રાતભર વરસાદ/૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨ | }} {{Poem2Open}} કાંઈ જ થયું નથી. અગત્યની છે ઇચ્છા – તે પરિપૂર્ણ...")
 
No edit summary
Line 32: Line 32:
ક્યારેક મને એક બીજા કારણથી પણ મુશ્કેલી પડતી. મને થતું કે હું કદાચ બીજા યુવાનોની સરખામણીમાં – સુબ્રતો જેવા – થોડો બાઘો હતો. હું પરીક્ષામાં સારા માર્કે પાસ થતો, બધી જ જાતનાં પુસ્તકો વાંચતો, પણ બીજા બધા જે સહેલાઈ અને સહજતાથી ગાળો બોલી શકતા કે પછી ચાના કપ પર મસાલેદાર વાતો કરીને હસતા – મને તે બધું કાંઈ ફાવતું નહીં. અને જ્યારે તેઓ ઘણી માથાકૂટ કરીને મને બધું સમજાવતાં ત્યારે હું શરમાઈને મોઢું સંતાડી દેતો! કૉલેજના ચોથા વર્ષમાં પણ મને સ્ત્રી અને પુરૂષની વચ્ચે સંભોગ કેવી રીતે થાય કે પછી સ્ત્રીના પેટમાંથી બાળક કયા રસ્તે બહાર આવે તેની ખબર ન હતી. મોટાઓ અને ઘરની સ્ત્રીઓને વાત કરતાં સાંભળીને મેં જે બધું જોડી કાઢ્યું હતું તે બધું સમજ્યો ત્યારે હું શરમાઈને રડી પડ્યો હતો. કેટલું શરમજનક અને કેટલું ગંદું! કેટલું અશ્લીલ! બધાં આ જ કરતાં હશે? બધાંને આ જ કરવું પડતું હશે? આપણે બધાંને પણ – માત્ર વેશ્યાઓ સાથે નહીં પણ આપણી પત્નીઓ સાથે પણ? મારાં માતા પિતા પણ? ના, ના, બીજો કોઈ સરળ રસ્તો નહીં હોય? બાળકો ચુંબનથી કેમ પેદા નહીં થતા હોય – કે માત્ર શ્વાસના ભળવાથી – માત્ર સ્ત્રી કે પુરૂષ પોતાની જાતે જ બાળક પેદા ન કરી શકે – જેમ મહાભારતમાં કે બાઈબલમાં થતું હતું તેમ? આ તો કેવું હલકું અને અધમ કહેવાય? જો પ્રેમની પાછળ આવી બધી ગંદી હરકતો હોય તો એને સુંદર, મધુર અને વિશુદ્ધ કેવી રીતે કહેવાય? એટલે કે જો હું કુસુમને પરણું તો અમારે પણ – ના, ના, એવો તો વિચાર પણ કેમ થાય?

હું જ્યારે MAમાં હતો ત્યારે કુસુમ પરણી ગઈ. હવે તેને મન થાય ત્યારે ન મળી શકાય તેથી મને ખરાબ તો લાગ્યું. (તેનો પતિ કોઈ નાના શહેરમાં ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતો.) પણ અંદરખાને તો હું ખુશ હતો – ચેખોવની વાર્તાની જેમ મારા પ્રેમને એકપક્ષી માનીને! હું મારી જાતને સમજાવતો, ‘જે વિરહમાં પરિણમે તે જ શ્રેષ્ઠ પ્રેમ કહેવાય. કુસુમ તો મારી જ છેને. તે એક બંદીશ, એક સુગંધ, એક સ્વપ્નની માફક મારી આસપાસ જ ફરકે છે.’ સાચા પ્રેમનો અનુભવ તો શરીર વિના જ થાય અને જેમાં શરીર સંડોવાતું હોય તેને તો પ્રેમ જ કેમ કહેવાય – આવા બધા મારા વિચારો હતા. પણ એક વાર મને જુદો જ અનુભવ થયો હતો – તે પણ કુસુમ સાથે જ.  

તેના લગ્નના થોડા મહિના પછી કુસુમ કલકત્તા આવી હતી. ઈસ્ટરની રજાઓ પછી તેનો પતિ દિનાજપુર પાછો ગયો હતો અને તે વારંવાર અમારા ઘરે આવતી હતી. તેના લગ્ન પછી તે ઘણી જ બોલકણી થઈ ગઈ હતી અને મારી સાથે બહુ જ સરળતાથી અને સલુકાઈથી વર્તતી હતી. એક વખત જ્યારે તે અમારે ઘરે રાત રહેવાની હતી ત્યારે તે મારા રૂમમાં આવી. ત્રીજા માળે એક ખૂણામાં મારો રૂમ હતો. મારા પલંગ પર બેસીને તે ઘણીવાર સુધી જાતજાતની વાતો કરતી રહી. ધીરે ધીરે ઘરમાં શાંતિ છવાઈ ગઈ. કુસુમે જણાવ્યું કે તે થાકી ગઈ છે અને તેને થોડી વાર સૂઈ જવું છે. ઓશીકા પર માથું મૂકીને તે બોલી, ‘કેવો સરસ ચાંદો ઊગ્યો છે, લાઈટની જરૂર છે?’ વસંતની ઋતુ અને ચૈત્ર મહિનો હતો – ચંદ્રનું તેજ પાણીની જેમ ચળકતું હતું. દક્ષિણનો પવન માદક હતો. ચંદ્રનો પ્રકાશ સીધો જ કુસુમના હોઠ અને ગાલ પર પડતો હતો. તેની આંખો કાળી અને ગભીર હતી. અમે આખી રાત ફક્ત ચુંબન કરવામાં જ પસાર કરી – સુબ્રતોના વર્ણન પ્રમાણે! મેં તેને બાથમાં લીધી ન હતી. મારા હાથ છૂટા જ રહ્યા હતા. મારા ખુલ્લા હોઠ તેનો શ્વાસોચ્છ્‌વાસ માણી રહ્યા હતા – સુગંધિત, ભીનો, ફીણવાળો, અખૂટ. પલંગની ધારે બેસીને આ ફુવારામાં મારો ચહેરો બોળીને તેનો આસ્વાદ લીધો હતો. ફક્ત આટલું જ. કાંઈ જ વધારે નહીં. કામના અને સંયમ, પરસ્પર આનંદ અને પવિત્રતા, ઈન્દ્રીયજન્ય આનંદ અને ભોગનો ત્યાગ – આવા વિચિત્ર સંયોજનમાં ચાંદની અને પવનની એ મસ્ત રાત વીતી. મારામાં બીજા કોઈ જ ઉત્તેજનાના ભાવ ઊભા ન થયા એ થોડું વિચિત્ર લાગે છે. આનાથી વધારે કુસુમને પણ જોઈતું હોય એવું લાગ્યું નહીં. કદાચ તે મારાથી નિરાશ થઈ હશે કે પછી તેને આટલું જ સલામત લાગ્યું હશે. જે પણ હોય તે – ત્યાર પછી તેણે ક્યારેય અમારે ત્યાં રાત વીતાવી નથી. એમ પણ હોય કે તેણે એમ કરવાનું ટાળ્યું હોય જેથી અમારે આગળ વધવાનો પ્રસંગ જ ન આવે. આવો વિચાર જ મારા મનમાં આવ્યો ન હતો. હું અસંતુષ્ટ હતો એમ ન હતું. હું ત્યારે ભોળો અને રોમેન્ટિક હતો. ત્યાર પછી થોડા દિવસો સુધી હું જાણે મંત્રમુગ્ધ બની ગયો હોઉં એમ મને લાગ્યા કરતું. મારી નસોમાં જાણે ઝણઝણાટી થયા કરતી, શ્વાસમાં એક સુગંધ આવ્યા કરતી. મને લાગતું કે મારા સ્વપ્ન સાકાર થવાની તૈયારીમાં છે. આ બધું માત્ર પુસ્તકોમાંથી ઉપજાવી કાઢેલું નથી એની જાણે સાબિતી મને મળી ગઈ.  

આજની જેમ જ મારા લગ્નની રાતે પણ આખી રાત વરસાદ પડ્યો હતો. આજની જેમ જ એ રાતે પણ અમે બંને એકબીજાંની બાજુમાં જાગતાં પડ્યાં રહ્યાં હતાં – પણ તેમાં થોડો ફરક હતો. એક વર્ષ આતુરતાથી રાહ જોયા પછી, માલતી મારી સાથે હતી – મારી બાજુમાં નવાનકોર ગાદલા પર સૂતી હતી. તેના ઉપર એક એકદમ સુંવાળી સાદડી પાથરી હતી. રૂમના એક ખૂણામાં એક દીવો બળતો હતો. અમારું લગ્ન હિંદુ વિધિથી થયું હતું – તે અંગે મારો કોઈ મત લેવામાં આવ્યો ન હતો. વિધિને માટે ભવાનીપુરમાં હરીશ મુખર્જી માર્ગ પર એક મકાન ભાડે લેવામાં આવ્યું હતું. શુભ મુહૂર્ત રાતે દોઢ વાગ્યાનું હતું અને તે પછી કોણ જાણે કેટલાય વાગે બધું પૂરું થયું હશે. તદુપરાંત માલતીને આખા દિવસનો ઉપવાસ કરાવ્યો હતો. પહેલાં તો મને થયું હતું કે આ બધી વાત કંટાળાજનક, ત્રાસદાયક તેમ જ સમયની બરબાદી જ હતી. પણ જ્યારે બધું પૂરું થયું ત્યારે ખબર પણ પડી ન હતી કે સમય ક્યાં જતો રહ્યો! નવા જ ગાદલા પર સૂતેલો હું, ખૂણામાં બળતો તેલનો દીવોે, ચારે બાજુ દેખાતા પડછાયા, જુહીની સુગંધ અને તેની નવીનકોર રેશમી બનારસી સાડીનો સળવળાટ – હું તેને બરાબર જોઈ શકતો ન હતો પણ તેને મારા લોહીના દરેક ટીપામાં અનુભવી શકતો હતો. હું જાણે એક મોટું પાકેલું સીતાફળ હોઉં જે ફાટીને ચારે બાજુ પોતાના બી ઉડાડી રહ્યું છે, તેવું મને લાગી રહ્યું હતું. શાંતિ, કાળી ડબાંગ રાત્રિ અને વરસાદનો અવાજ – તે રાત્રે મેં તેને એક ચુંબન કર્યું – મારા હોઠથી તેના હોઠનો એકદમ હળવો સ્પર્શ કર્યો. અને એક વાર તેના સ્તન પર મારો હાથ મૂક્યો – જીવંત, ગરમ અને પીંછા જેવું મુલાયમ! મારા હાથ નીચે તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું, જાણે મારું હૃદય તેની હથેળીમાં હતું. માત્ર આટલું જ, કાંઈ જ વધારે નહીં, ફક્ત વરસાદ, આખી રાત અને તેનો અવાજ. અમારા બેમાંથી કોઈ જરા પણ સૂતું ન હતું. અમે ફક્ત પડી જ રહ્યા, એકબીજાની બાજુમાં, એકબીજાની હાજરીથી જાગ્રત! હવે અમે પરણેલાં હતાં – પતિ અને પત્ની. હવે અમે જે મન થાય તે કરવાને સ્વતંત્ર હતાં. અમારા રક્તની વાસના સંતોષવામાં હવે કોઈ અવરોધ ન હતો. પણ મને લાગતું હતું કે કાંઈ જ ન કરવું એ જ યોગ્ય હતું – સુંદર અને આનંદદાયક. હવે તો તે મારી જ હતી માટે રાહ જોવાનું વિવેકપૂર્ણ કહેવાય. માલતી, શું મેં તને નિરાશ કરી હતી?

લગ્નથી હું આનંદમાં હતો – સભાનપણે, સંપૂર્ણપણે આનંદમાં હતો. માલતીને પત્નીના રૂપમાં પામ્યા પછી થોડા જ સમયમાં મને સમજાયું કે હું તેના શરીરને પણ ઇચ્છતો હતો. પગથી માથા સુધી તે ખૂબ જ ઇચ્છનીય બનતી જતી હતી. આનાથી મારું પ્રેમનું સ્વપ્ન બગડતું ન હતું પણ તેમાં એક નવી જ ઉત્કટતાનાં દર્શન થતાં હતાં. કુસુમની કલ્પનાઓથી મને જે આંચકો આવ્યો હતો તેને બદલે તેવી જ પરિસ્થિતિમાં માલતીની કલ્પના આકર્ષક લાગતી હતી. જાણે તેની સાથે શારીરિક ફરજ બજાવવામાં કાંઈ જ અજુગતું ન હોય એવું લાગતું. કદાચ હું તેના ગાલ પરથી પરસેવો ચાટવા પણ તૈયાર હતો. તેણે ચાવેલો ખોરાક ખાતાં પણ હું અચકાત નહીં. તે તેના માસિકના સમયમાં આડી પડી હતી ત્યારે તેને જોઈને તેના પ્રત્યેનું આકર્ષણ ખૂબ જ વધી ગયું. તે એક જ એવી સ્ત્રી હતી જેને હું પ્રેમ પણ કરી શકું અને વશ પણ કરી શકું. ત્યારે મને એમ લાગતું હતું. તેને લીધે મારા શરીર અને મારા મન વચ્ચેની લડાઈનો ઉકેલ આવી ગયો હતો. ત્યાં સુધી જાણે હું બે ભાગમાં વહેંચાઈ ગયો હતો અને હવે જાણે એ બંને ભાગ ભેગા થઈ ગયા હતા. હું એક સંપૂર્ણ માણસ બની શક્યો. મારે માટે મારા લગ્ન અને માલતીને કારણે અનુભવેલી આ લાગણી ખૂબ જ આશ્ચર્યજનક અને સુંદર હતી. મારું મન અંદર રહેલા પશુ સાથે સંધિ કરી શક્યું હતું. પશુ નબળું પડ્યું ન હતું છતાં ય મારા કાનમાં એક બંદીશ ગુંજતી, એક પવનની લહેર જેવી સુગંધ મારી આજુબાજુ ફેલાતી. મારા જીવનમાં પહેલી વાર મને લાગ્યું કે હું એક જટિલ વ્યક્તિ છું – સંપૂર્ણ, મુક્ત અને આત્મનિર્ભર.

Navigation menu