કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૯. લગની
Revision as of 12:17, 18 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯. લગની|}} <poem> લાગી રામભજનની લગની રે રમણા થઈ ગઈ છે રગરગની. રા...")
૧૯. લગની
લાગી રામભજનની લગની રે
રમણા થઈ ગઈ છે રગરગની.
રામનામ છે શીતલ છાયા,
સુખશાંતિ છે જગનીઃ
પાપતાપને ભસમ કરે છે
રામધૂનની અગની. — લાગીo
રામનામથી પાવન બનતી
માટી પણ મારગનીઃ
રામમિલનને કાજે હે મનવા!
જરૂર પડે નહિ વગની – લાગીo
(દીપ્તિ, પૃ. ૩૦)