રાતભર વરસાદ/૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 38: Line 38:
તો મારે શું કરવાનું હતું? માલતીને છોડીને અપર્ણા સાથે પરણું? વાહિયાત – પરણવાનું શા માટે? અને પોતાની સંમતિ દર્શાવવા સ્ત્રીએ કેટલી ચોખવટ કરવાની હોય? છૂટાછેડા પછી અપર્ણા પોતાના ફ્લૅટમાં એકલી રહે છે. પોતે કમાય છે તેમાંથી પોતાનો ખર્ચ કાઢે છે; છોકરાંઓ છે નહીં – સરસ. તું તેને ગમે છે અને તને પણ તે નથી ગમતી એવું તો છે જ નહીં. જ્યારે ફૂલ જાતે ચાલીને સામે આવે છે તો તું કેમ અમૃતપાન નથી કરી લેતો? પણ જો હું તેમાં અટવાઈ જઉં તો? તેના પ્રેમમાં પડી જાઉં તો? તે તો વધારે સારું. તું પ્રેમની વેદનામાં આનંદ માણજે. ના, મારે આવો કોઈ ઝંઝાવાત ઊભો નથી કરવો. મારે ફક્ત મારામાં જ મસ્ત રહેવું છે. મને આવા રાતના પરાક્રમો વિના ચાલશે. મને એના વિના ચાલે છે – એને માટે હું માલતીનો આભારી છું. તું તો બાયલો છું – સાવ નમાલો. તું શરીરથી ડરે છે, પ્રેમથી ડરે છે. કદાચ પ્રેમથી નહીં – પણ એ બે તો એક જ છે, નયનાંશુ. શરીર તો પ્રેમનું મુખ્ય અંગ છે – આરંભ અને અંત – બધું જ શરીર છે. જે લોકો યુવાની વટાવી ગયા હોય છે તે પતિ-પત્ની શા માટે નજીવી બાબતમાં કચકચ કરતા હોય છે? કારણ કે તેમના શરીરમાં જીવન નથી રહ્યું હોતું. વેર – કુદરતની સામે પ્રતિશોધ. પ્રેમ તો અંદરથી ઉભરાય છે, તે જીવંત છે. પ્રેમ વિનાનું શરીર કાંઈ જ નથી. તે વીજળી – વીજળીના સ્પર્શ જેવો છે – બે જણ વચ્ચેનો ભૌતિક પ્રેમ. ઘરમાં લાઈટનું સતત ચાલુ રહેવું જરૂરી નથી – પણ સ્વિચ દબાવતાં જ તે ચાલુ થઈ જાય છે કારણ કે તારમાં સતત વીજળી વહેતી હોય છે. જ્યારે એક શરીરને બીજું શરીર મળે છે ત્યારે વીજળીનું જોડાણ થાય છે, જેથી જ્યારે તમે પ્રેમ કરતા નથી હોતા ત્યારે પણ પ્રેમ તો હોય જ છે – તમારી નસોમાં સતત વહેતો હોય છે. તેથી જ શબ્દો, હાસ્ય, નજદીકી, વિરહ, ઝઘડો – બધું જ મધુર હોય છે અને ઝઘડા પછીની સંધિ, એથીય વધુ મધુર હોય છે. આ બધું શરીર જ છે. તારા અને માલતી વચ્ચેનું આ જોડાણ નાશ પામ્યું છે. વીજળીનો પ્રવાહ હવે વહેતો જ નથી. માટે કેટલીય વાર સ્વિચ દાબો કે ઇલેક્ટ્રિશીયનને બોલાવો, લાઈટ નહીં જ થાય. પાવરનું મૂળ જ નાશ પામ્યું છે. પણ વીજળીનું નિર્માણ બીજે થઈ રહ્યું છે – તારી અને અપર્ણાની વચ્ચે. અપર્ણા તારા શરીરને ફરીથી જીવંત કરી શકશે. તે તારું યૌવન પાછું લાવી શકશે. જાગ, નયનાંશુ અને નિર્ણય કર. કાલે અપર્ણાને લઈને પાર્ક સ્ટ્રીટની કોઈ રેસ્ટારાંમાં જમવા જા. ખૂબ પીજે અને તેને પણ થોડું પીવડાવજે. પછી તેના ફ્લૅટ પર ટૅક્સીમાં તેને લઈ જજે. તે તને કૉફી પીવા ઉપર આવવાનું કહેશે. તારી કાયરતા સિવાય તારા માર્ગમાં બીજો કોઈ જ અવરોધ નથી. તને ચાલીસ થવામાં કેટલાં વર્ષ બાકી છે? તું ક્યારે પુરૂષ બનીશ?

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧
|next = ૩
}}
<br>

Navigation menu