રચનાવલી/૫૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 2: Line 2:


{{Heading|૫૧. રતન (ચં. ચી. મહેતા)  |}}
{{Heading|૫૧. રતન (ચં. ચી. મહેતા)  |}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/c/c0/Rachanavali_51.mp3
}}
<br>
૫૧. રતન (ચં. ચી. મહેતા) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
<br>
&#9724;
</center>
<hr>





Latest revision as of 13:42, 17 September 2024


૫૧. રતન (ચં. ચી. મહેતા)





૫૧. રતન (ચં. ચી. મહેતા) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ



ગુજરાતમાં ચં. ચી. ને કોણ નથી ઓળખતું? ગુજરાત ચં. ચી. એક જ છે. ચંદ્રવદન ચીમનલાલ મહેતા ઉમાશંકરે જેમને ‘અલકમલકની ચીજ' કહ્યા છે. નાટક કરવામાં, નાટક લખવામાં નાટક વિશે વાત કરવામાં, નાટકની ભજવણી માટે જોઈતા થિયેટર માટે બળાપો કરવામાં, દેશવિદેશના નાટ્ય પ્રયોગોની નોંધ કરવામાં, ચં.ચી.ના નાટ્યજીવ જેવો બીજો કોઈ ગુજરાતે જોયો નથી. એક કાળે ‘કુમાર’માં છપાતી એમની ‘બાંધ ગઠરિયા'ના ગદ્યે કેટલાય વાચકો પર મોહિની છાંટેલી. અને શાળા મહાશાળામાં ભાઈબહેનના હેતને રજૂ કરનાર એક માત્ર કવિ લેખે એમના ‘ઈલાકાવ્યો’ને કોણ ભૂલવાનું હતું? ચંદ્રવદન મહેતાએ ભાઈબહેનના હેતને વર્ણાવતું ૧૯૪૩ પંક્તિનું ‘રતન’ નામે એક લાંબુ કાવ્ય લખ્યું છે. એમણે ‘રતન' લખવાનું શરૂ કરેલું ૧૯૨૪માં, પણ એને પુરું કરવા લગભગ પાંચ વર્ષ લાગેલાં. અને એને છપાવતાં વળી બીજાં આઠ વર્ષ લાગેલાં એટલકે ૧૯૨૪માં લખવું શરૂ કરેલું ‘રતન’ છેક ૧૯૩૭માં પ્રકાશિત થયેલું. ‘રતન’ એક લાંબુ વાર્તાકાવ્ય કે કથાકાવ્ય છે. અને એમાં કવિએ સળંગ પૃથ્વીછંદ વાપર્યો છે. આ કાવ્ય કવિએ ‘સુમતિ'ને અર્પણ કર્યું છે. પણ એ અંજલિરૂપે અર્પણ કર્યું છે. સુમતિ પ્રત્યેનો એમનો આ ‘રતન’ કાવ્યમાં રૂપાન્તર પામીને આવ્યો છે, વ્યમાં ક્યાંક ક્યાંક તો બહેન ગુમાવ્યાની કવિની અંગત વેદના જ કથારૂપ પામેલી જોઈએ છીએ. ‘રતન’માં કથા આ પ્રમાણે છે : ગુજરાતના પશ્ચિમ - કાંઠાનું કોઈ ગામ છે, જ્યાં નદી અને ઝરણું ગામને પોષે છે; અને કુદરતની સંપત્તિ ભરી ભરી પડેલી છે. ગામને ભાગોળે એક વડ છે અને વડ નીચે ચોતરો છે; જેને ગામની અનેક દશાઓના પલટા જોયા છે અને ખેડૂતનું હીર ચૂસી લેતા તેમજ ખરી મહેનતનો બદલો ન મળે એવું જીવન પણ જોયું છે. આ ગામમાં મુખી પટેલ રહેતો. જબાન જ જેનો ચોપડો અને જેના કુલીનવ્યવહારની વાહવા હતી. આ મુખી પટેલને ભાણા પટેલ અને ધના પટેલ બે દીકરા. કવિ કહે છે કે મુખી પટેલે એમને ‘બારાખડી’ નહીં પણ ‘વ્યોમ તારાખડી'થી ઋતુનું બરાબર જ્ઞાન આપેલું હતું. ભાણા પટેલને એક દીકરી તે રતન અને ધના પટેલને એક દીકરો તે હીરો. કોઈપણ લેશ વગર બે ભાઈ જમીન ખેડે. પણ ધનો જરા ધૂની. અને નિજાનંદમાં રહેનારો. એટલે વડીલ ભાણા પટેલ પર વધારે ભાર રહેતો. પણ અચાનક નસીબ વિફર્યું અને ભાણા પટેલ પર ખેતરમાં વીજળી પડતાં એના બે હાથ નકામા થઈ ગયા. ભાણા પટેલને ફડક પેઠી કે ‘રખે રડવડે કદી રતન દીકરી’. એટલે ખેતરના ભાગલા પાડવાનો ભાઈ આગળ પ્રસ્તાવ મૂકતાં ચડભડ થઈ અને ધનો ભાણાને પુત્ર સોંપીને ક્યાંય અદશ્ય થઈ ગયો. ભાણાને પશ્ચાત્તાપ થયો. બમણા સ્નેહથી એણે હીરાને અને રતનને ઊછેરવાં માંડ્યાં. રતન અને હીરા બે ભાઈબહેન વચ્ચે અતૂટ સ્નેહસંબંધ બંધાય છે. પણ ભાણો હીરાને નગરમાં ભણતર માટે મોકલે છે. હીરો નગરમાં જતાં ‘અશુદ્ધ જળ, તેજ, વાયુ અવકાશ’નો ઉપાસક બને છે. પરમ પંચભૂતોનું સુરક્ષણ જતું રહે છે. અને રતનની રૂડી રક્ષા પણ જતી રહે છે. પિંજરે પુરાયેલા પોપટ કે કૂવે પડેલા મેઢક જેવી એની દશા થાય છે. ધીમે ધીમે એ નગરકુંડનો અધમ હીરો બની જાય છે. એના પત્રો આવતા બંધ થાય છે. માત્ર પૈસા માગવા માટે આવતા પત્રોમાં ગાંઠનું ઉમેરીને રતના ભાણા આગળ વાતને છુપાવે છે, ભાણો ભ્રમમાં મરણ પામે છે. આ બાજુ રતન હાડ ગાળીને પણ હીરાની માગણીઓને પોષતી રહે છે. હીરાને દુ:ખ ન થાય એમ વિચારીને એ ભાણાના મૃત્યુના સમાચાર પણ મોકલતી નથી. સહન કરતી કરતી, બધુ ગીરવે મૂકતી મૂકતી છેવટે ‘પડી રતન ખાટલે, ન રહી શક્તિ ઊભી થવા' અને આશા છે કે ભાઈ ધન કમાઈને જમીનને છોડાવશે. એવામાં રતનની પડોશમાં એ કુટુંબ રહેવા આવે છે અને એ કુટુંબની કન્યા મણિ રતનની સખી બનીને રહે છે. બીજી બાજુમાં હીરો નગરની વિષભરેલ મોહિનીમાંથી ઊંચો આવે છે અને ‘સહુ સ્વાર્થના એ સગા છે’ એનું ભાન થાય છે. એના ઊંડા હૃદયમાં પુણ્ય સંસ્કારનું નસમૂળ ક્યાંક રહ્યું હશે તે એને ‘ધનો, વતને, સ્મરી રતન વૃદ્ધ ભાણો સ્મર્યો' હીરો દોડતો ગામ આવે છે. ગામના ચોતરાનો ધૂની એને રોકે છે. અને રતનની એને વીતકવાર્તા કહે છે અને ગીરવે મૂકેલી જમીન છોડાવવા કહે છે. હીરો અપાર પસ્તાવા સાથે રતનને કહે છે : ‘મને તું કર માફ બહેન, બહુ મેં ભૂલો છે કીધી' રતન વહાલથી વિચારે છે કે ‘નગરજાળ એવી ભૂંડી' છે એમાં ભાઈ શું કરે? છેવટે રચન મણિને હીરા સાથે જોડે છે પણ પોતે પ્રતિદિન ઘસાતા જતાં શરીર થકી પ્રાણને જીરવવાની આશા' ગુમાવી બેસે છે રતન ‘હાડનું માળખું' રહ્યું છે! વસાહત વસી મહીં અણગણ્યા બધે જંતુડાં’ ‘મણિ અને હીરાના લાખ પ્રયત્ન ‘પરંતુ નહિ રે બચી' રતન. હીરો રતનની દેરી રચે છે અને ચોતરાનો ધૂની ચોતરાથી ખસીને ફરી આગળ જતો રહે છે. હીરાને પણ થાય છે કે બીજું કોઈ નહિ પણ એનો પિતા ધની હતો. ‘રતન’ની કથા સીધેસીધી કહેવાયેલી છે. કથા પણ સાદી સરળ છે. ક્યાંક લાગણીના ઘેરા લપેડા પણ થયા છે. પરંતુ ક્યાંક સરળ કહેવતો જેવી પંક્તિઓ બની છે. અને બોલચાલની ભાષાના લહેકા પણ ઊતર્યા છે; મને ને ગમશે જરી, જરૂર જો લખી પત્ર તું/ સદા ખબર આપજે; શરીર, ભાઈ સંભાળજે;/ તું તો છું કની રેઢિયાળ, નથી ભાન તારું તને થશે શું ત્યહીં તારું? મુંજ વિના બધી કાળજી- વિહીન થઈ એકલો ‘સતત એ જ ચિંતા મને.' ભાઈને નગર ભણવા જતો જોઈ રહેતી રતનનું ચિત્ર પણ જોવા જેવું છે ; ‘વિયોગ હૃદયે, મુખે ચમકરેખ આનંદની ધીરે નયન આંસુડા ખળખળી વહે એટલાં/ જુએ ન કંઈએ પછી નજરબંધ એથી થતાં.’ ‘રતન’ ચં.ચી. મહેતાનું મોટી અપેક્ષાઓ જગાડતું કથાકાવ્ય નથી, પરંતુ એને સાવ વિસારે પાડી દઈએ એવું પણ એ કાવ્ય નથી. ભાઈબહેનના હેતના વિષયને છેડતું ગુજરાતી ભાષાનું આ એકમાત્ર કાવ્ય છે.