ચાંદનીના હંસ/૩૦ સમંદર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સમંદર|}} <poem> સદા ભોંયને બાઝી રહેતા દેહવિહોણા પડછાયાની ભીતર વહેતા શ્વાસ અચાનક અધરાતે મધરાતે લમણે કે આંખોના બંધ બારણે બ્હાર ટકોરા મારે. એકસામટો જાગી પડતો અફાટ જળ-સંસાર. જરી ઊં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
૮–૬–૭૮ | ૮–૬–૭૮ | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૯ પથ્થર | |||
|next = ૩૧ ગુફા | |||
}} |
Latest revision as of 11:52, 16 February 2023
સમંદર
સદા ભોંયને બાઝી રહેતા
દેહવિહોણા પડછાયાની ભીતર વહેતા શ્વાસ
અચાનક અધરાતે મધરાતે લમણે
કે આંખોના બંધ બારણે
બ્હાર ટકોરા મારે.
એકસામટો જાગી પડતો અફાટ જળ-સંસાર.
જરી ઊંચકાય. ઊછળતો અમળાતો વળ ખાય.
બધે બધ અફળાતો ઢળી જાય.
કાંઠે આવી ઊઘડી પડતી ધોળી કોડી કિનારમાં સંતાય.
એકની ઉપર એક ઊછળતા ભરચક શ્વાસે
પડછાયાના ડાઘ ભૂંસતા
જળચર આવી ધીમા ધીમા સંભળાય.
સમંદર ધીમા ધીમા પડઘાય.
૮–૬–૭૮