યાત્રા/યદિ જોવું –
Revision as of 10:42, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|યદિ જોવું –|}} <poem> યદિ જોવા મન ચાહ્ય ચન્દ્રમા અકલંક કલા બધી ખીલ્યો, પ્રહરે આઠ સદી નભે રવિ સંગે – ઉડુ સંગ પ્રોજવલ્યો; યદિ વા મન જે ’વગાહવા અલુણા જલસાગરે; જ્યહીં ભરતી નહિ કો ન ઓટ કો...")
યદિ જોવું –
યદિ જોવા મન ચાહ્ય ચન્દ્રમા
અકલંક કલા બધી ખીલ્યો,
પ્રહરે આઠ સદી નભે
રવિ સંગે – ઉડુ સંગ પ્રોજવલ્યો;
યદિ વા મન જે ’વગાહવા
અલુણા જલસાગરે; જ્યહીં
ભરતી નહિ કો ન ઓટ કો,
સભરાભર જ્યાં જ છલે;
વસુધાતલ તે મનુષ્ય છે
પ્રગટ્યું એકલ વા કહો દ્વય,
અથવા બે જન તે જ એક છે
દૃગ તેને દેગ માંડ તું જઈ.
ત્યહીં ચન્દ્ર, ત્યહીં ભાનુ, સાગર,
ઉડુઓનો ત્યહીં ભવ્ય આકર!
૨૦ મે, ૧૯૪૩