુદા પડી ગયા. પછી ભાગ્યે જ મળવાનું થતું. સુરેશભાઈ ઉચ્ચ શિક્ષણ લઈ સાહિત્યકાર પ્રોફેસર બન્યા. ને સૈયદમિયાં છ ચોપડાં ભણી નાની એવી સરકારી નોકરીમાં જોડાઈ ગયા. આ કારણે અંતર પડી ગયું ને સંપર્ક નહીંવત્ થઈ ગયો. સોનગઢની બોર્ડિંગના મેદાનની સામે સરકારી ઇમારત હતી. તેમાં સરકારી કચેરીઓ બેસતી. પરંતુ ગાયકવાડ મહારાજા કે યુવરાજ પ્રતાપસિંહ સોનગઢના જંગલમાં શિકારે આવતા ત્યારે તે ઇમારત રાજમહેલ બની રહેતી. યુવરાજ સાથે હાથી, ઘોડાનો રસાલો આવતો. એ દરબારી ઠઠેરો જોવા સુરેશભાઈ અને મિત્રો મેદાનમાં બેસી રહેતા. યુવરાજ શિકાર કરી આવે ત્યારે મૃત વાઘ કે મગર જોવા બધા ભેગા થતા. તેમના રસાલામાં એક હાથી હતો જેના પર બેસી યુવરાજની મંડળી શિકારે જતી. હાથીને જોઈ સુરેશભાઈએ કહ્યું કે ‘આપણને હાથી ઉપર બેસાડી સહેલ કરવા લઈ જાય તો કેવી મઝા આવે?’ યુવરાજના કર્મચારીએ આ સાંભળ્યું ને યુવરાજને વાત કહી. યુવરાજે ત્યાં ઉપસ્થિત બાળકોને હાથી ઉપર ફેરવવાનું કહ્યું. બધાને વારાફરતી હાથી ઉપર બેસાડી અર્ધો માઈલ જેટલું ફેરવ્યા. યુવરાજ કે હાથી કરતાં સુરેશભાઈને વધારે શાબાશી મળી! એક ધોરણ પૂરું થતાં નવા ધોરણનાં પુસ્તકો આવતાં – દાદાજી તેના ઉપર ‘બ્રાઉન પેપર’નાં પૂઠાં ચઢાવી આપતા. કોરા કાગળની નોટ બનાવતા તેના ઉપર પણ બ્રાઉન કલરનું પૂંઠું લગાવતા. સુરેશભાઈને આ ‘બ્રાઉન કલર’ વિશે મમતા બંધાઈ. તેમનાં એકબે પુસ્તકો અને ‘એતદ્’નાં આવરણો ‘બ્રાઉન પેપર’નાં રાખ્યાં હતાં. દાદાજી આસ્તિક હતા પરંતુ જડ વિધિનિયમો કે કર્મકાંડને સ્થાન ન હતું. સુરેશભાઈ ગીતા કે વિષ્ણુસહસ્રનો પાઠ કરતા પરંતુ સોનગઢ પછી તે ક્રમ જળવાઈ રહ્યો નહીં. પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં આગળના શિક્ષણ માટે મુંબઈ જઈ શકાય એમ હતું. મુંબઈમાં જગા નાની. ત્રણ બહેનો અને બે ભાઈઓનો સમાવેશ થાય એમ ન હતું. વળી ત્યાં અંગ્રેજી ચોપડીથી શરૂ કરવું પડે એમ હતું. એક વર્ષમાં અંગ્રેજી ત્રણ ચોપડી કરી અંગ્રેજી ચોથામાં દાખલ થવાની સગવડ વડોદરા રાજ્યમાં હતી. બંને ભાઈઓએ એક વર્ષમાં એ અભ્યાસ પૂરો કર્યો. ચોથા ધોરણમાં દાખલ થવા પાસેના વ્યારાની શાળામાં જવાનું હતું. ત્યાં ચોથા ધોરણને યોગ્ય છે કે કેમ તેની પરીક્ષા લેવામાં આવી પરંતુ બંનેને એ પ્રવેશ માટે અયોગ્ય ઠરાવી દાદા ઉપર એ પ્રકારનો પત્ર હાથોહાથ આપવા માટે આપ્યો. સોનગઢ જતાં રસ્તામાં એ પત્ર વાંચતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા. સુરેશભાઈએ કહ્યું : ‘આ તદ્દન ખોટું છે, આપણને બધું આવડ્યું હતું.’ સુરેશભાઈએ પત્ર તરત જ ફાડી નાંખ્યો. સુરેશભાઈ સ્વમાની હતા. ખોટું ચલાવી લેતા ન હતા. એ જ જુસ્સામાં દાદાજીને વાત કરી ને તેમણે એ વાત સ્વીકારી. પછી થોડેક દૂરની ગંગાધરા હાઈસ્કૂલમાં ચોથા ધોરણમાં દાખલ કરવા મોકલ્યા. યોગ્ય જણાતાં બંનેને ચોથા ધોરણમાં દાખલ કર્યા. પાસેના બારડોલીમાં બીજાં ફોઈને ત્યાં રહીને બંને રેલવે ટ્રેનમાં ગંગાધરા આવ-જા કરતા. ત્યાં સુરેશભાઈની ગણના હોશિયાર વિદ્યાર્થીમાં થઈ. વાર્ષિક પરીક્ષામાં પહેલો નંબર મેળવ્યો. આ વાત વ્યારાના હેડમાસ્તરને જણાવવા માટે દાદાજીએ પ્રોત્સાહન આપ્યું નહીં. ગંગાધરામાં એક વર્ષ અભ્યાસ કર્યો પરંતુ તે દરમિયાન ‘રસકુંજ’ નામનું હસ્તલિખિત પત્ર શરૂ કરાવ્યું ને તેની બધી જવાબદારી લીધી. આ પ્રવૃત્તિ પછીના વર્ષમાં ‘ફાલ્ગુની’, ‘સુધાસંઘપત્રિકા’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’ જેવા શિષ્ટમાન્ય પત્રોનાં પ્રકાશનો દ્વારા વિકાસ પામી. ગંગાધરામાં ચોથું ધોરણ પૂરું થયું એટલામાં દાદાની બદલી નવસારી થઈ, એથી શિક્ષણનો પ્રશ્ન ઊકલી ગયો. મુંબઈ જવાનું રહ્યું નહીં. બંને ભાઈઓ નવસારી મેટ્રિક સુધી ભણ્યા. નવસારીમાં મદ્રેસા હાઈસ્કૂલમાં પાંચમા ધોરણમાં દાખલ થયા. બેત્રણ મહિના પછી માસિક ફી ભરવામાં થોડુંક મોડું થવાથી વર્ગશિક્ષકે – જે કવિ કાંતના ભત્રીજા હોવાનું વારંવાર કહેતા – ફી ન ભરવા વિશે અઘટિત શબ્દો કહ્યા. દાદાની સંમતિથી આ વિશે હેડમાસ્તરને ફરિયાદ કરી ત્યાંથી દાખલો કઢાવી લીધો ને ગાંધીવાદી શિક્ષકોએ તે સમયે શરૂ કરેલી ‘નવસારી હાઈસ્કૂલ’માં દાખલ થયા. ને ત્યાંથી ‘મેટ્રિક’ થયા. નવસારી હાઈસ્કૂલમાં ‘વક્તૃત્વ સ્પર્ધા’માં તથા શાળાના સામયિક ‘અંકુર’માં એમણે અગ્રગણ્ય ભાગ લીધો. નવસારીમાં સુરેશભાઈને બંગાળી ભાષા તથા રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યના પરિચયમાં આવવાનું થયું. નવસારીના સાર્વજનિક પુસ્તકાલયમાં એ જતા ને પુસ્તકો વાંચતા. સ્વામી વિવેકાનંદના ગ્રંથોનો એમના ઉપર ત્યારે પ્રભાવ પડ્યો. પુસ્તકાલયમાં એમણે ટાગોરનાં ‘Gardner’ અને ‘Fruit gathering’ નામના કાવ્ય અનુવાદોને ‘Agriculture’ - ‘ખેતીવાડી’ વિષયમાં મૂકેલાં જોઈ એ વિષે ગ્રંથપાલને કહ્યું. ગ્રંથપાલમાં ખેલદિલી ઓછી એટલે એમણે કહ્યું, ‘કાલથી આવો ને બધાં પુસ્તકોનું વર્ગીકરણ તમારી અક્કલ પ્રમાણે કરી આપો ને પછી આ મારી ખુરશી ઉપર બેસી જાવ.’ આ એમનાથી સહન થયું નહીં. ગ્રંથપાલ તરફ આદરથી જોવાનું તેમને માટે પછી બન્યું નહીં. નવસારીમાં ખરીદી કરવાનું રહેતું પરંતુ સુરેશભાઈને એમાં રુચિ ન હતી. જીવનભર એ વૃત્તિ જળવાઈ રહી. સુરેશભાઈ ઉપર એમના પિતાનો પ્રભાવ જણાતો નથી, પિતા સાથે રહેતા થયા ત્યારે તેઓ કૉલેજમાં હતા, હોશિયાર ગણાઈ ચૂક્યા હતા એટલે પિતા-પુત્ર વચ્ચેના પ્રેમસંબંધમાં આદરનો ભાવ ભળ્યો હતો. પિતા જ્ઞાતિપ્રવૃત્તિમાં ભાગ લેતા પરંતુ સુરેશભાઈએ રસ લીધો નહીં. નવસારી હાઈસ્કૂલમાંથી મેટ્રિક થયા પછી સુરેશભાઈ માતાપિતાને ત્યાં મુંબઈ પહોંચ્યા ને એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એમ.એ. થયા. ગુજરાતીના અધ્યાપક થયા તેમજ ગુજરાતી સાહિત્યક્ષેત્રે મહત્ત્વનું કાર્ય કર્યું. સોનગઢ જેવા પછાત વિસ્તારમાં, મુખ્યત્વે રાનીપરજ છાત્રોની વચ્ચે રહેનાર આ ભાઈઓનો ‘બોર્ડિંગિયા’ ‘રાનીપરજ’ જેવો ઉલ્લેખ થતો આ કારણે જ્ઞાતિનાં ગામો કે સ્વજનો એમની બાલ્યાવસ્થામાં ઉપહાસ કરી લેતાં. પરંતુ એમણે જે સિદ્ધિ અને વિદ્વત્તા પ્રાપ્ત કર્યાં તેથી પછીથી આદરપાત્ર બન્યા. વડોદરાનિવાસ પછી જૂના સંબંધો તથા કૌટુંબિક સંબંધો ઓછા થયા ને એ રમ્ય ભૂતકાળ સ્મૃતિની વસ્તુ બની રહી. ભૂપેન્દ્ર ઉપાધ્યાય

સુરેશ જોષીની કૃતિઓ

ક. મૌલિક

કવિતા

  1. ઉપજાતિ : મનીષા પ્રકાશન, મુંબઈ, 1956, (પાછળથી સુરેશ જોષીએ રદ કર્યો.)
  2. પ્રત્યંચા : ઉષા જોષી, વડોદરા, 1961
  3. ઇતરા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1973
  4. તથાપિ : સાહિત્યસંગમ, સુરત, 1980

ટૂંકી વાર્તા

  1. ગૃહપ્રવેશ : ચેતન પ્રકાશન, વડોદરા, 1957; બુટાલા પ્રકાશન, વડોદરા, 1973
  2. બીજી થોડીક : ચેતન પ્રકાશન, વડોદરા, 1958
  3. અપિ ચ : મનીષા પ્રકાશન, વડોદરા, 1964
  4. ન તત્ર સૂર્યો ભાતિ : રેખા સહકારી પ્રકાશન, અમદાવાદ, 1967
  5. એકદા નૈમિષારણ્યે : સાહિત્યસંગમ, સુરત, 1981

નવલકથા

  1. છિન્નપત્ર : ક્ષિતિજ, વડોદરા, 1969; બુટાલા પ્રકાશન, વડોદરા, 1973
  2. મરણોત્તર : બુટાલા પ્રકાશન, 1973
  3. કથાચતુષ્ટ્ય : વિદુલા, કથાચક્ર, છિન્નપત્ર, મરણોત્તર : ત્રિમૂર્તિ પ્રકાશન, અમદાવાદ, 1983

નિબંધ

  1. જનાન્તિકે : સ્વાતિ પ્રકાશન, મુંબઈ, 1965; સુવાસિત પ્રકાશન, સુરત, 1979
  2. ઇદમ્ સર્વમ્ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1971
  3. અહો બત કિં આશ્ચર્યમ્ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1976
  4. રમ્યાણિ વીક્ષ્ય : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1987
  5. પ્રથમ પુરુષ એકવચન : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1979
  6. ઇતિ મે મતિ : પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, 1987

વિવેચન

  1. મૃત્યુ : રવીન્દ્રનાથની દૃષ્ટિએ : ચારુતર પ્રકાશન, વલ્લભ વિદ્યાનગર, 1951
  2. કિંચિત્ : ચેતન પ્રકાશન, વડોદરા, 1960; બુટાલા પ્રકાશન, વડોદરા, 1976
  3. ગુજરાતી કવિતાનો આસ્વાદ : ચેતન પ્રકાશન, વડોદરા, 1962; નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-અમદાવાદ, 1981
  4. કથોપકથન : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1969
  5. કાવ્યચર્ચા : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1971
  6. શ્રુણ્વન્તુ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972
  7. અરણ્યરુદન : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972
  8. ચિન્તયામિ મનસા : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1982
  9. અષ્ટમોડધ્યાય : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1983

સંશોધન

  1. જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1987

ખ. અનુવાદ

કવિતા

  1. પરકીયા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975

નવલકથા

  1. અભિશાપ : શૈલજાનંદ મુખોપાધ્યાય, ચેતન પ્રકાશન, વડોદરા
  2. વંટોળિયો : શૈલજાનંદ મુખોપાધ્યાય, ચેતન પ્રકાશન, વડોદરા
  3. ધીરે વહે છે દોન (ભાગ 1) : માઈકેલ શોલોખોવ, રવાણી પ્રકાશન, અમદાવાદ, 1961
  4. ભોંયતળિયાનો આદમી : ફિયોદોર દોસ્તોએવ્સ્કી, રવીન્દ્ર બુક હાઉસ, અમદાવાદ, 1967
  5. શિકારી બંદૂક : યાસુશી ઈનોઉએ, બુટાલા પ્રકાશન, વડોદરા, 1975

નિબંધ

  1. ભારતીય ધર્મ : સ્વામી નિખિલાનન્દ, ઇન્દ્રવદન મહાશુક્લ, નવસારી, 1948
  2. પંચામૃત : રવીન્દ્રનાથ ઠાકુર, ચારુતર પ્રકાશન, વલ્લભ વિદ્યાનગર, 1949
  3. સંચય : રવીન્દ્રનાથ ઠાકુર, ટ્રાન્સલેશન ટ્રસ્ટ, અલીઆબાડા, 1963

વિવેચન

  1. સાહિત્યમીમાંસા : વિષ્ણુપ્રદ ભટ્ટાચાર્ય, ચેતન પ્રકાશન, વડોદરા, 1957; બુટાલા પ્રકાશન, વડોદરા, 1970
  2. અમેરિકાના સાહિત્યનો ઇતિહાસ : માર્ક્સ કન્લીફ, વોરા પ્રકાશન, મુંબઈ, 1965
  3. અમેરિકી ટૂંકી વાર્તા : રે.બી. વેસ્ટ જુનિયર, રવાણી પ્રકાશન, મુંબઈ, 1967

ચરિત્ર

  1. દાદાભાઈ નવરોજી : મીનુ મસાણી, 1971

ગ. સહઅનુવાદ

કવિતા

  1. એકોત્તરશતી : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1963
  2. ગીત પંચશતી : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1978

નિબંધ

  1. રવીન્દ્ર નિબંધમાલા (ભા. 2) : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1976

ટૂંકી વાર્તા

  1. નવી શૈલીની નવલિકાઓ : ચેતન પ્રકાશન, વડોદરા, 1961
  2. વિદેશિની 1, 2, 3, : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1985

ઘ. સંપાદન

કવિતા

  1. નવોન્મેષ : સાહિત્ય સંસદ, મુંબઈ, 1971; નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-અમદાવાદ, 1990
  2. નરહરિકૃત જ્ઞાનગીતા : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1983
  3. વસ્તાનાં પદો : મ.સ. વિશ્વવિદ્યાલય, 1983

ગદ્ય

  1. ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1981

વિવેચન

  1. આધુનિક કવિતા - ચાર મુદ્દા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975
  2. વિવેચન – ચાર મુદ્દા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975
  3. જાનન્તિ યે કિમપિ : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1984

સામયિક

  1. સુધાસંઘ પત્રિકા
  2. ફાલ્ગુની
  3. વાણી : 1947-1949, અંક 1-19, (સં. મોહનભાઈ પટેલ સાથે)
  4. મનીષા : 1954-1958, માસિક અંક 1-27, ત્રૈમાસિક અંક 1-3, (સં. રસિક શાહ સાથે)
  5. ક્ષિતિજ : 1959-1966, માસિક અંક 25-79, (સં. પ્રબોધ ચોક્સી સાથે)
  6. વિશ્વમાનવ : (રવીન્દ્રનાથ વિશેષાંક), 1961;
  7. નવભારત (દિવાળી અંક), 1966
  8. સંપુટ : 1969, અંક 1-2
  9. ઊહાપોહ : 1969-74, અંક 1-60, (સં. રસિક શાહ, જયંત પારેખ સાથે)
  10. એતદ્ : 1977-1986, (સં. રસિક શાહ, જયંત પારેખ સાથે)
  11. સ્વાધ્યાય : (અર્થઘટન વિશેષાંક)
  12. સાયુજ્ય (વાર્ષિક) : 1983-1985, અંક 1-2
  13. સેતુ (ત્રૈમાસિક) : 1984-86, ચાર અંક અંગ્રેજીમાં, બે અંક ગુજરાતીમાં, (સં. ગણેશ દેવી સાથે)
  14. ક્ષિતિજ—વર્ગીકૃત સૂચિ (સૂચિકર્તા : રાઘવ ભરવાડ)

ચ. સુરેશ જોષીની કૃતિઓનાં સંપાદન

  1. માનીતી-અણમાનીતી (ટૂંકી વાર્તા) : સં. શિરીષ પંચાલ, સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1982, 1985
  2. ભાવયામિ (નિબંધ) : સં. શિરીષ પંચાલ, સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1984
  3. આત્મનેપદી (મુલાકાત) : સં. સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન, 1987
  4. સુરેશ જોષી સંચય : સં. શિરીષ પંચાલ – જયંત પારેખ, ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, મુંબઈ, 1992

છ. સુરેશ જોષી ઉપર સંશોધન ગ્રંથ

  1. સુરેશ જોષીથી સુરેશ જોષી: ડૉ. સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, 2000
  2. સુરેશ જોષીની સર્જનયાત્રા (કવિતા અને નિબન્ધના સંદર્ભે): ડૉ. માલા કાપડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, 2019