બાળ કાવ્ય સંપદા/અમે રમકડાં: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
+1
 
No edit summary
 
Line 6: Line 6:
પડઘમચી ને વાનરભાઈ !
પડઘમચી ને વાનરભાઈ !
ગામની ગાયો, ડાહીનો ઘોડો,
ગામની ગાયો, ડાહીનો ઘોડો,
બંદૂકવાળો બનું સિપાઈ ! {{right|...૧}}
બંદૂકવાળો બનું સિપાઈ !{{gap}} {{right|...૧}}


સિંહ ને સસલું, મોરલો-મરઘી,
સિંહ ને સસલું, મોરલો-મરઘી,

Latest revision as of 00:59, 12 February 2025

અમે રમકડાં

લેખક : ચંદ્રવદન ચી. મહેતા
(1901-1991)

અમે રમકડાં ! અમે રમકડાં !
પડઘમચી ને વાનરભાઈ !
ગામની ગાયો, ડાહીનો ઘોડો,

બંદૂકવાળો બનું સિપાઈ !
...૧



સિંહ ને સસલું, મોરલો-મરઘી,
બબલો ને વળી બબલીબાઈ !
ઘર ઘર જાશું, ઘર ઘર ફરશું,

રમ્મત ગમ્મત નવી નવાઈ !
...૨



મજા મજા છે, કેવી મજા છે !
એવી મજા કે વાત નહિ !
ધિંગમ ધિંગા કૂદમ કૂદા !

આજ દિવસ કે રાત નહિ !
...૩



ખાશું પીશું મજા કરીશું !
અમને કંઈ પંચાત નહિ.
બાળક સાથે દોસ્તી બાંધી

આકાશે નિત ઊડશું કહીં !
...૪