હયાતી/૩૦. સાત શ્લોક: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| ૩૦. સાત શ્લોક | }} {{center|<poem> લીલી આ વનરાજી, નીલ નભ ત્યાં નીચે નમીને પૂછે : ‘ક્યાં એ પંખી ગયાં પ્રસન્ન ટહુકા જેના હજી સાંભળું?’ વૃક્ષોનાં સ્મિત થૈ બધાંય વિહગો ત્યાં તો ઊડ્યાં સામટા...") |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
વૃક્ષોનાં સ્મિત થૈ બધાંય વિહગો ત્યાં તો ઊડ્યાં સામટાં : | વૃક્ષોનાં સ્મિત થૈ બધાંય વિહગો ત્યાં તો ઊડ્યાં સામટાં : | ||
વૃક્ષો, આભ, વિહંગની અજબ આ જોતો રહ્યો પ્રાર્થના. | વૃક્ષો, આભ, વિહંગની અજબ આ જોતો રહ્યો પ્રાર્થના. | ||
* | <center> * </center> | ||
ડાળેડાળ તણો, અહો પ્રગટતાં કૂણાં બધાં પર્ણનો, | ડાળેડાળ તણો, અહો પ્રગટતાં કૂણાં બધાં પર્ણનો, | ||
ભોંયે ફૂટી રહેલ સર્વ તૃણનો, સૌ તારલાનો નભે : | ભોંયે ફૂટી રહેલ સર્વ તૃણનો, સૌ તારલાનો નભે : | ||
જે કૈં જીવ–અજીવ આ જગતમાં એ સર્વનો છું ઋણી | જે કૈં જીવ–અજીવ આ જગતમાં એ સર્વનો છું ઋણી | ||
માતા, આ ઋણભારથી હું હળવો તારી સ્મૃતિથી રહું. | માતા, આ ઋણભારથી હું હળવો તારી સ્મૃતિથી રહું. | ||
* | <center> * </center> | ||
મારું ક્યું સુખ મને ગમ ના ૫ડે છે, | મારું ક્યું સુખ મને ગમ ના ૫ડે છે, | ||
ને દુઃખ મારું કયું એ નવ જાણ, માતા! | ને દુઃખ મારું કયું એ નવ જાણ, માતા! | ||
તારી કૃપા–ઝરણીમાં નિત હોઉં ભીનો | તારી કૃપા–ઝરણીમાં નિત હોઉં ભીનો | ||
તો દુઃખ ને સુખની પાર વસી શકું સદા. | તો દુઃખ ને સુખની પાર વસી શકું સદા. | ||
* | <center> * </center> | ||
મારા અંતરમાં તમારી લગની એવી રહો કે સદા | મારા અંતરમાં તમારી લગની એવી રહો કે સદા | ||
સૂતાં કે પછી જાગતાં રટણમાં મૂર્તિ તમારી રહે : | સૂતાં કે પછી જાગતાં રટણમાં મૂર્તિ તમારી રહે : | ||
આંખો બંધ–ઉઘાડી હોય પણ એ બીજું કશું ના લહે. | આંખો બંધ–ઉઘાડી હોય પણ એ બીજું કશું ના લહે. | ||
હોઠેથી, વચનેથી, મૌન થકીયે સ્તોત્રો ઝરે સર્વદા. | હોઠેથી, વચનેથી, મૌન થકીયે સ્તોત્રો ઝરે સર્વદા. | ||
* | <center> * </center> | ||
હું તો ઉપાડું મુજ પાય તમે દિશા દો, | હું તો ઉપાડું મુજ પાય તમે દિશા દો, | ||
હું નેત્ર ખોલી રહું દૃશ્ય નવાં નવાં દો; | હું નેત્ર ખોલી રહું દૃશ્ય નવાં નવાં દો; | ||
હું શ્રોત્રથી સ્તવન, મા, તવ સાંભળી શકું, | હું શ્રોત્રથી સ્તવન, મા, તવ સાંભળી શકું, | ||
આ હોઠ બે ફફડતા, તવ પ્રાર્થના દો. | આ હોઠ બે ફફડતા, તવ પ્રાર્થના દો. | ||
* | <center> * </center> | ||
મને શ્રદ્ધા, મારા સુહૃદનું કશુંયે અહિત ના | મને શ્રદ્ધા, મારા સુહૃદનું કશુંયે અહિત ના | ||
થશે, એના ચિત્તે પરમ તવ આનંદ વસશે : | થશે, એના ચિત્તે પરમ તવ આનંદ વસશે : | ||
તમે દોરો એને, શિશુ તવ કૃપાને તલસતો, | તમે દોરો એને, શિશુ તવ કૃપાને તલસતો, | ||
નમી નીચાં એને ઊંચકી ઝટ આશ્વાસન દિયો. | નમી નીચાં એને ઊંચકી ઝટ આશ્વાસન દિયો. | ||
* | <center> * </center> | ||
પંખીના કલશોરનો પથ રચો – ત્યાં પાય માંડી રહું | પંખીના કલશોરનો પથ રચો – ત્યાં પાય માંડી રહું | ||
આરોહું કિરણોની સીડી પર કો આનંદના લોકમાં : | આરોહું કિરણોની સીડી પર કો આનંદના લોકમાં : |
Latest revision as of 01:34, 10 April 2025
લીલી આ વનરાજી, નીલ નભ ત્યાં નીચે નમીને પૂછે :
‘ક્યાં એ પંખી ગયાં પ્રસન્ન ટહુકા જેના હજી સાંભળું?’
વૃક્ષોનાં સ્મિત થૈ બધાંય વિહગો ત્યાં તો ઊડ્યાં સામટાં :
વૃક્ષો, આભ, વિહંગની અજબ આ જોતો રહ્યો પ્રાર્થના.
ડાળેડાળ તણો, અહો પ્રગટતાં કૂણાં બધાં પર્ણનો,
ભોંયે ફૂટી રહેલ સર્વ તૃણનો, સૌ તારલાનો નભે :
જે કૈં જીવ–અજીવ આ જગતમાં એ સર્વનો છું ઋણી
માતા, આ ઋણભારથી હું હળવો તારી સ્મૃતિથી રહું.
મારું ક્યું સુખ મને ગમ ના ૫ડે છે,
ને દુઃખ મારું કયું એ નવ જાણ, માતા!
તારી કૃપા–ઝરણીમાં નિત હોઉં ભીનો
તો દુઃખ ને સુખની પાર વસી શકું સદા.
મારા અંતરમાં તમારી લગની એવી રહો કે સદા
સૂતાં કે પછી જાગતાં રટણમાં મૂર્તિ તમારી રહે :
આંખો બંધ–ઉઘાડી હોય પણ એ બીજું કશું ના લહે.
હોઠેથી, વચનેથી, મૌન થકીયે સ્તોત્રો ઝરે સર્વદા.
હું તો ઉપાડું મુજ પાય તમે દિશા દો,
હું નેત્ર ખોલી રહું દૃશ્ય નવાં નવાં દો;
હું શ્રોત્રથી સ્તવન, મા, તવ સાંભળી શકું,
આ હોઠ બે ફફડતા, તવ પ્રાર્થના દો.
મને શ્રદ્ધા, મારા સુહૃદનું કશુંયે અહિત ના
થશે, એના ચિત્તે પરમ તવ આનંદ વસશે :
તમે દોરો એને, શિશુ તવ કૃપાને તલસતો,
નમી નીચાં એને ઊંચકી ઝટ આશ્વાસન દિયો.
પંખીના કલશોરનો પથ રચો – ત્યાં પાય માંડી રહું
આરોહું કિરણોની સીડી પર કો આનંદના લોકમાં :
તારી સંનિધિની વસંત મહીં હું ફેલાઉં થૈ ફોરમ :
તેં સીંચ્યા તરુ કેરું મૂળ થઈને ઊંડે જઉં તો ગમે.