દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૫. ઢોંગધરી દુનિયામાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫. ઢોંગધરી દુનિયામાં|મનહર છંદ}} <poem> ઢોંગ ધરી દુનિયામાં દેખાડવું ભલું ડોળ, એવી તો સંસાર વિષે સૌને સમજણ છે; પોતાની તપાસ્યા વિના ભાખવી બીજાની ભૂલ, એ વિદ્યાથી ભૂતળમાં ભાગ્યે જ અ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૨૪. ગંગામાં ગયું જે જળ | ||
|next = | |next = ૨૬. જળદનું જળ જોઈ | ||
}} | }} |
Latest revision as of 10:30, 21 April 2023
૨૫. ઢોંગધરી દુનિયામાં
મનહર છંદ
ઢોંગ ધરી દુનિયામાં દેખાડવું ભલું ડોળ,
એવી તો સંસાર વિષે સૌને સમજણ છે;
પોતાની તપાસ્યા વિના ભાખવી બીજાની ભૂલ,
એ વિદ્યાથી ભૂતળમાં ભાગ્યે જ અભણ છે;
ભલાં ભલાં ભાષણોથી ભાખી તો શકાય પણ,
કરી ન શકાય એ જ એક અડચણ છે;
કહે દલપતરામ કહેવું સરસ કામ,
કહેવું તેવું કરી દેખાડવું કઠણ છે.