રાતભર વરસાદ/૨: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| ૨ | }} {{Poem2Open}} કાંઈ જ થયું નથી. અગત્યની છે ઇચ્છા – તે પરિપૂર્ણ...") |
No edit summary |
||
Line 32: | Line 32: | ||
ક્યારેક મને એક બીજા કારણથી પણ મુશ્કેલી પડતી. મને થતું કે હું કદાચ બીજા યુવાનોની સરખામણીમાં – સુબ્રતો જેવા – થોડો બાઘો હતો. હું પરીક્ષામાં સારા માર્કે પાસ થતો, બધી જ જાતનાં પુસ્તકો વાંચતો, પણ બીજા બધા જે સહેલાઈ અને સહજતાથી ગાળો બોલી શકતા કે પછી ચાના કપ પર મસાલેદાર વાતો કરીને હસતા – મને તે બધું કાંઈ ફાવતું નહીં. અને જ્યારે તેઓ ઘણી માથાકૂટ કરીને મને બધું સમજાવતાં ત્યારે હું શરમાઈને મોઢું સંતાડી દેતો! કૉલેજના ચોથા વર્ષમાં પણ મને સ્ત્રી અને પુરૂષની વચ્ચે સંભોગ કેવી રીતે થાય કે પછી સ્ત્રીના પેટમાંથી બાળક કયા રસ્તે બહાર આવે તેની ખબર ન હતી. મોટાઓ અને ઘરની સ્ત્રીઓને વાત કરતાં સાંભળીને મેં જે બધું જોડી કાઢ્યું હતું તે બધું સમજ્યો ત્યારે હું શરમાઈને રડી પડ્યો હતો. કેટલું શરમજનક અને કેટલું ગંદું! કેટલું અશ્લીલ! બધાં આ જ કરતાં હશે? બધાંને આ જ કરવું પડતું હશે? આપણે બધાંને પણ – માત્ર વેશ્યાઓ સાથે નહીં પણ આપણી પત્નીઓ સાથે પણ? મારાં માતા પિતા પણ? ના, ના, બીજો કોઈ સરળ રસ્તો નહીં હોય? બાળકો ચુંબનથી કેમ પેદા નહીં થતા હોય – કે માત્ર શ્વાસના ભળવાથી – માત્ર સ્ત્રી કે પુરૂષ પોતાની જાતે જ બાળક પેદા ન કરી શકે – જેમ મહાભારતમાં કે બાઈબલમાં થતું હતું તેમ? આ તો કેવું હલકું અને અધમ કહેવાય? જો પ્રેમની પાછળ આવી બધી ગંદી હરકતો હોય તો એને સુંદર, મધુર અને વિશુદ્ધ કેવી રીતે કહેવાય? એટલે કે જો હું કુસુમને પરણું તો અમારે પણ – ના, ના, એવો તો વિચાર પણ કેમ થાય? | ક્યારેક મને એક બીજા કારણથી પણ મુશ્કેલી પડતી. મને થતું કે હું કદાચ બીજા યુવાનોની સરખામણીમાં – સુબ્રતો જેવા – થોડો બાઘો હતો. હું પરીક્ષામાં સારા માર્કે પાસ થતો, બધી જ જાતનાં પુસ્તકો વાંચતો, પણ બીજા બધા જે સહેલાઈ અને સહજતાથી ગાળો બોલી શકતા કે પછી ચાના કપ પર મસાલેદાર વાતો કરીને હસતા – મને તે બધું કાંઈ ફાવતું નહીં. અને જ્યારે તેઓ ઘણી માથાકૂટ કરીને મને બધું સમજાવતાં ત્યારે હું શરમાઈને મોઢું સંતાડી દેતો! કૉલેજના ચોથા વર્ષમાં પણ મને સ્ત્રી અને પુરૂષની વચ્ચે સંભોગ કેવી રીતે થાય કે પછી સ્ત્રીના પેટમાંથી બાળક કયા રસ્તે બહાર આવે તેની ખબર ન હતી. મોટાઓ અને ઘરની સ્ત્રીઓને વાત કરતાં સાંભળીને મેં જે બધું જોડી કાઢ્યું હતું તે બધું સમજ્યો ત્યારે હું શરમાઈને રડી પડ્યો હતો. કેટલું શરમજનક અને કેટલું ગંદું! કેટલું અશ્લીલ! બધાં આ જ કરતાં હશે? બધાંને આ જ કરવું પડતું હશે? આપણે બધાંને પણ – માત્ર વેશ્યાઓ સાથે નહીં પણ આપણી પત્નીઓ સાથે પણ? મારાં માતા પિતા પણ? ના, ના, બીજો કોઈ સરળ રસ્તો નહીં હોય? બાળકો ચુંબનથી કેમ પેદા નહીં થતા હોય – કે માત્ર શ્વાસના ભળવાથી – માત્ર સ્ત્રી કે પુરૂષ પોતાની જાતે જ બાળક પેદા ન કરી શકે – જેમ મહાભારતમાં કે બાઈબલમાં થતું હતું તેમ? આ તો કેવું હલકું અને અધમ કહેવાય? જો પ્રેમની પાછળ આવી બધી ગંદી હરકતો હોય તો એને સુંદર, મધુર અને વિશુદ્ધ કેવી રીતે કહેવાય? એટલે કે જો હું કુસુમને પરણું તો અમારે પણ – ના, ના, એવો તો વિચાર પણ કેમ થાય? | ||
હું જ્યારે MAમાં હતો ત્યારે કુસુમ પરણી ગઈ. હવે તેને મન થાય ત્યારે ન મળી શકાય તેથી મને ખરાબ તો લાગ્યું. (તેનો પતિ કોઈ નાના શહેરમાં ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતો.) પણ અંદરખાને તો હું ખુશ હતો – ચેખોવની વાર્તાની જેમ મારા પ્રેમને એકપક્ષી માનીને! હું મારી જાતને સમજાવતો, ‘જે વિરહમાં પરિણમે તે જ શ્રેષ્ઠ પ્રેમ કહેવાય. કુસુમ તો મારી જ છેને. તે એક બંદીશ, એક સુગંધ, એક સ્વપ્નની માફક મારી આસપાસ જ ફરકે છે.’ સાચા પ્રેમનો અનુભવ તો શરીર વિના જ થાય અને જેમાં શરીર સંડોવાતું હોય તેને તો પ્રેમ જ કેમ કહેવાય – આવા બધા મારા વિચારો હતા. પણ એક વાર મને જુદો જ અનુભવ થયો હતો – તે પણ કુસુમ સાથે જ. | હું જ્યારે MAમાં હતો ત્યારે કુસુમ પરણી ગઈ. હવે તેને મન થાય ત્યારે ન મળી શકાય તેથી મને ખરાબ તો લાગ્યું. (તેનો પતિ કોઈ નાના શહેરમાં ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતો.) પણ અંદરખાને તો હું ખુશ હતો – ચેખોવની વાર્તાની જેમ મારા પ્રેમને એકપક્ષી માનીને! હું મારી જાતને સમજાવતો, ‘જે વિરહમાં પરિણમે તે જ શ્રેષ્ઠ પ્રેમ કહેવાય. કુસુમ તો મારી જ છેને. તે એક બંદીશ, એક સુગંધ, એક સ્વપ્નની માફક મારી આસપાસ જ ફરકે છે.’ સાચા પ્રેમનો અનુભવ તો શરીર વિના જ થાય અને જેમાં શરીર સંડોવાતું હોય તેને તો પ્રેમ જ કેમ કહેવાય – આવા બધા મારા વિચારો હતા. પણ એક વાર મને જુદો જ અનુભવ થયો હતો – તે પણ કુસુમ સાથે જ. | ||
તેના લગ્નના થોડા મહિના પછી કુસુમ કલકત્તા આવી હતી. ઈસ્ટરની રજાઓ પછી તેનો પતિ દિનાજપુર પાછો ગયો હતો અને તે વારંવાર અમારા ઘરે આવતી હતી. તેના લગ્ન પછી તે ઘણી જ બોલકણી થઈ ગઈ હતી અને મારી સાથે બહુ જ સરળતાથી અને સલુકાઈથી વર્તતી હતી. એક વખત જ્યારે તે અમારે ઘરે રાત રહેવાની હતી ત્યારે તે મારા રૂમમાં આવી. ત્રીજા માળે એક ખૂણામાં મારો રૂમ હતો. મારા પલંગ પર બેસીને તે ઘણીવાર સુધી જાતજાતની વાતો કરતી રહી. ધીરે ધીરે ઘરમાં શાંતિ છવાઈ ગઈ. કુસુમે જણાવ્યું કે તે થાકી ગઈ છે અને તેને થોડી વાર સૂઈ જવું છે. ઓશીકા પર માથું મૂકીને તે બોલી, ‘કેવો સરસ ચાંદો ઊગ્યો છે, લાઈટની જરૂર છે?’ વસંતની ઋતુ અને ચૈત્ર મહિનો હતો – ચંદ્રનું તેજ પાણીની જેમ ચળકતું હતું. દક્ષિણનો પવન માદક હતો. ચંદ્રનો પ્રકાશ સીધો જ કુસુમના હોઠ અને ગાલ પર પડતો હતો. તેની આંખો કાળી અને ગભીર હતી. અમે આખી રાત ફક્ત ચુંબન કરવામાં જ પસાર કરી – સુબ્રતોના વર્ણન પ્રમાણે! મેં તેને બાથમાં લીધી ન હતી. મારા હાથ છૂટા જ રહ્યા હતા. મારા ખુલ્લા હોઠ તેનો શ્વાસોચ્છ્વાસ માણી રહ્યા હતા – સુગંધિત, ભીનો, ફીણવાળો, અખૂટ. પલંગની ધારે બેસીને આ ફુવારામાં મારો ચહેરો બોળીને તેનો આસ્વાદ લીધો હતો. ફક્ત આટલું જ. કાંઈ જ વધારે નહીં. કામના અને સંયમ, પરસ્પર આનંદ અને પવિત્રતા, ઈન્દ્રીયજન્ય આનંદ અને ભોગનો ત્યાગ – આવા વિચિત્ર સંયોજનમાં ચાંદની અને પવનની એ મસ્ત રાત વીતી. મારામાં બીજા કોઈ જ ઉત્તેજનાના ભાવ ઊભા ન થયા એ થોડું વિચિત્ર લાગે છે. આનાથી વધારે કુસુમને પણ જોઈતું હોય એવું લાગ્યું નહીં. કદાચ તે મારાથી નિરાશ થઈ હશે કે પછી તેને આટલું જ સલામત લાગ્યું હશે. જે પણ હોય તે – ત્યાર પછી તેણે ક્યારેય અમારે ત્યાં રાત વીતાવી નથી. એમ પણ હોય કે તેણે એમ કરવાનું ટાળ્યું હોય જેથી અમારે આગળ વધવાનો પ્રસંગ જ ન આવે. આવો વિચાર જ મારા મનમાં આવ્યો ન હતો. હું અસંતુષ્ટ હતો એમ ન હતું. હું ત્યારે ભોળો અને રોમેન્ટિક હતો. ત્યાર પછી થોડા દિવસો સુધી હું જાણે મંત્રમુગ્ધ બની ગયો હોઉં એમ મને લાગ્યા કરતું. મારી નસોમાં જાણે ઝણઝણાટી થયા કરતી, શ્વાસમાં એક સુગંધ આવ્યા કરતી. મને લાગતું કે મારા સ્વપ્ન સાકાર થવાની તૈયારીમાં છે. આ બધું માત્ર પુસ્તકોમાંથી ઉપજાવી કાઢેલું નથી એની જાણે સાબિતી મને મળી ગઈ. | |||
આજની જેમ જ મારા લગ્નની રાતે પણ આખી રાત વરસાદ પડ્યો હતો. આજની જેમ જ એ રાતે પણ અમે બંને એકબીજાંની બાજુમાં જાગતાં પડ્યાં રહ્યાં હતાં – પણ તેમાં થોડો ફરક હતો. એક વર્ષ આતુરતાથી રાહ જોયા પછી, માલતી મારી સાથે હતી – મારી બાજુમાં નવાનકોર ગાદલા પર સૂતી હતી. તેના ઉપર એક એકદમ સુંવાળી સાદડી પાથરી હતી. રૂમના એક ખૂણામાં એક દીવો બળતો હતો. અમારું લગ્ન હિંદુ વિધિથી થયું હતું – તે અંગે મારો કોઈ મત લેવામાં આવ્યો ન હતો. વિધિને માટે ભવાનીપુરમાં હરીશ મુખર્જી માર્ગ પર એક મકાન ભાડે લેવામાં આવ્યું હતું. શુભ મુહૂર્ત રાતે દોઢ વાગ્યાનું હતું અને તે પછી કોણ જાણે કેટલાય વાગે બધું પૂરું થયું હશે. તદુપરાંત માલતીને આખા દિવસનો ઉપવાસ કરાવ્યો હતો. પહેલાં તો મને થયું હતું કે આ બધી વાત કંટાળાજનક, ત્રાસદાયક તેમ જ સમયની બરબાદી જ હતી. પણ જ્યારે બધું પૂરું થયું ત્યારે ખબર પણ પડી ન હતી કે સમય ક્યાં જતો રહ્યો! નવા જ ગાદલા પર સૂતેલો હું, ખૂણામાં બળતો તેલનો દીવોે, ચારે બાજુ દેખાતા પડછાયા, જુહીની સુગંધ અને તેની નવીનકોર રેશમી બનારસી સાડીનો સળવળાટ – હું તેને બરાબર જોઈ શકતો ન હતો પણ તેને મારા લોહીના દરેક ટીપામાં અનુભવી શકતો હતો. હું જાણે એક મોટું પાકેલું સીતાફળ હોઉં જે ફાટીને ચારે બાજુ પોતાના બી ઉડાડી રહ્યું છે, તેવું મને લાગી રહ્યું હતું. શાંતિ, કાળી ડબાંગ રાત્રિ અને વરસાદનો અવાજ – તે રાત્રે મેં તેને એક ચુંબન કર્યું – મારા હોઠથી તેના હોઠનો એકદમ હળવો સ્પર્શ કર્યો. અને એક વાર તેના સ્તન પર મારો હાથ મૂક્યો – જીવંત, ગરમ અને પીંછા જેવું મુલાયમ! મારા હાથ નીચે તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું, જાણે મારું હૃદય તેની હથેળીમાં હતું. માત્ર આટલું જ, કાંઈ જ વધારે નહીં, ફક્ત વરસાદ, આખી રાત અને તેનો અવાજ. અમારા બેમાંથી કોઈ જરા પણ સૂતું ન હતું. અમે ફક્ત પડી જ રહ્યા, એકબીજાની બાજુમાં, એકબીજાની હાજરીથી જાગ્રત! હવે અમે પરણેલાં હતાં – પતિ અને પત્ની. હવે અમે જે મન થાય તે કરવાને સ્વતંત્ર હતાં. અમારા રક્તની વાસના સંતોષવામાં હવે કોઈ અવરોધ ન હતો. પણ મને લાગતું હતું કે કાંઈ જ ન કરવું એ જ યોગ્ય હતું – સુંદર અને આનંદદાયક. હવે તો તે મારી જ હતી માટે રાહ જોવાનું વિવેકપૂર્ણ કહેવાય. માલતી, શું મેં તને નિરાશ કરી હતી? | આજની જેમ જ મારા લગ્નની રાતે પણ આખી રાત વરસાદ પડ્યો હતો. આજની જેમ જ એ રાતે પણ અમે બંને એકબીજાંની બાજુમાં જાગતાં પડ્યાં રહ્યાં હતાં – પણ તેમાં થોડો ફરક હતો. એક વર્ષ આતુરતાથી રાહ જોયા પછી, માલતી મારી સાથે હતી – મારી બાજુમાં નવાનકોર ગાદલા પર સૂતી હતી. તેના ઉપર એક એકદમ સુંવાળી સાદડી પાથરી હતી. રૂમના એક ખૂણામાં એક દીવો બળતો હતો. અમારું લગ્ન હિંદુ વિધિથી થયું હતું – તે અંગે મારો કોઈ મત લેવામાં આવ્યો ન હતો. વિધિને માટે ભવાનીપુરમાં હરીશ મુખર્જી માર્ગ પર એક મકાન ભાડે લેવામાં આવ્યું હતું. શુભ મુહૂર્ત રાતે દોઢ વાગ્યાનું હતું અને તે પછી કોણ જાણે કેટલાય વાગે બધું પૂરું થયું હશે. તદુપરાંત માલતીને આખા દિવસનો ઉપવાસ કરાવ્યો હતો. પહેલાં તો મને થયું હતું કે આ બધી વાત કંટાળાજનક, ત્રાસદાયક તેમ જ સમયની બરબાદી જ હતી. પણ જ્યારે બધું પૂરું થયું ત્યારે ખબર પણ પડી ન હતી કે સમય ક્યાં જતો રહ્યો! નવા જ ગાદલા પર સૂતેલો હું, ખૂણામાં બળતો તેલનો દીવોે, ચારે બાજુ દેખાતા પડછાયા, જુહીની સુગંધ અને તેની નવીનકોર રેશમી બનારસી સાડીનો સળવળાટ – હું તેને બરાબર જોઈ શકતો ન હતો પણ તેને મારા લોહીના દરેક ટીપામાં અનુભવી શકતો હતો. હું જાણે એક મોટું પાકેલું સીતાફળ હોઉં જે ફાટીને ચારે બાજુ પોતાના બી ઉડાડી રહ્યું છે, તેવું મને લાગી રહ્યું હતું. શાંતિ, કાળી ડબાંગ રાત્રિ અને વરસાદનો અવાજ – તે રાત્રે મેં તેને એક ચુંબન કર્યું – મારા હોઠથી તેના હોઠનો એકદમ હળવો સ્પર્શ કર્યો. અને એક વાર તેના સ્તન પર મારો હાથ મૂક્યો – જીવંત, ગરમ અને પીંછા જેવું મુલાયમ! મારા હાથ નીચે તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું, જાણે મારું હૃદય તેની હથેળીમાં હતું. માત્ર આટલું જ, કાંઈ જ વધારે નહીં, ફક્ત વરસાદ, આખી રાત અને તેનો અવાજ. અમારા બેમાંથી કોઈ જરા પણ સૂતું ન હતું. અમે ફક્ત પડી જ રહ્યા, એકબીજાની બાજુમાં, એકબીજાની હાજરીથી જાગ્રત! હવે અમે પરણેલાં હતાં – પતિ અને પત્ની. હવે અમે જે મન થાય તે કરવાને સ્વતંત્ર હતાં. અમારા રક્તની વાસના સંતોષવામાં હવે કોઈ અવરોધ ન હતો. પણ મને લાગતું હતું કે કાંઈ જ ન કરવું એ જ યોગ્ય હતું – સુંદર અને આનંદદાયક. હવે તો તે મારી જ હતી માટે રાહ જોવાનું વિવેકપૂર્ણ કહેવાય. માલતી, શું મેં તને નિરાશ કરી હતી? | ||
લગ્નથી હું આનંદમાં હતો – સભાનપણે, સંપૂર્ણપણે આનંદમાં હતો. માલતીને પત્નીના રૂપમાં પામ્યા પછી થોડા જ સમયમાં મને સમજાયું કે હું તેના શરીરને પણ ઇચ્છતો હતો. પગથી માથા સુધી તે ખૂબ જ ઇચ્છનીય બનતી જતી હતી. આનાથી મારું પ્રેમનું સ્વપ્ન બગડતું ન હતું પણ તેમાં એક નવી જ ઉત્કટતાનાં દર્શન થતાં હતાં. કુસુમની કલ્પનાઓથી મને જે આંચકો આવ્યો હતો તેને બદલે તેવી જ પરિસ્થિતિમાં માલતીની કલ્પના આકર્ષક લાગતી હતી. જાણે તેની સાથે શારીરિક ફરજ બજાવવામાં કાંઈ જ અજુગતું ન હોય એવું લાગતું. કદાચ હું તેના ગાલ પરથી પરસેવો ચાટવા પણ તૈયાર હતો. તેણે ચાવેલો ખોરાક ખાતાં પણ હું અચકાત નહીં. તે તેના માસિકના સમયમાં આડી પડી હતી ત્યારે તેને જોઈને તેના પ્રત્યેનું આકર્ષણ ખૂબ જ વધી ગયું. તે એક જ એવી સ્ત્રી હતી જેને હું પ્રેમ પણ કરી શકું અને વશ પણ કરી શકું. ત્યારે મને એમ લાગતું હતું. તેને લીધે મારા શરીર અને મારા મન વચ્ચેની લડાઈનો ઉકેલ આવી ગયો હતો. ત્યાં સુધી જાણે હું બે ભાગમાં વહેંચાઈ ગયો હતો અને હવે જાણે એ બંને ભાગ ભેગા થઈ ગયા હતા. હું એક સંપૂર્ણ માણસ બની શક્યો. મારે માટે મારા લગ્ન અને માલતીને કારણે અનુભવેલી આ લાગણી ખૂબ જ આશ્ચર્યજનક અને સુંદર હતી. મારું મન અંદર રહેલા પશુ સાથે સંધિ કરી શક્યું હતું. પશુ નબળું પડ્યું ન હતું છતાં ય મારા કાનમાં એક બંદીશ ગુંજતી, એક પવનની લહેર જેવી સુગંધ મારી આજુબાજુ ફેલાતી. મારા જીવનમાં પહેલી વાર મને લાગ્યું કે હું એક જટિલ વ્યક્તિ છું – સંપૂર્ણ, મુક્ત અને આત્મનિર્ભર. | લગ્નથી હું આનંદમાં હતો – સભાનપણે, સંપૂર્ણપણે આનંદમાં હતો. માલતીને પત્નીના રૂપમાં પામ્યા પછી થોડા જ સમયમાં મને સમજાયું કે હું તેના શરીરને પણ ઇચ્છતો હતો. પગથી માથા સુધી તે ખૂબ જ ઇચ્છનીય બનતી જતી હતી. આનાથી મારું પ્રેમનું સ્વપ્ન બગડતું ન હતું પણ તેમાં એક નવી જ ઉત્કટતાનાં દર્શન થતાં હતાં. કુસુમની કલ્પનાઓથી મને જે આંચકો આવ્યો હતો તેને બદલે તેવી જ પરિસ્થિતિમાં માલતીની કલ્પના આકર્ષક લાગતી હતી. જાણે તેની સાથે શારીરિક ફરજ બજાવવામાં કાંઈ જ અજુગતું ન હોય એવું લાગતું. કદાચ હું તેના ગાલ પરથી પરસેવો ચાટવા પણ તૈયાર હતો. તેણે ચાવેલો ખોરાક ખાતાં પણ હું અચકાત નહીં. તે તેના માસિકના સમયમાં આડી પડી હતી ત્યારે તેને જોઈને તેના પ્રત્યેનું આકર્ષણ ખૂબ જ વધી ગયું. તે એક જ એવી સ્ત્રી હતી જેને હું પ્રેમ પણ કરી શકું અને વશ પણ કરી શકું. ત્યારે મને એમ લાગતું હતું. તેને લીધે મારા શરીર અને મારા મન વચ્ચેની લડાઈનો ઉકેલ આવી ગયો હતો. ત્યાં સુધી જાણે હું બે ભાગમાં વહેંચાઈ ગયો હતો અને હવે જાણે એ બંને ભાગ ભેગા થઈ ગયા હતા. હું એક સંપૂર્ણ માણસ બની શક્યો. મારે માટે મારા લગ્ન અને માલતીને કારણે અનુભવેલી આ લાગણી ખૂબ જ આશ્ચર્યજનક અને સુંદર હતી. મારું મન અંદર રહેલા પશુ સાથે સંધિ કરી શક્યું હતું. પશુ નબળું પડ્યું ન હતું છતાં ય મારા કાનમાં એક બંદીશ ગુંજતી, એક પવનની લહેર જેવી સુગંધ મારી આજુબાજુ ફેલાતી. મારા જીવનમાં પહેલી વાર મને લાગ્યું કે હું એક જટિલ વ્યક્તિ છું – સંપૂર્ણ, મુક્ત અને આત્મનિર્ભર. |
Revision as of 21:10, 15 January 2022
કાંઈ જ થયું નથી. અગત્યની છે ઇચ્છા – તે પરિપૂર્ણ થાય કે નહીં એનો આધાર નસીબ પર છે. જો તક મળે તો ઇચ્છા પરિપૂર્ણ થાય – નહીં તો નહીં. પણ તેનાથી કાંઈ જ ફરક નથી પડતો – સાચે જ. આપણાં શરીર તો સાંકળ બાંધેલાં કૂતરાં જેવાં છે. મગજ તેમને દોરી જાય છે. મગજને કોઈ રોકી શકતું નથી – તે તો ચપળતાથી મન ફાવે ત્યાં ફરતું હોય છે – પણ આ શરીર, બેહુદુ અને કઢંગુ હોઈ પાછળ રહી જાય છે. બીજું કાંઈ જ નથી થયું. શરીરે તો માત્ર મગજના હુકમનું પાલન કર્યું છે. માલતી, ચિંતા ન કર, ગભરાતી નહીં. મને કોઈ ફરક નથી પડતો. કાંઈ જ બદલાયું નથી. કાંઈ જ થયું નથી. મેં લાઈટ ચાલુ કરી અને એક સુંદર ચિત્ર જોયું. માલતી સૂતી હતી. તેની સાડી તેના ઘૂંટણથી ઉપર ચડી ગઈ હતી અને એક ઘાટીલો પગ દેખાઈ રહ્યો હતો. સાડીનો છૂટો છેડો એક બાજુ સરી ગયો હતો અને એક આખું સ્તન દેખાઈ રહ્યું હતું – સંપૂર્ણ ગોળ, માંસલ સ્તન. એક શ્યામ વીનસ – બોટિચેલીની પાતળી કિશોરી નહીં પણ ટિઝિયાનોની – એક પાકટ યુવાન સ્ત્રી. એવું લાગતું હતું કે આ આખાય સૂષુપ્ત આકારમાં માત્ર એક ઉઘાડું સ્તન જ જાગતું હતું અને પોતાના સૌંદર્યથી સભાન અને જાગ્રત હોઈ જોઈ રહ્યું હતું કે કોણ તેના વખાણ કરે છે! મારું ઠંડું અને ભીનું શરીર ત્યાં ઊભું ઊભું આનંદથી આ સૂતેલા સ્વરૂપને જોઈ રહ્યું હતું – જાણે એની હૂંફ મારી આંખોથી પામી રહ્યો હોઉં તેમ! પણ મને થયું કે જો તે એકાએક જાગી જશે તો મૂંઝાઈ જશે. તેથી હું તેની પાસે ગયો અને તેના શરીરને અડક્યા વગર મેં તેની સાડીથી તેનો પગ અને સ્તન ઢાંકી દીધાં. મેં જોયું કે તેની ચાદર પર કરચોળી પડી હતી અને તે એક જ ઓશીકા પર સૂતી હતી અને બાજુમાં પડેલા બીજા ઓશીકા પર વચ્ચે ખાડો પડેલો દેખાતો હતો. પછી મારી નજરે પડ્યાં મારા પલંગ પર પડેલાં તેનો કબજો અને તેની બ્રા – જાણે ઉતાવળમાં બેફિકરાઈથી ફેંક્યા ન હોય! મારાં ભીનાં કપડાં બદલવા બાથરૂમમાં ગયો ત્યારે મને યાદ આવ્યું કે મેં માલતીના શરીરને પ્રકાશમાં ઘણા સમય પછી જોયું. મને થયું કે તેનું શરીર વધુ સુંદર થયું હતું કે પછી વધુ લોભામણું – કે બંને? લીસી ચામડી, પોચી, માંસલ અને ચળકતી – યૌવનની પરાકાષ્ટા કહી શકાય? થોડા વખતમાં આ બધું જ ફિક્કું પડશે – તે જાડી થઈ જશે કે પછી પાતળી. તેની ચામડી ઢીલી પડી જશે કે પછી એટલી બધી ચરબી ભેગી થશે કે તેનો આકાર જ બેહુદો થઈ જશે. પણ એવું થવું અનિવાર્ય નથી. તે પોતાનું સ્વરૂપ સાચવી પણ શકે – ખોરાક અને શરીરનું ધ્યાન રાખીને, જેમ તે હાલમાં પણ કરે છે તેમ. બીજા દસવીસ વર્ષ તો સાચવી શકાય. મેં એક પંચાવન વર્ષની સ્ત્રીને જોઈ છે જે હજીય આકર્ષક લાગે છે – જો કે એમાં કોસ્મેટિક્સનો જાદુ કેટલો છે તે જાણવું મુશ્કેલ છે! અને પછી એકાએક મને એમ લાગ્યું કે હું ઈચ્છું છું કે તેનું સૌંદર્ય સૂકાઈ જાય, તે જાડી થઈ જાય કે પછી કદરૂપી કે કઢંગી પાતળી થઈ જાય – કોઈ પણ પુરૂષ તેની સામે ન જુએ તેવી અનાકર્ષક થઈ જાય. પણ હાલ પૂરતું તો મારે તેના શરીરની આકર્ષકતા સ્વીકારવી જ રહી. હું તે શરીરની વાત કરું છું જે મેં આજે અચાનક લાંબા સમય પછી કપડાંના આવરણ વગર ઝળહળતા પ્રકાશમાં જોયું. પેલું એક સ્તન ફરી મારી આંખ આગળ તરી રહ્યું. તેના પર એક પણ કરચલી ન હતી. તેની નિપલ થોડી ઘેરી થઈ ગઈ હતી – પામીરા પામના ફળ જેવી – કાળાશની નીચે થોડી ગુલાબી, જાણે એક બાળકની આનંદથી જોઈ રહેલી નિષ્પાપ આંખો, જે કહી રહી છે, ‘હું તો હું જ છું અને બીજું કાંઈ જ ન જાણું.’ આ સ્તનોમાં ઘણું દૂધ પેદા થયું હતું. તેણે બેબીને છ મહિના સુધી પોતાનું જ દૂધ પીવડાવ્યું હતું. મેં શા માટે ઊભા રહીને થોડી વધારે વાર એની સામું જોયા ન કર્યું? તેને ઢાંકતી વખતે હું શા માટે તેના શરીરને અડક્યો નહીં? બીજું શું હોય – મારા સન્માન વિશેના ખ્યાલો અને મારું રૂઢિગ્રસ્ત બ્રાહ્મો વલણ! હું અને મારો પુસ્તકિયો એંઠવાડ! આખરે તો હું તેનો પતિ છું. હું તેના એ માંસલ બૉલને દબાવીને તેને ઉશ્કેરી શક્યો હોત. હું તેના નાજુક ગળા પર મારી આંગળી ફેરવીને તેની સૂતેલી આંખોને જગાડી શક્યો હોત. વાંકા વળીને તેને મારા બાહુપાશમાં જકડી લઈ શક્યો હોત. ના, મારા જેવા ભીરુને માટે એ બધું શક્ય નથી. પણ એનો અર્થ એમ નથી થતો કે મને એ બધું ગમતું નથી કે હું એમ કરવા લલચાતો નથી. ઇચ્છા તો પ્રબળ હોય છે અને હું જાણું છું કે તે સ્ત્રીને પણ તેનો અણગમો નથી. અને તેથી તો હું જયંતને દોષ નથી દેતો. પણ જયંતને બદલે મારા બીજા મિત્રોમાંથી કોઈ કેમ નહીં – જેની સાથે કન્ડિન્સ્કી વિશે ચર્ચા થઈ શકે! મેં જાણી જોઈને બાથરૂમમાં લાંબો સમય લીધો જેથી તે તેનો કબજો પહેરી શકે અને પથારી સરખી કરી શકે. મારાથી સફેદ ચાદર અને ઓશીકા રાતના અંધકાર સિવાય સહન નથી થતા. મેં બહાર આવીને જોયું તો માલતીએ પથારી સરખી કરી હતી પણ હજી બેડસ્પ્રેડ પાથરી ન હતી. અમે સામસામે જમવા બેઠા ત્યારે મારો શ્વાસ ભારે હતો. ક્યારેક ક્યારેક મારે શ્વાસ લેવા રોકાવું પડતું હતું પણ મેં માલતી સાથે વાતચીત ચાલુ રાખી અને તેણે પણ જવાબ આપ્યા તેથી મને સારું લાગ્યું – અમારી રમતને અમે બંને સમજતા હતા. મેં ધીરેથી જમવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. પાણી ભરાઈ ગયેલા રસ્તા પરથી લાંબા સમય સુધી ચાલવા પછી હું ખૂબ ભૂખ્યો થયો હતો – થયો હોવો જોઈતો હતો! મને થયું કે જો હું પેટ ભરીને જમીશ તો તરત જ ઊંઘી જઈશ. પણ હું ભૂખ્યો હોઈને પણ ઊંઘમાં ન હતો. આજના વરસાદે જાણે મને થકવી નાંખ્યો છે. મારા સાંધા એવા દુખે છે જાણે મને કોઈ સિયાલદાના ગુંડાઓએ ધીબેડી નાંખ્યો હોય! મને એક વખત આવો માર પડ્યો હતો. વર્ષો પહેલાં, જ્યારે હું ફર્સ્ટ ઇયરમાં ભણતો હતો અને મારા કૉલેજના મિત્ર, સુબ્રતો સાથે કૉલેજમાંથી ઘેર પાછો આવતો હતો ત્યારે. અમે તાજેતરમાં જ જોયેલી ફિલ્મની – બ્લુ એન્જલ – વાત કરતા હતા. તે સમયે બેલઘાટ એક ગામડા જેવું હતું. રસ્તા પર લાઈટો આવી ન હતી. અંધારું હતું અને ચારે બાજુ ખેતરો, ઝાંખરા અને પાણીથી લદબદ જમીન હતી. અચાનક બે કદાવર છોકરાઓ અમારા પર તૂટી પડ્યા – ‘બદમાશ, હરામખોર! ફરીથી ત્યાં જવાનો છું? ફરીથી બદમાશી કરીશ?’ આમ બૂમો પાડતા પાડતા તેઓ અમને પીઠ અને માથા પર જોરથી માર મારીને ખેતરોમાં પડછાયાની જેમ અદૃશ્ય થઈ ગયા. તેમણે મોં પર હાથરૂમાલ બાંધ્યા હતા જે ભાગતા ભાગતા ગળા પરનો પરસેવો લૂછવા માટે છોડ્યા હતા. આટલા પૂરતા જ મેં તેમને જોયા હતા. અમારા હાથમાં અમારાં પુસ્તકો અને નોટબુક હતાં. આછા થતા જતા પ્રકાશમાં અમે તેને ભેગા કર્યા. એકાદ ન મળ્યું પણ અમે તે શોધવામાં સમય બરબાદ ન કર્યો અને પોતપોતાના ઘરે પહોંચી ગયા. અમને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આવું કાંઈ થઈ શકે. આવા અચાનક અને અણધાર્યા હુમલાથી અમે ડઘાઈ ગયા હતા. આવી રીતે અચાનક અમને મૂરખ બનાવ્યા હોવાનો મને ખૂબ આઘાત લાગ્યો હતો ને હું બીજું કાંઈ જ વિચારી શકતો ન હતો – ક્યાંય સુધી તો હું મારા દુઃખતા શરીરને પણ ભૂલી ગયો હતો! અને આ ઘટનાથી હું ખૂબ ગૂંચવાઈ ગયો હતો કારણ કે મને એનો કાંઈ જ અર્થ સમજાતો ન હતો. સુબ્રતો કે મને કોઈ મારવા ઉપર ઉતરી આવે તે માટેનું કોઈ પણ કારણ મને દેખાતું કે સૂઝતું ન હતું. તે રાત્રે પથારીમાં પડ્યા પડ્યા મેં ખૂબ વિચાર કર્યો: તે કોણ હશે, શાને માટે તે ગુસ્સે થયા હશે? હું જેમ જેમ મારા મનમાં એ સાંજના પ્રસંગો ગોઠવતો હતો ત્યારે એકાએક આવેલા વિચારથી હું ચમકી ગયો – અમે એક પણ બૂમ પાડી ન હતી. સામે થવાની વાત તો બાજુ પર મૂકો – અમે તો અમારું રક્ષણ કરવાનો પણ પ્રયત્ન કર્યો ન હતો. એ લોકો પણ બે હતા અને અમે પણ. એ લોકો કદાચ વધારે જોરવાળા હશે પણ અમે તેમને રોકવાનો કે તેઓ કોણ છે તે જોવાનો પ્રયત્ન તો કરી શક્યા હોત! છતાં મારી સ્વચ્છંદ કલ્પનામાં પણ હું તેમને સામે મારવાનો વિચાર કરી શકતો ન હતો. કોઈકને મારવાનો વિચાર જ મારે માટે સૂગ ચડાવે તેવો હતો કારણ કે મારે તેના પરસેવાવાળા શરીરને અડકવું પડે. મારે તે અજાણ્યા માંસ અને સ્નાયુના પિંડ સાથે એક ક્ષણિક સંબંધ બાંધવો પડે. ના, હું તેમ ન કરી શકું. જો કે તે વખતે મને આ બધા વિચારો આવ્યા ન હતા. પછીથી ધીરે ધીરે આવા વિચારો મને આવ્યા. પણ તે રાતે મને એક અસ્પષ્ટ ખ્યાલ આવ્યો હતો: બે શરીરો વચ્ચેનો ગાઢ સ્પર્શ મારે માટે ઘૃણાસ્પદ હતો. અલબત્ત, એમાં એક ખાસ અપવાદ છે જેનો વિચાર મને પાછળથી આવ્યો પણ તેને સ્વીકારતાં ઘણો સમય નીકળી ગયો. બે વર્ષ પછી, જ્યારે અમે થર્ડ ઇયરમાં હતા ત્યારે, એક દિવસ શાંતિથી સુબ્રતોએ મને કહ્યું, ‘તને ખબર છે પેલું કોણે કર્યું હતું?’ ‘પેલું એટલે?’ ‘તને યાદ નથી? આપણે માર ખાધો હતો? તે બિમલ હતો – પેલો ઈકોનોમિક્સ ઑનર્સમાં છે ને તે બિમલ ગુપ્તા – તે અને એક બીજો છોકરો.’ ‘તને કેવી રીતે ખબર પડી?’ ‘બિમલે પોતે કહ્યું. તેને તારા પર ગુસ્સો આવેલો કારણ કે તે માનતો હતો કે તું તેની બહેનને નનામા પ્રેમપત્રો મોકલતો હતો અને તેને જોવા માટે બ્રાહ્મો ગર્લ્સ હૉસ્ટેલની બહાર આંટા મારતો હતો. મને તો તેમણે કારણ વિના જ ઝૂડી નાંખ્યો.’ ‘મને તો ખબર પણ ન હતી કે એને બહેન છે.’ ‘છેસ્તો.’ જીભથી અવાજ કરતાં તેણે કહ્યું. ત્યાર પછી જ મને ખબર પડી કે હમણાંથી સુબ્રતો અને બિમલ ખાસ મિત્રો બની ગયા હતા. અવારનવાર સુબ્રતો તેને ઘેર જતો હતો. પછી તો એવું થયું કે ક્યારેક ક્યારેક સુબ્રતો બિમલ અને હું લિલિ કેબીનમાં જતા અને ગપ્પા મારતા. હું બિમલ પર ચીડાયો ન હતો કે સુબ્રતો પર પણ તેની સાથે મૈત્રી કરવા માટે ગુસ્સે થયો ન હતો. મારા સ્વભાવમાં જ ગુસ્સો કેમ નથી તે મને નથી સમજાતું. કે પછી ગુસ્સો મારા મગજમાં સંઘરાઈ રહેતો હશે અને મારા શરીરને એની કોઈ અસર થતી નહીં હોય! હું ચૂપચાપ મારી જાતને કહેતો, ‘હું સમજું છું કે તું કેવો માણસ છું અને હું તારી સાથે ફરીથી મૈત્રી નહીં કરું.’ કદાચ હું આવી જ રીતે મારો ગુસ્સો વ્યક્ત કરતો હોઈશ. આનાથી પેલાને કોઈ નુકસાન થતું નહીં અને હું મારું કામ સ્વસ્થતાથી કરી શકતો. મને થતું આ શિક્ષા પૂરતી હતી – હું મનમાં સમજતો કે મેં તેને માફ કર્યો નથી અને કરીશ પણ નહીં. સુબ્રતો માટે બિમલના ઘરનું મુખ્ય આકર્ષણ બિમલ ન હતો પણ તેની ચૌદ, પંદર અને સત્તર વર્ષની ત્રણ બહેનો હતી. અમે એકલા મળીએ ત્યારે બિમલ મને તેમની વાત કરતો. સૌથી મોટી બહેનનું નામ હતું મોનિકા અને સુબ્રતોના મતે તે દેખાવડી હતી. તે અને બિમલ ક્યારેક ત્રણે બહેનોને લઈને ફિલ્મ જોવા જતા. તે મોનિકાની બાજુમાં બેસતો અને અંધારામાં તેઓ એકબીજાના હાથ પકડતા, ચંપલ કાઢીને એકબીજાની આંગળી દબાવતા અને સીટમાં ઊંચાનીચા થતા જેથી એકબીજાના ગાલ અડકે વગેરે. ‘બિમલ મને મારવા આવેલો કારણ કે એને શંકા હતી કે હું તેની બહેનને પ્રેમપત્રો મોકલતો હતો અને હવે તે જ સુબ્રતોને તેની સાથે નજીક આવવામાં મદદ કરે છે’ – આવો વિચાર મને આવવો જોઈતો હતો પણ તે ક્યારેય આવ્યો ન હતો. ખરેખર તો મને બિમલ કે તેની બહેનોમાં જરા પણ રસ ન હતો. હું તો માત્ર શિષ્ટાચાર ખાતર સુબ્રતોની વાતો સાંભળતો હતો. એક દિવસ તેણે મને કહ્યું કે તે કેવી રીતે એક રાતે મોનિકાને અગાશી પર લઈ ગયો હતો અને ત્યાં તેણે તેને અનેક ચુંબનો કર્યાં હતાં – લાંબા સમય સુધી. મોનિકાએ પણ તેને ઉત્સાહથી સાથે આપ્યો હતો. હું તો આ બનાવનું વર્ણન સાંભળીને સ્તબ્ધ જ થઈ ગયો કારણ કે ત્યાં સુધી મને ખબર જ ન હતી કે કવિઓ જેને ચુંબન કહે છે તેમાં માણસની ભીની જીભ આટલો અગત્યનો ભાગ ભજવે છે. હું થોડો શરમાઈ પણ ગયો હતો કારણ કે તેનાં વર્ણનો સાંભળતા મને કુસુમની યાદ આવી ગઈ. મને ખબર નથી કે બધા જ નાના છોકરાઓને આ તકલીફ પડતી હશે કે કેમ પણ કિશોરાવસ્થામાં મેં તો ઘણું સહન કરેલું. ચૌદ વર્ષે જ્યારે મને ખબર પડી કે મારામાં એક બીજું શરીર પણ છે – આંખ કે કાન વિનાનું પણ જીવંત. મારા કપડાંની નીચે એક પ્રાણી છૂપાયું હતું જે ઓચિંતા હુમલો કરવા સદા તૈયાર રહેતું. મારો જ એક અંશ પણ મારા હાથ કે પગથી જુદો – મારા આદેશને વશ ન રહેનારો! તે શરીર જ્યારે માથું ઉંચકતું ત્યારે મારા પર અંધકાર ઉતરી આવતો. આ બધું ધીરે ધીરે મીઠાશથી શરૂ થયું હતું. પવન, બંદીશ કે અત્તરની જેમ મારી આસપાસ સ્ત્રીઓની આકૃતિઓ લહેરાતી. મારી ભૂગોળની નોટમાં હું છોકરીઓના ચહેરા દોરવા માંડ્યો. કોઈ કેલૅન્ડરમાંની છોકરી સાથે હું કાલ્પનિક વાર્તાલાપ પણ કરતો. પણ આ આનંદદાયક રમતમાં ઘૂસી આવીને મારું બીજું શરીર ખૂબ જોરથી ઊપર આવતું. તેના વિકરાળ સ્વરૂપથી હું ભયભીત થઈ જવા છતાં કાંઈ પણ કરી શકતો નહીં. ઘણી વાર મારા હાથને તેના તકાદાને તાબે થવું પડતું હતું. અને અંતે મને થતું કે મેં કોઈ ખરાબ કામ કર્યું છે. મારી સ્કૂલના એક શિક્ષક અને ઘરે એક પુખ્ત ઉંમરના ભાઈ – જે અમારા સગા થતા હતા – આવી બાબતો અંગે આડકતરી રીતે વાત કરતા અને તેમની સલાહ એટલી ખોટી હતી કે હું મારી જાતને એક અપરાધી તરીકે જોતો થઈ ગયો. આવી શારીરિક અને માનસિક પરિસ્થિતિમાં હું સ્કૂલમાંથી કૉલેજમાં ગયો. મૅટ્રિક પાસ થઈને હું મારી એક કાકીને ત્યાં – કૃષ્ણનગર – ગયો. ત્યાં મને સૌથી પહેલી વાર કોઈ છોકરીને અડકવાની તક મળી. તે વખતે હું શું કરું છું તે હું સારી રીતે સમજતો હતો. ખરેખર તો એમાં કાંઈ ધાડ મારવા જેવું હતું જ નહીં. ત્યાં તેર અને ચૌદ વર્ષની બે બહેનો હતી – ગોય્ના અને છુટકિ – તેમના વિશે કોઈ કવિતા લખે એવું ન હતું. ગોય્ના થોડી બાંડી અને જાડા જાડા ગાલવાળી હતી. છુટકિ, સાંઠા જેવી ઊંચી અને સૂકલકડી – તેના ચહેરા સામે જોતાં જ નજરે ચડતા તેના મોટા દાંત જે તે હસતી ન હોય ત્યારે પણ બહાર દેખાતા. બંને કોઈ કોર્ટના જજના ટાઈપિસ્ટની છોકરીઓ હતી અને મારા કાકીના પડોશમાં રહેતી હતી. તેમને સ્કૂલમાંથી ઉઠાડી લીધા હતા કારણ કે તેમના લગ્નની વાતચીત ચાલતી હતી. દિવસ દરમિયાન તે બંને અમારા ઘરની આસપાસ ફરતી રહેતી અને કોઈ પણ સમયે મારા કાકીના ઘરે આવી ચડતી. તેઓ ગરીબ હશે તેથી કે પછી તેમની મા ઘણાં છોકરાંનું ધ્યાન રાખવાનું હોઈ બેધ્યાન રહેતી હશે તેથી – ગમે તેમ પણ તેમના કપડાં હંમેશા ગંદા અને એક શહેરી છોકરાની નજરે શોભાસ્પદ કહેવાય તેવાં ન હતાં. તદુપરાંત તેમને રીતભાત પણ આવડતી નહીં. હું ભારતીના પાછળના અંકોના બાંધેલા પુસ્તકો વાંચતો હોઉં ત્યારે આવી ચડીને મારી પેન કે ઘડિયાળ સાથે રમવા માંડતાં કે પછી મારી પુસ્તકો જોતાં. ‘તમે આ ઘડિયાળ ક્યાંથી લાવ્યા?’ ‘તમને આ પેન કોણે આપી?’ ‘તમે વાળ આટલા લાંબા કેમ રાખો છો?’ – આ બધાં તેમની વાતચીતની ઢબના દાખલા છે. અને જ્યારે તે ‘તમે શું વાંચો છો?’ કહીને વાંકા વળીને મારા પુસ્તકમાં ડોકિયા કરતાં ત્યારે હું તેમના ખુલતા લિબાસમાંથી તેમની ઉગતી તરૂણાવસ્થાની ચાડી ખાતી નિશાનીઓ જોઈ શકતો. ક્યારેક તેઓ મને ઘસાઈને જતા ત્યારે તેમના પરસેવાથી વાસ મારતા શરીર કે સાડીને કારણે મારું નાક ચડી જતું. ક્યારેક ક્યારેક મારા કાકી તેમને જોઈને કહેતા, ‘ચાલો છોકરીઓ, અંશુને હેરાન ન કરો.’ આ હળવો ઠપકો સાંભળીને તેઓ ખીખી કરીને હસતાં અને જતાં રહેતાં. પણ થોડી જ વારમાં પાછા આવી જતાં – ક્યારેક ગોય્ના એકલી હોય તો ક્યારેક છુટકિ એકલી અને ક્યારેક બંને સાથે પણ હોય. એક દિવસ એવું થયું કે મેં મારો હાથ ગોયનાના કબજાની અંદર નાંખ્યો. તેણે તો વળી અંદર ઘૂસાડી જ દીધો. પછીથી આ જ રમત મેં છુટકિની સાથે કરી. તો કોઈક વાર બંને બહેનો સાથે – એક જ સાથે! પણ આમાંથી મને સાચી મઝા આવતી જ નહીં. મને મણિન્દ્રલાલ બોઝની નવલકથા, રમોલા, કે સત્યેન્દ્ર દત્તાની કવિતા વાંચવામાં વધારે મઝા આવતી. આ છોકરીઓને હું એવી ઘૃણાની નજરે જોતો કે ખરેખર તેઓ મારે માટે ‘છોકરી’ જ ન હતાં. હું ધીરે ધીરે જે રંગે ‘છોકરી’ શબ્દને રંગી રહ્યો હતો, તેમાંનું કાવ્યાત્મક સ્વપ્ન જેવું તેમનામાં કાંઈ જ હતું નહીં. મેં તેમને ચુંબન પણ કર્યું ન હતું – તેમ કરવા લલચાયો પણ ન હતો. (કારણ કે ચુંબન એ પ્રેમનું નિવેદન છે, સમર્થન છે, કરાર છે અને મારે માટે તેમને પ્રેમ કરવો અસંભવ હતું). તેમની વાસથી મને ઘૃણા આવતી. તેમની અણઘડ અને મૂર્ખ વાતોથી હું અકળાતો. માત્ર કોઈ પાશવી જોમને કારણે હું તેમના શરીરને હાથ અડકાડતો – પણ પશુ પણ તેનાથી સંતોષ પામતું ન હતું. ખરેખર તો મને એ પણ ખબર ન હતી કે એ પશુને શું જોઈતું હતું. સાથે એક ભય પણ હતો કે મારા કાકી કે બીજું કોઈ અમને જોઈ જાય. છતાં છોકરીઓ હું એકલો હોઉં ત્યારે જ આવતી, આવી તક શોધતી હોય તેમ અને પછી એવી રીતે વર્તતી કે જાણે હું તેમની રાહ જોઈ રહ્યો હોઉં! અંતે આ બધું જ મને ખૂબ કંટાળાજનક અને બેસ્વાદ લાગતું. હું કલકત્તા પાછા ફરવાની રાહ જોવા લાગ્યો જેથી મારે ગોય્ના અને છુટકિનું મોં જોવું ન પડે. હું જ્યારે સ્કૂલમાંથી કૉલેજમાં ગયો ત્યારે મારામાં એક બદલાવ આવ્યો. નાનપણથી જ મને વાંચવાનો શોખ હતો. મને ચયનિકાનાં અડધાં કાવ્યો મોઢે હતાં. શરદચંદ્રની અમુક નવલકથાઓ મેં પંદર-વીસ વખત વાંચી હશે. એક વખત મેં આખી રાત જાગીને ગોકુલ નાગની નવલકથા – પથિક – વાંચી હતી. આને લીધે જ આ ઝંઝાવાતી સમયમાં હું મારી સ્વસ્થતા જાળવી શક્યો હતો. મને કૉલેજની લાયબ્રેરીમાં એક વધુ સારો વિસામો મળ્યો. મારા ભૂખ્યા મગજ અને આંખોને છાપેલા શબ્દોનો પૂરતો ખોરાક મળી રહ્યો. હું દૃઢતાપૂર્વક માનું છું કે આ પોષક તત્વોમાંથી મને એટલી શક્તિ મળી કે હું કિશોરાવસ્થાની તીવ્ર પીડાઓનો સામનો કરીને એક આત્મવિશ્વાસ ધરાવતો પુરૂષ બની શક્યો. બે રશિયન લેખકો મારા પ્રિય હતા – ટર્જેનેવ અને ચેખોવ. મારા પહેલા યૌવનનાં સ્વપ્ન તેમના પાનાંમાંથી પાંગરીને મારી આસપાસ ફરતા રહેતા – હા, પવન, બંદીશ અને અત્તરની જેમ, કોઈ મધમીઠી છોકરીની જેમ, કોઈ અંધારા, આલીશાન રૂમવાળા ઘરમાં સફેદ કપડાં પહેરીને, ચાંદનીના પ્રકાશમાં પડતા પડછાયાની જેમ બગીચામાં આમથી તેમ આંટા મારતાં મારી રાહ જોતાં. તે જ ક્ષણે, ટ્રેન નીકળે તે પહેલાં જ, તેની મોટી, ગમગીન આંખોમાં હું આખું આકાશ જોઈ શકતો હતો. આ છોકરી, જે ઘડાઈ હતી મારી કલ્પના અને મારાં વાંચેલા પુસ્તકોમાંથી, દિવસ-રાત મારી પાછળ પડી ગઈ હતી. મને ખબર પડી ગઈ હતી કે આ વધી જતા હૃદયના ધબકારા, આ છૂપી છૂપી નજરો, આ ઊંડા નિ:શ્વાસો, બોલતાં બોલતાં અચકાવું, કાગળોને ફાડી નાંખવું, આખી રાત મારા મગજમાં ગુંજતાં ગીતો – આ જ હતો પ્રેમ! આ પ્રેમ જ સમગ્ર જીવનમાં સૌથી વિશુદ્ધ અને સુંદર હતો. એની અભિવ્યક્તિ માટે મેં પસંદ કરી કુસુમને. ‘કુસુમ, હું તને ચાહું છું.’ મૂર્તિની સામે સળગાવેલા ધૂપના ધૂમાડાની જેમ આ વણબોલ્યા શબ્દો તેની આસપાસ ફરી રહ્યા. તેણે પણ મારા વિચારોને વાંચી લીધા અને આંખથી હા પણ પાડી અને મને સમજાવ્યું કે તે પણ મને ચાહે છે. અમારી વચ્ચે એક ખાનગી, વણલખ્યો કરાર અને સમજુતી હતાં કે અમે પ્રેમમાં પડવાનું નક્કી કર્યું હતું અને અમે સાચ્ચે સાચ પ્રેમમાં હતાં. મારા કરતાં નાની હોવા છતાં સગાઈની રીતે કુસુમ મારી કાકી થતી હતી. અમારી સગાઈ પાસેની ન હોવા છતાં અમારા કુટુંબો વચ્ચે સારી અવરજવર રહેતી અને તેથી અમને એકબીજાને મળવામાં કોઈ જ તકલીફ પડતી નહીં. પણ મારો અને કુસુમનો સંબંધ સુબ્રતો અને મોનિકાના સંબંધની જેમ વિકસતો ન હતો. તેને માટે તક કે હિંમતનો અભાવ જવાબદાર ન હતાં. ફક્ત મારે તેમ કરવું ન હતું, માટે. આ સુંદર, મધુર, વિશુદ્ધ પ્રેમ – તેને શરીરથી કેમ અભડાવાય? અમે મળતાં, અમે વાતો કરતાં. અમારાં હૃદય જરા વધારે ઝડપથી ધબકતાં, અમારી આંખોમાં એક ચમક આવતી. તે પસાર થતી ત્યારે મને એક આછી સુવાસનો આભાસ થતો. વરસાદની બપોરે તે મને યાદ આવતી. આટલું બસ હતું. થોડું પણ વધારે અને બધું જ બગડી જાત. છતાં હું મારા શરીરને કાબૂમાં રાખી શકતો ન હતો. પેલું પશુ તો બેકાબૂ જ રહેતું. મારી સૌથી વધુ આનંદની અને એકાંતની ક્ષણોમાં જ તે મારા પર હુમલો કરતું. પેલો આંધળો, બહેરો અને લાળ ટપકતો ચહેરો મારા સૌથી વધુ મુલાયમ વિચારોની ક્ષણોપર સંતાયેલો વાઘ તરાપ મારે તેમ તૂટી પડતો. ક્યારેક તો એટલું અસહ્ય થઈ જતું કે મારે દબાતા પગલે ઘરની બહાર નીકળીને તે પશુની ભૂખ સંતૃપ્ત કરવી પડતી. પણ હું ક્યારેય ધોરી માર્ગ છોડીને નાની ગલીકૂંચીઓમાં રખડવાની હિંમત કેળવી શક્યો નહીં. એક વાર અષાઢ મહિનામાં ધોધમાર વરસાદ પડવો શરુ થયો. રોકાવાનું નામ જ ન લે. સાત દિવસ સુધી હું ઘરમાં ગોંધાઈ ગયો હતો. કૉલેજ તો હજી ઉનાળાની રજાઓને લીધે બંધ હતી. કાંઈ જ કરવાનું ન હતું. ધોબી પણ આવતો ન હતો એટલે ઘરમાં કપડાં પણ ન હતાં. મારાં પુસ્તકોમાં પણ રસ પડતો ન હતો. આવા કંટાળાજનક અને શુષ્ક દિવસોમાં મારી અંદર એક ધાંધલનો આરંભ થયો. તે કોઈ ઉદાત્ત આદર્શની આકૃતિ કે કુસુમનો ચહેરો ન હતો. એ એક અશ્લીલ, જાતીય અને જીવંત સ્વરૂપ હતું જેનો શ્વાસ ભારે અને ગરમ હતો, જેના હોઠ ફીણથી ભીના હતા, જેના હાથ સાપની જેમ વાંકાચૂંકા હતા, જેને આંખો ન હતી પણ નસકોરા ખૂબ પહોળા હતા. ક્યારેક એવું થતું કે હું તેના સિવાય બીજી કોઈ પણ વાત પર ધ્યાન આપી શકતો નહીં અને પરિસ્થિતિ અસહ્ય બની ગઈ. વરસાદ બંધ થતાં જ હું ઘરની બહાર નીકળ્યો. મારા કોઈ મિત્રોની પાસે હું ન ગયો. ક્યાંય ઊભા રહ્યા વિના સાંજ પડતાં જ હું સીધો હરકાતા લેનમાં ગયો. એ સાંકડી ગલીમાં હું ક્યારેય ગયો ન હતો. એક અદ્ભુત દૃશ્ય મારી આંખ સામે આવ્યું. એ ભીડવાળી વાંકીચૂંકી ગલીની બંને બાજુ સ્ત્રી આકૃતિઓ છવાઈ ગઈ હતી. ભૂખી, લુચ્ચ્ચી આંખોવાળા પુરૂષો પાસેથી જોઈને પાછા વળતા કે છત્રી નીચે પોતાના મોં સંતાડતા – કોઈ પગપાળા તો કોઈ રિક્ષામાં જતા હતા. કોઈ કોઈના હાથમાં ગજરા વીંટેલા હતા. કોઈક વાર એકાદ હસવાનું મોજું ફરી વળતું તો એનો જવાબ તીણા અવાજમાં આવતો. બારીમાંથી સંગીત સંભળાતું અને ઝાંઝર અને હાર્મોનિયમના અવાજો પણ આવતા હતા. ઝરમર વરસાદ, કાદવ અને લોકોની ભીડ આ ગલીમાં ભેગા થયા હતા. મને લાગ્યું કે જાણે મારા માથા પર આકાશ જ નથી. હું કોઈ મોટી નિર્જન હવેલીમાં પ્રવેશી રહ્યો છું. ત્યાં મારા પ્રવેશના વિરોધમાં ભેજવાળી દીવાલોમાંથી ઉધઈ ઉભરાઈ રહી છે, કીડીઓની હારમાળા તડમાંથી નીકળી રહી છે, ગંધાતાં ચામાચીડિયાં ચારે બાજુ ઊડી રહ્યાં છે અને ઠંડાં દેડકાં મારા પગ પર કૂદી રહ્યાં છે – જાણે હું આ દુનિયાના જીવતા નરકમાં ખોવાઈ ગયો છું! મને ઊબકા આવી રહ્યા હતા. મારા ધબકારા એકદમ વધી ગયા હતા. મારી આંખે અંધારા આવતાં હતાં. કમરની નીચે જાણે એક મોટો ધડાકો થવાનો હોય એમ લાગતું હતું. પણ મેં નક્કી કર્યું હતું કે હું પાછો નહીં ફરું. કોણ છે, કેવી છે, તેની પરવા કર્યા વગર હું એક સ્ત્રી પાસે ગયો. તેણે મારો ગાલ પંપાળતાં કહ્યું, ‘અરે, છોકરા, ચાલ, ચાલ.’ એક દુર્ગંધને પસાર કરીને અને એંઠવાડના ઢગલા પરથી કૂદીને હું તેના ભોંયતળિયાના રૂમમાં ગયો. ત્યાં એક જ બારી હતી અને એક સજાવેલો ચાર થાંભલીઓવાળો પલંગ હતો; નીચે એક સુતરાઉ ગાલીચા પર ચાદર પાથરી હતી; દીવાલ પર એક ચિત્ર લટકતું હતું જેમાં ત્રણ સ્ત્રીઓ હતી જેમની સાડી પવનમાં ઊડતી હતી. હું એક પરિપક્વતાની ચાદર ઓઢીને ગોળ તકિયાને અઢેલીને બેઠો – પેલી છોકરી મારી બાજુમાં બેઠી હતી. પણ પછી મને કાંઈ બોલવાનું કે કરવાનું સૂઝતું ન હતું. મારા કાન ગરમ થઈ ગયા. મને લાગે છે કે મને સ્વસ્થ કરવા માટે જ પેલી છોકરીએ એક ડબ્બો ખોલી, તેમાંથી પાન કાઢીને મારી સામે ધરતાં કહ્યું, ‘લેશો?’ મેં એક ઘડાયેલા કદરદાનની જેમ જવાબ આપવાનો પ્રયત્ન તો કર્યો પણ મારો અવાજ એકદમ ઘોઘરો થઈ ગયો. ‘તમે આમાં કયો મસાલો નાંખ્યો છે?’ ‘મેં કયો મસાલો વાપર્યો છે?’ છોકરી એકદમ ઊભી થઈ ગઈ અને બે હાથે તેની સાડી છાતી સુધી ઊંચી કરતી, કુલા હલાવતી બોલી, ‘આ મસાલો.’ ક્ષણમાત્રમાં મારું શરીર ઠંડું ગાર થઈ ગયું. બીજી જ ક્ષણે મેં જોયું તો છોકરી તેના પગ ઊંચા કરી, સાથળ પહોળા કરીને નીચે સૂતી હતી અને એક તીણો અવાજ બોલી રહ્યો હતો, ‘કેમ શું તકલીફ છે? કેમ મૂરખની માફક બેસી રહ્યો છું?’ પણ પેલું મારી અંદરનું પશુ તો ક્યાંય શોધ્યું જડે તેમ ન હતું! એ તો ચીમળાઈને કોઈ ભયભીત જંતુની જેમ પોતાનું શરીર છૂપાવતું હતું. એ દગાબાજને બહાર આવવા માટે હું જેટલી વધારે બૂમ પાડતો તેટલું એ વધારે પોતાના કોચલામાં પાછું જતું – ગોકળગાયની માફક! મને દરવાજા પાસે જોતાં જ છોકરી એકદમ ઊભી થઈ ગઈ. મેં તેની તરફ થોડા રૂપિયા ફેંક્યા અને બહાર દોડી આવ્યો. ઘૃણાજનક. પણ દરેક સ્ત્રીના કબજા અને સાડી નીચે એક શરીર હોય છે તે વિચાર મારો પીછો છોડતો ન હતો. કુસુમ, કુસુમને પણ! હું ક્લાસમાં બેઠો હોેઉં અને શિક્ષક કોઈ પણ વાત કરતા હોય – કદાચ ફ્રેન્ચ વિપ્લવની – ત્યારે અચાનક એક ચિત્ર મારા મનમાં આવતું – કુસુમ બાથરૂમમાં નિર્દોષ અને સ્વાસ્થ્ય માટે જરૂરી પ્રવૃતિમાં વ્યસ્ત છે. તેને માટે પણ આ જરૂરી હતું અને તેણે પણ તે વખતે સાડી ઊંચી કરવી પડતી. હું મારી કલ્પનામાં ચીસ પાડી ઊઠતો, ‘ના, ના, આ શક્ય નથી, આ સત્ય નથી.’ હું કોઈ બીજી કુસુમની કલ્પનામાં રાચવા માંડતો – આવીને ચાલી જતા પવન જેવી, લાંબા સફેદ વસ્ત્રોમાં, જૂના અંધારા ઘરના આલીશાન રૂમમાં ચળકતો આભાસ. કુસુમ, તું તો મારો પ્રેમ છે, મારું સ્વપ્ન છે. ક્યારેક મને એક બીજા કારણથી પણ મુશ્કેલી પડતી. મને થતું કે હું કદાચ બીજા યુવાનોની સરખામણીમાં – સુબ્રતો જેવા – થોડો બાઘો હતો. હું પરીક્ષામાં સારા માર્કે પાસ થતો, બધી જ જાતનાં પુસ્તકો વાંચતો, પણ બીજા બધા જે સહેલાઈ અને સહજતાથી ગાળો બોલી શકતા કે પછી ચાના કપ પર મસાલેદાર વાતો કરીને હસતા – મને તે બધું કાંઈ ફાવતું નહીં. અને જ્યારે તેઓ ઘણી માથાકૂટ કરીને મને બધું સમજાવતાં ત્યારે હું શરમાઈને મોઢું સંતાડી દેતો! કૉલેજના ચોથા વર્ષમાં પણ મને સ્ત્રી અને પુરૂષની વચ્ચે સંભોગ કેવી રીતે થાય કે પછી સ્ત્રીના પેટમાંથી બાળક કયા રસ્તે બહાર આવે તેની ખબર ન હતી. મોટાઓ અને ઘરની સ્ત્રીઓને વાત કરતાં સાંભળીને મેં જે બધું જોડી કાઢ્યું હતું તે બધું સમજ્યો ત્યારે હું શરમાઈને રડી પડ્યો હતો. કેટલું શરમજનક અને કેટલું ગંદું! કેટલું અશ્લીલ! બધાં આ જ કરતાં હશે? બધાંને આ જ કરવું પડતું હશે? આપણે બધાંને પણ – માત્ર વેશ્યાઓ સાથે નહીં પણ આપણી પત્નીઓ સાથે પણ? મારાં માતા પિતા પણ? ના, ના, બીજો કોઈ સરળ રસ્તો નહીં હોય? બાળકો ચુંબનથી કેમ પેદા નહીં થતા હોય – કે માત્ર શ્વાસના ભળવાથી – માત્ર સ્ત્રી કે પુરૂષ પોતાની જાતે જ બાળક પેદા ન કરી શકે – જેમ મહાભારતમાં કે બાઈબલમાં થતું હતું તેમ? આ તો કેવું હલકું અને અધમ કહેવાય? જો પ્રેમની પાછળ આવી બધી ગંદી હરકતો હોય તો એને સુંદર, મધુર અને વિશુદ્ધ કેવી રીતે કહેવાય? એટલે કે જો હું કુસુમને પરણું તો અમારે પણ – ના, ના, એવો તો વિચાર પણ કેમ થાય? હું જ્યારે MAમાં હતો ત્યારે કુસુમ પરણી ગઈ. હવે તેને મન થાય ત્યારે ન મળી શકાય તેથી મને ખરાબ તો લાગ્યું. (તેનો પતિ કોઈ નાના શહેરમાં ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતો.) પણ અંદરખાને તો હું ખુશ હતો – ચેખોવની વાર્તાની જેમ મારા પ્રેમને એકપક્ષી માનીને! હું મારી જાતને સમજાવતો, ‘જે વિરહમાં પરિણમે તે જ શ્રેષ્ઠ પ્રેમ કહેવાય. કુસુમ તો મારી જ છેને. તે એક બંદીશ, એક સુગંધ, એક સ્વપ્નની માફક મારી આસપાસ જ ફરકે છે.’ સાચા પ્રેમનો અનુભવ તો શરીર વિના જ થાય અને જેમાં શરીર સંડોવાતું હોય તેને તો પ્રેમ જ કેમ કહેવાય – આવા બધા મારા વિચારો હતા. પણ એક વાર મને જુદો જ અનુભવ થયો હતો – તે પણ કુસુમ સાથે જ. તેના લગ્નના થોડા મહિના પછી કુસુમ કલકત્તા આવી હતી. ઈસ્ટરની રજાઓ પછી તેનો પતિ દિનાજપુર પાછો ગયો હતો અને તે વારંવાર અમારા ઘરે આવતી હતી. તેના લગ્ન પછી તે ઘણી જ બોલકણી થઈ ગઈ હતી અને મારી સાથે બહુ જ સરળતાથી અને સલુકાઈથી વર્તતી હતી. એક વખત જ્યારે તે અમારે ઘરે રાત રહેવાની હતી ત્યારે તે મારા રૂમમાં આવી. ત્રીજા માળે એક ખૂણામાં મારો રૂમ હતો. મારા પલંગ પર બેસીને તે ઘણીવાર સુધી જાતજાતની વાતો કરતી રહી. ધીરે ધીરે ઘરમાં શાંતિ છવાઈ ગઈ. કુસુમે જણાવ્યું કે તે થાકી ગઈ છે અને તેને થોડી વાર સૂઈ જવું છે. ઓશીકા પર માથું મૂકીને તે બોલી, ‘કેવો સરસ ચાંદો ઊગ્યો છે, લાઈટની જરૂર છે?’ વસંતની ઋતુ અને ચૈત્ર મહિનો હતો – ચંદ્રનું તેજ પાણીની જેમ ચળકતું હતું. દક્ષિણનો પવન માદક હતો. ચંદ્રનો પ્રકાશ સીધો જ કુસુમના હોઠ અને ગાલ પર પડતો હતો. તેની આંખો કાળી અને ગભીર હતી. અમે આખી રાત ફક્ત ચુંબન કરવામાં જ પસાર કરી – સુબ્રતોના વર્ણન પ્રમાણે! મેં તેને બાથમાં લીધી ન હતી. મારા હાથ છૂટા જ રહ્યા હતા. મારા ખુલ્લા હોઠ તેનો શ્વાસોચ્છ્વાસ માણી રહ્યા હતા – સુગંધિત, ભીનો, ફીણવાળો, અખૂટ. પલંગની ધારે બેસીને આ ફુવારામાં મારો ચહેરો બોળીને તેનો આસ્વાદ લીધો હતો. ફક્ત આટલું જ. કાંઈ જ વધારે નહીં. કામના અને સંયમ, પરસ્પર આનંદ અને પવિત્રતા, ઈન્દ્રીયજન્ય આનંદ અને ભોગનો ત્યાગ – આવા વિચિત્ર સંયોજનમાં ચાંદની અને પવનની એ મસ્ત રાત વીતી. મારામાં બીજા કોઈ જ ઉત્તેજનાના ભાવ ઊભા ન થયા એ થોડું વિચિત્ર લાગે છે. આનાથી વધારે કુસુમને પણ જોઈતું હોય એવું લાગ્યું નહીં. કદાચ તે મારાથી નિરાશ થઈ હશે કે પછી તેને આટલું જ સલામત લાગ્યું હશે. જે પણ હોય તે – ત્યાર પછી તેણે ક્યારેય અમારે ત્યાં રાત વીતાવી નથી. એમ પણ હોય કે તેણે એમ કરવાનું ટાળ્યું હોય જેથી અમારે આગળ વધવાનો પ્રસંગ જ ન આવે. આવો વિચાર જ મારા મનમાં આવ્યો ન હતો. હું અસંતુષ્ટ હતો એમ ન હતું. હું ત્યારે ભોળો અને રોમેન્ટિક હતો. ત્યાર પછી થોડા દિવસો સુધી હું જાણે મંત્રમુગ્ધ બની ગયો હોઉં એમ મને લાગ્યા કરતું. મારી નસોમાં જાણે ઝણઝણાટી થયા કરતી, શ્વાસમાં એક સુગંધ આવ્યા કરતી. મને લાગતું કે મારા સ્વપ્ન સાકાર થવાની તૈયારીમાં છે. આ બધું માત્ર પુસ્તકોમાંથી ઉપજાવી કાઢેલું નથી એની જાણે સાબિતી મને મળી ગઈ. આજની જેમ જ મારા લગ્નની રાતે પણ આખી રાત વરસાદ પડ્યો હતો. આજની જેમ જ એ રાતે પણ અમે બંને એકબીજાંની બાજુમાં જાગતાં પડ્યાં રહ્યાં હતાં – પણ તેમાં થોડો ફરક હતો. એક વર્ષ આતુરતાથી રાહ જોયા પછી, માલતી મારી સાથે હતી – મારી બાજુમાં નવાનકોર ગાદલા પર સૂતી હતી. તેના ઉપર એક એકદમ સુંવાળી સાદડી પાથરી હતી. રૂમના એક ખૂણામાં એક દીવો બળતો હતો. અમારું લગ્ન હિંદુ વિધિથી થયું હતું – તે અંગે મારો કોઈ મત લેવામાં આવ્યો ન હતો. વિધિને માટે ભવાનીપુરમાં હરીશ મુખર્જી માર્ગ પર એક મકાન ભાડે લેવામાં આવ્યું હતું. શુભ મુહૂર્ત રાતે દોઢ વાગ્યાનું હતું અને તે પછી કોણ જાણે કેટલાય વાગે બધું પૂરું થયું હશે. તદુપરાંત માલતીને આખા દિવસનો ઉપવાસ કરાવ્યો હતો. પહેલાં તો મને થયું હતું કે આ બધી વાત કંટાળાજનક, ત્રાસદાયક તેમ જ સમયની બરબાદી જ હતી. પણ જ્યારે બધું પૂરું થયું ત્યારે ખબર પણ પડી ન હતી કે સમય ક્યાં જતો રહ્યો! નવા જ ગાદલા પર સૂતેલો હું, ખૂણામાં બળતો તેલનો દીવોે, ચારે બાજુ દેખાતા પડછાયા, જુહીની સુગંધ અને તેની નવીનકોર રેશમી બનારસી સાડીનો સળવળાટ – હું તેને બરાબર જોઈ શકતો ન હતો પણ તેને મારા લોહીના દરેક ટીપામાં અનુભવી શકતો હતો. હું જાણે એક મોટું પાકેલું સીતાફળ હોઉં જે ફાટીને ચારે બાજુ પોતાના બી ઉડાડી રહ્યું છે, તેવું મને લાગી રહ્યું હતું. શાંતિ, કાળી ડબાંગ રાત્રિ અને વરસાદનો અવાજ – તે રાત્રે મેં તેને એક ચુંબન કર્યું – મારા હોઠથી તેના હોઠનો એકદમ હળવો સ્પર્શ કર્યો. અને એક વાર તેના સ્તન પર મારો હાથ મૂક્યો – જીવંત, ગરમ અને પીંછા જેવું મુલાયમ! મારા હાથ નીચે તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું, જાણે મારું હૃદય તેની હથેળીમાં હતું. માત્ર આટલું જ, કાંઈ જ વધારે નહીં, ફક્ત વરસાદ, આખી રાત અને તેનો અવાજ. અમારા બેમાંથી કોઈ જરા પણ સૂતું ન હતું. અમે ફક્ત પડી જ રહ્યા, એકબીજાની બાજુમાં, એકબીજાની હાજરીથી જાગ્રત! હવે અમે પરણેલાં હતાં – પતિ અને પત્ની. હવે અમે જે મન થાય તે કરવાને સ્વતંત્ર હતાં. અમારા રક્તની વાસના સંતોષવામાં હવે કોઈ અવરોધ ન હતો. પણ મને લાગતું હતું કે કાંઈ જ ન કરવું એ જ યોગ્ય હતું – સુંદર અને આનંદદાયક. હવે તો તે મારી જ હતી માટે રાહ જોવાનું વિવેકપૂર્ણ કહેવાય. માલતી, શું મેં તને નિરાશ કરી હતી? લગ્નથી હું આનંદમાં હતો – સભાનપણે, સંપૂર્ણપણે આનંદમાં હતો. માલતીને પત્નીના રૂપમાં પામ્યા પછી થોડા જ સમયમાં મને સમજાયું કે હું તેના શરીરને પણ ઇચ્છતો હતો. પગથી માથા સુધી તે ખૂબ જ ઇચ્છનીય બનતી જતી હતી. આનાથી મારું પ્રેમનું સ્વપ્ન બગડતું ન હતું પણ તેમાં એક નવી જ ઉત્કટતાનાં દર્શન થતાં હતાં. કુસુમની કલ્પનાઓથી મને જે આંચકો આવ્યો હતો તેને બદલે તેવી જ પરિસ્થિતિમાં માલતીની કલ્પના આકર્ષક લાગતી હતી. જાણે તેની સાથે શારીરિક ફરજ બજાવવામાં કાંઈ જ અજુગતું ન હોય એવું લાગતું. કદાચ હું તેના ગાલ પરથી પરસેવો ચાટવા પણ તૈયાર હતો. તેણે ચાવેલો ખોરાક ખાતાં પણ હું અચકાત નહીં. તે તેના માસિકના સમયમાં આડી પડી હતી ત્યારે તેને જોઈને તેના પ્રત્યેનું આકર્ષણ ખૂબ જ વધી ગયું. તે એક જ એવી સ્ત્રી હતી જેને હું પ્રેમ પણ કરી શકું અને વશ પણ કરી શકું. ત્યારે મને એમ લાગતું હતું. તેને લીધે મારા શરીર અને મારા મન વચ્ચેની લડાઈનો ઉકેલ આવી ગયો હતો. ત્યાં સુધી જાણે હું બે ભાગમાં વહેંચાઈ ગયો હતો અને હવે જાણે એ બંને ભાગ ભેગા થઈ ગયા હતા. હું એક સંપૂર્ણ માણસ બની શક્યો. મારે માટે મારા લગ્ન અને માલતીને કારણે અનુભવેલી આ લાગણી ખૂબ જ આશ્ચર્યજનક અને સુંદર હતી. મારું મન અંદર રહેલા પશુ સાથે સંધિ કરી શક્યું હતું. પશુ નબળું પડ્યું ન હતું છતાં ય મારા કાનમાં એક બંદીશ ગુંજતી, એક પવનની લહેર જેવી સુગંધ મારી આજુબાજુ ફેલાતી. મારા જીવનમાં પહેલી વાર મને લાગ્યું કે હું એક જટિલ વ્યક્તિ છું – સંપૂર્ણ, મુક્ત અને આત્મનિર્ભર. પણ તેમાં પણ તું બાલિશ હતો, નયનાંશુ. પહેલેથી જ તારું લગ્ન એક જૂઠાણું હતું – અને તે માલતીને લીધે નહીં, તારે લીધે. તને પહેલેથી જ પેલા યુવાન બંગાળીઓ (MA ડીગ્રીવાળા અને ફેશનબલ નોકરી ધરાવનારા) પ્રત્યે સખત અણગમો હતો કારણ કે તેઓ લગ્નને એક ધંધાકીય સોદો માનતા અને સૌંદર્ય, પૈસા અને સામાજિક આબરૂ – બધું જ મેળવવા છાપામાં જાહેરાત કરતા. જે લોકો પ્રેમને ખાતર લગ્ન કરીને પછી તેમના રાતના પરાક્રમોની વાતો કરીને પોતાના મિત્રોનું કુતૂહલ સંતોષતા તે પણ તને ગમતા નહીં. પણ પૂછી શકું કે તું – એક પચીસ વર્ષનો યુવાન – કેવો પ્રેમી કે પતિ હતો? યાદ છે – લગ્નના થોડા જ વખત પહેલાં માલતી તેની મા સાથે રજાઓમાં કાલિમ્પોંગ ગઈ હતી ત્યારે તેં લખેલા લાંબા પ્રેમપત્રોને માલતીએ હસતાં હસતાં ‘હવામાનના સમાચાર’માં ખપાવ્યા ન હતા? એ પત્રો તો તેં લખવા ધારેલી નવલકથાના છૂટા પાનાં જેવા જ હતા. એક વાદળિયો દિવસ, થોડાં સમાચાર છાપાંમાંથી, ચૈત્રની બપોરે ચૌરંગી પર ટ્રામની મુસાફરી. આ બધું તો માલતીને તારો પરિચય કરાવવા માટે જ હતું – જાણે તે એક સ્ત્રી કે પ્રિયતમા નહીં પણ તારી પુરૂષ-મિત્ર હોય તેમ. તેને નહીં સાંભળવું હોય કે તું તેને કેટલો યાદ કરે છે? ના, તું કદાપિ એવું કહે નહીં કારણ કે એમાં તારું સ્વમાન ઘવાય – ભલેને તું તેને ખૂબ યાદ કરતો હોય! એ તો સાવ સામાન્ય કહેવાય – બીજાં બધાં જેવું! જરા યાદ તો કર – લગ્નના પહેલા થોડા મહિનામાં તું તેની સામે કવિતા વાંચતો હતો અને ઇતિહાસ અને ધાર્મિક દંતકથાઓમાંથી વિખ્યાત પ્રેમીઓની વાર્તા કહેતો હતો. તું સમજતો હતો કે તેને આ બધાંથી કંટાળો આવતો હતો પણ તું તેના પર ધ્યાન આપવા તૈયાર ન હતો. તે સાંભળતી ન હતી – માત્ર પોતાનાં બગાસાં રોકવાનો પ્રયત્ન કરતી હતી. અને જ્યારે પ્રેમ કરવાનો સમય થતો ત્યારે તું એ મહામૂલો સમય પ્રેમની વાતો કરવામાં બગાડતો હતો. તું તારી પત્નીને જોઈએ તેટલો પ્રેમ પણ કરતો ન હતો અને તેને તને પ્રેમ કરવાનો સમય પણ આપતો ન હતો – આ વાત તારા ધ્યાનમાં પણ આવતી ન હતી. અને આજે – આજે જો, તારા પ્રેમની વાસ્તવિકતા – જે પ્રેમને વિશે તું ચૌદ વર્ષની ઉંમરથી વિચારતો અને વાત કરતો હતો! પેલો અણઘડ, અસંસ્કારી, અનૈતિક જયંત – તેને માટે તો આ પરિપક્વ, ઘઉંવર્ણું વીનસ જેવું શરીર – જે ટિઝીયાનોના કોઈ વિદ્યાર્થીની કરામત માત્ર છે – આજે ઉઘડી આવ્યું. અને તું – તું પડ્યો પડ્યો વિચાર કરે છે – જેમ આખી જિંદગી કરતો આવ્યો છે તેમ. તું વધારે પડતું વિચારે છે. તારે માટે કાંઈ પણ કરવું શક્ય જ નથી, નયનાંશુ. એમ ન હોત તો તેં અપર્ણા પર ધ્યાન ન આપ્યું હોત? તો મારે શું કરવાનું હતું? માલતીને છોડીને અપર્ણા સાથે પરણું? વાહિયાત – પરણવાનું શા માટે? અને પોતાની સંમતિ દર્શાવવા સ્ત્રીએ કેટલી ચોખવટ કરવાની હોય? છૂટાછેડા પછી અપર્ણા પોતાના ફ્લૅટમાં એકલી રહે છે. પોતે કમાય છે તેમાંથી પોતાનો ખર્ચ કાઢે છે; છોકરાંઓ છે નહીં – સરસ. તું તેને ગમે છે અને તને પણ તે નથી ગમતી એવું તો છે જ નહીં. જ્યારે ફૂલ જાતે ચાલીને સામે આવે છે તો તું કેમ અમૃતપાન નથી કરી લેતો? પણ જો હું તેમાં અટવાઈ જઉં તો? તેના પ્રેમમાં પડી જાઉં તો? તે તો વધારે સારું. તું પ્રેમની વેદનામાં આનંદ માણજે. ના, મારે આવો કોઈ ઝંઝાવાત ઊભો નથી કરવો. મારે ફક્ત મારામાં જ મસ્ત રહેવું છે. મને આવા રાતના પરાક્રમો વિના ચાલશે. મને એના વિના ચાલે છે – એને માટે હું માલતીનો આભારી છું. તું તો બાયલો છું – સાવ નમાલો. તું શરીરથી ડરે છે, પ્રેમથી ડરે છે. કદાચ પ્રેમથી નહીં – પણ એ બે તો એક જ છે, નયનાંશુ. શરીર તો પ્રેમનું મુખ્ય અંગ છે – આરંભ અને અંત – બધું જ શરીર છે. જે લોકો યુવાની વટાવી ગયા હોય છે તે પતિ-પત્ની શા માટે નજીવી બાબતમાં કચકચ કરતા હોય છે? કારણ કે તેમના શરીરમાં જીવન નથી રહ્યું હોતું. વેર – કુદરતની સામે પ્રતિશોધ. પ્રેમ તો અંદરથી ઉભરાય છે, તે જીવંત છે. પ્રેમ વિનાનું શરીર કાંઈ જ નથી. તે વીજળી – વીજળીના સ્પર્શ જેવો છે – બે જણ વચ્ચેનો ભૌતિક પ્રેમ. ઘરમાં લાઈટનું સતત ચાલુ રહેવું જરૂરી નથી – પણ સ્વિચ દબાવતાં જ તે ચાલુ થઈ જાય છે કારણ કે તારમાં સતત વીજળી વહેતી હોય છે. જ્યારે એક શરીરને બીજું શરીર મળે છે ત્યારે વીજળીનું જોડાણ થાય છે, જેથી જ્યારે તમે પ્રેમ કરતા નથી હોતા ત્યારે પણ પ્રેમ તો હોય જ છે – તમારી નસોમાં સતત વહેતો હોય છે. તેથી જ શબ્દો, હાસ્ય, નજદીકી, વિરહ, ઝઘડો – બધું જ મધુર હોય છે અને ઝઘડા પછીની સંધિ, એથીય વધુ મધુર હોય છે. આ બધું શરીર જ છે. તારા અને માલતી વચ્ચેનું આ જોડાણ નાશ પામ્યું છે. વીજળીનો પ્રવાહ હવે વહેતો જ નથી. માટે કેટલીય વાર સ્વિચ દાબો કે ઇલેક્ટ્રિશીયનને બોલાવો, લાઈટ નહીં જ થાય. પાવરનું મૂળ જ નાશ પામ્યું છે. પણ વીજળીનું નિર્માણ બીજે થઈ રહ્યું છે – તારી અને અપર્ણાની વચ્ચે. અપર્ણા તારા શરીરને ફરીથી જીવંત કરી શકશે. તે તારું યૌવન પાછું લાવી શકશે. જાગ, નયનાંશુ અને નિર્ણય કર. કાલે અપર્ણાને લઈને પાર્ક સ્ટ્રીટની કોઈ રેસ્ટારાંમાં જમવા જા. ખૂબ પીજે અને તેને પણ થોડું પીવડાવજે. પછી તેના ફ્લૅટ પર ટૅક્સીમાં તેને લઈ જજે. તે તને કૉફી પીવા ઉપર આવવાનું કહેશે. તારી કાયરતા સિવાય તારા માર્ગમાં બીજો કોઈ જ અવરોધ નથી. તને ચાલીસ થવામાં કેટલાં વર્ષ બાકી છે? તું ક્યારે પુરૂષ બનીશ?