સોરઠી સંતવાણી/છેલ્લી શિખામણ: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છેલ્લી શિખામણ|}} <poem> સ્થિરતાએ રહેજો ને વચનુમાં ચાલજો ને ::::...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
:::: ત્યાં રહે નહીં દુરજનનો વાસ રે. — સ્થિરતાએ. | :::: ત્યાં રહે નહીં દુરજનનો વાસ રે. — સ્થિરતાએ. | ||
</poem> | </poem> | ||
<center>'''[ગંગાસતી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ઉપદેશનું પાત્ર | |||
|next = હરિ સાથે એકતાર | |||
}} |
Latest revision as of 11:29, 28 April 2022
છેલ્લી શિખામણ
સ્થિરતાએ રહેજો ને વચનુમાં ચાલજો ને
રાખજો રૂડી રીત રે,
અજાણ્યા સાથે વાત નવ કરજો રે
જેનું મન સદા વિપરીત રે —
ભાઈ રે આગળ ઘણા મહાત્મા થઈ ગયા ને
તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે,
એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિયો ને
ઉપજાવે અંતરમાં ખેદ રે. — સ્થિરતાએ.
ભાઈ રે લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું ને
આસક્ત છે વિષયમાંય રે,
એવાને ઉપદેશ કદી નવ કરવો ને
જેને લાગે નહીં લેશ ઉરમાંય રે. — સ્થિરતાએ.
ભાઈ રે ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું ને
ચૂકવો નહીં અભ્યાસ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
ત્યાં રહે નહીં દુરજનનો વાસ રે. — સ્થિરતાએ.