કવિની ચોકી

From Ekatra Wiki
Revision as of 14:12, 6 October 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
Kavini-choki.jpg


કવિની ચોકી

ત્રિદીપ સુહૃદ


કૃતિ-પરિચય

વીસમી સદીના બે યુગપુરુષો - મહાત્મા ગાંધી અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર - વચ્ચેનો સંવાદ એટલે બે સત્યના ઉપાસકો વચ્ચેની સત્યપ્રાપ્તિના માર્ગમાં આવતી બાહ્ય જગતની વિગતો વિશેની મુક્ત મનથી કરાયેલી ચર્ચા. આ અગત્યના સંવાદ વિશે વિદ્વાનોએ અંગ્રેજી અને બંગાળી સંદર્ભોનો આધાર લઈને ઘણું લખ્યું છે પણ અંગ્રેજી, બંગાળી અને ગુજરાતી સંદર્ભોનો આધાર લઈને લખાયેલું આ પ્રથમ અને એકમાત્ર ગુજરાતી પુસ્તક છે. લેખક ત્રિદીપ સુહૃદ ગાંધીવિદ્દ અને સુવિખ્યાત વિદ્વાન છે જે તેમની વિચક્ષણ સંશોધનલક્ષી દ્રષ્ટિથી જાણીતા સંદર્ભોમાં ઊંડા ઉતરીને અન્યત્ર ન જોવાયેલા અંશો વાચક સમક્ષ રજૂ કરે છે. આ પુસ્તક ગુજરાતી સાહિત્યનું આજ સુધી અપ્રસિદ્ધ રહેલું પણ ગાંધી-ટાગોર સંવાદ સંદર્ભે માર્ગદર્શક બની રહે તેવું છે. — શૈલેશ પારેખ