અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નવનીત ઉપાધ્યાય/ગમતીલા ગામેથી કાગળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગમતીલા ગામેથી કાગળ|નવનીત ઉપાધ્યાય}} <poem> ગમતીલા ગામેથી કાગળ...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(દરિયાનો પડઘો, ૧૯૮૯, પૃ. ૬૭)}}
{{Right|(દરિયાનો પડઘો, ૧૯૮૯, પૃ. ૬૭)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મધુકર ઉપાધ્યાય/સ્વર્ગસ્થ બાને — | સ્વર્ગસ્થ બાને —]]  | સ્વર્ગસ્થ બાને — બા, મારું સર્જન કરીને ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભારતી રાણે/પિયરઘર | પિયરઘર]]  | હજીય એ ત્યાં જ ઊભું છે ઉદાસ-ઝાંખું, એકલું-અટૂલું ]]
}}

Latest revision as of 12:30, 28 October 2021


ગમતીલા ગામેથી કાગળ

નવનીત ઉપાધ્યાય

ગમતીલા ગામેથી કાગળ આવ્યો…રે
કાગળને અક્ષરથી નંઈ રે ટહુકાથી શણગાર્યો…રે

મોર મને વનમાં બોલાવે એવું કૈં સંભળાતું…રે
અંબોડો ગીતોથી ગૂંથું મનડું મારું ગાતું…રે

મારા સમ મારામાં પડઘો દરિયાનો સંભળાયો…રે
કાગળને અક્ષરથી નંઈ રે ટહુકાથી શણગાર્યો…રે

મારી ઉપરથી ધુમ્મસના દિવસો લ્યો વીંખાયા…રે
મારી આંખે નીલા નીલા નભનાં નભ દેખાયાં…રે

આંખોએ આંસુનો ઉત્સવ ઘડી ઘડી શણગાર્યો…રે
કાગળને અક્ષરથી નંઈ રે ટહુકાથી શણગાર્યો…રે
(દરિયાનો પડઘો, ૧૯૮૯, પૃ. ૬૭)