ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અગતિગમન

Revision as of 23:19, 24 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
અગતિગમન

સુરેશ હ. જોષી

અગતિગમન (સુરેશ હ. જોષી; ‘એકદા નૈમિષારણ્યે’, ૧૯૮૧) ઘેરથી મોડો નીકળેલો નાયક સાડા સાતની બસ માટે બસસ્ટોપ પર આવે છે અને ઊભા ઊભા દુ:સ્વપ્નમાં કોઈ ખોટી બસમાં ચઢી જઈ ડ્રાઇવર વગર ચાલતી બસની ગતિની સાથે ભયાવહ વીગતોમાં પ્રવેશી જાય છે. અંતે જાગીને બસની રાહ જોતાં ટોળા વચ્ચે પોતાને જુએ છે. નગરજીવનની અગતિકતા, નિરર્થકતા અને અસંગતતાનો એકસાથે સઘન અનુભવ રચવા તરફ વાર્તાનું લક્ષ્ય છે.
ચં.