બરફનાં પંખી/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Revision as of 18:17, 19 May 2026 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> {{Heading|સર્જક-પરિચય}} frameless|center|200px<br> {{Poem2Open}} અનિલ જોશીનો 'કદાચ' (૧૯૭૦) પછીનો આ બીજો કાવ્યસંગ્રહ છે, જેમાં ૫૬ ગીતો અને કેટલાક અછાંદસ કાવ્યો સમાવિષ્ટ છે. કવિએ કેટલીક ચિરંજીવ ગીતપં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સર્જક-પરિચય
Anil Joshi 01.jpg


અનિલ જોશીનો ‘કદાચ’ (૧૯૭૦) પછીનો આ બીજો કાવ્યસંગ્રહ છે, જેમાં ૫૬ ગીતો અને કેટલાક અછાંદસ કાવ્યો સમાવિષ્ટ છે. કવિએ કેટલીક ચિરંજીવ ગીતપંક્તિઓ ગુજરાતી કવિતાને આપી છે તેમાંથી એક ગીત પંક્તિમાંના શબ્દોથી આ સંગ્રહનું નામકરણ થયું છે. સંવેદનની ઉત્કટતા, સમૃદ્ધ કલ્પનો અને ભાષાકર્મની વિલક્ષણતાનો સુંદર ત્રિમેળ અહીં જોવા મળે છે. અમૂર્તને મૂર્ત કરતી, સૂક્ષ્મને પ્રત્યક્ષ કરતી તેમની કલ્પનલીલામાં સર્જનાત્મક સાહસવૃત્તિ જોઈ શકાય છે.

— અનંત રાઠોડ)