મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૮૯.ભોજો/ભોજા ભગત

૮૯.ભોજો/ભોજા ભગત

ભોજો /ભોજા ભગત (ઈ.૧૮મી ઉત્તરાર્ધ – ૧૯મી પૂર્વાર્ધ): જ્ઞાનમાર્ગી કવિ. એમણે રચેલાં પોણા બસો જેટલાં પદો આરતી, તિથિ, ધોળ, ભજન, મહિના વાર એવું સ્વરૂપવૈવિધ્ય ધરાવે છે. એમાં સદ્ગુરુમહિમા, સંસારનું મિથ્યાપણું, ઢોંગીઓ પર પ્રહાર, અભેદાનુભવનો આનંદ એવા જ્ઞાનમાર્ગી ધારાના વિષયોનું અસરકારક આલેખન થયું છે. આ અસરકારકતા, ચાબખા નામે પ્રખ્યાત થયેલી લોકપ્રિય પદકૃતિઓમાં સવિશેષ અનુભવાય છે. પદો ઉપરાંત ‘ચેલૈયા આખ્યાન’, ‘ભક્તમાળ’, ‘બાવનાક્ષરી’ જેવી કેટલીક લાંબી રચનાઓ એમણે કરી છે એમાં પણ જ્ઞાન-વૈરાગ્યની મુખ્યતા ધ્યાન ખેંચે છે.‘’