ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨. ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય | }} ધનસુખલાલ મહેતાએ ‘આરામખ...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading| ૨. ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય  |  }}

{{Poem2Open}}
ધનસુખલાલ મહેતાએ ‘આરામખુરશીએથી’ ગ્રંથમાં ઉમાશંકરનાં ‘વિવિધ કાર્યોનો ક્રમ’ (ઉચ્ચાવચ ક્રમ જ ને ?) ગોઠવીને નીચે પ્રમાણેની વ્યવસ્થા<ref> આરામખુરશીએથી, ૧૯૪૫, પૃ. ૧૯૫. </ref> આપી છે ! –

૧. કવિ તરીકે
૧. કવિ તરીકે
Line 29: Line 30:
ઉમાશંકરે સમાજજીવનમાં ભાતભાતનાં ચિત્રોને અહીં વાર્તાઓમાં અવકાશ આપ્યો છે. ગ્રામજીવન અને નગરજીવન, વિદ્યાર્થીજીવન (કૉલેજજીવન) ને સાધુજીવન, લેખકજીવન ને કૃષકજીવન, પ્રણયજીવન, સિનેજીવન — એમ કંઈ કેટલીયે જીવનતરેહોને વાર્તામાં પ્રગટ કરવા પ્રયત્ન કર્યો છે. પ્રણયની મુગ્ધ અવસ્થાથી માંડી પ્રગલ્ભ અવસ્થા સુધીનાં ચિત્રો આપ્યાં છે. આ વાર્તાઓમાં અશ્રુભીનું ગાંભીર્ય અને શિયાળાના તડકા જેવી હૂંફભરી હળવાશ પણ ક્યારેક જોવા મળે છે. જોકે, આ વાર્તાઓમાં એકંદરે તો કરુણગાન જ વિશેષ છે. એમની વાર્તામાં ક્યારેક તીવ્ર કટાક્ષ પણ (દા.ત., ‘પરબીડિયાં’) ઘટનાતત્ત્વ સાથે વણાઈને આવે છે. આ વાર્તાઓમાં લેખકની દૃષ્ટિ માનવમનની નિગૂઢ ગતિવિધિનાં ચિત્રો ખેંચવામાં વધુ સક્રિય જણાય છે ને તેથી એમની વાર્તાઓમાં જીવન-આલેખનની સ્થૂલતામાં સરી જવાનો તો ભય લગભગ દેખાતો નથી. સામાજિક પરિવેશના સંદર્ભમાં માનવમન કેવાં કેવાં ભાવ-આંદોલનો અનુભવે છે તેનું રસપ્રદ ચિત્ર અહીં અનેક લખાણોમાં મળે છે. ‘ચક્કીનું ભૂત’ જેવામાં મોપાસોંની કલાશૈલી હોવાનો વહેમ કોકને જાય, ક્યારેક માનવમનના આંતરિક સ્તરોને ઉકેલવાની પદ્ધતિમાં ચેખૉવના જેવી માર્મિક કલા-હથોટી વરતાય, આમ છતાં વાર્તાકાર તરીકે એમનો એક અભિગમ ‘ગુજરીની ગોદડી’થી આરંભીને ‘બે બહેનો’ સુધીમાં અનુભવાય છે.

‘ગુજરીની ગોદડી’માં ‘ગોદડી’ નિમિતે જે કંઈ બને છે તે રસપ્રદ છે. ‘ગોદડી’ સાથે જ એક સામાજિક વર્ગભેદ સંકળાયેલો છે. ‘ગોદડી’ કહેતાં મધ્યમવર્ગ કે ગરીબવર્ગ જ નજરમાં આવે છે. વળી ‘ગુજરી’થીયે એ જ સાધારણ વર્ગનો સંબંધ ખ્યાલમાં ઊપસી આવે છે. આ ગોદડીથી ટાઢ ઉડાડવાનો પ્રયત્ન — એની જ કવિતા અહીં છે. એ ગોદડીથી ટાઢ ઊડી કે નહિ ? એ પ્રશ્ન કલા બહારનો પ્રશ્ન છે. એ ગોદડીથી ટાઢ ઉડાડવાનો પ્રયત્ન કૉલેજિયનોએ કર્યો એ એક ભારે આશ્વાસક ઘટના છે. વળી પાછળથી પોતે આ વાર્તા સંબંધે વધુ સ્પષ્ટતા કરતાં જણાવે છે કે ‘ગુજરીની ગોદડી’ની નાયિકા હતી ઠંડી, વાયુમંડળની ઠંડી તો ખરી જ પણ સમાજહૃદયની ઠંડી – સામુદાયિક ઉષ્માહીનતા. (પ્રતિશબ્દ, પૃ. ૨૨૫) આ જાણ્યા પછી તો ગુજરીની ગોદડી ‘વાતાવરણની વાર્તા’ (પ્રતિશબ્દ, પૃ. ૨૨૫) થવા સાથે, પ્રતીકાત્મક વાર્તાય બને છે. આવી વાતાવરણની વાર્તાથી આરંભ કરનાર ઉમાશંકર ચેતનાપ્રવાહ-શૈલીની વાર્તા ‘તરંગ’ સુધી, મનોવૈજ્ઞાનિક ભૂમિકાની વાર્તા ‘બે બહેનો’ સુધી કઈ રીતે પહોંચી શક્યા એ જોવું અત્યંત રસપ્રદ છે. એમની ટૂંકી વાર્તાની યાત્રામાં કલાગત વૈવિધ્ય ને વિશિષ્ટતાઓ ઠીક ઠીક છે ને તેથી એ યાત્રા અત્યંત રસપ્રદ પણ છે. હવે એમની સંગ્રહવાર વાર્તાઓ અવલોકવાનો આપણે પ્રયત્ન કરીશું.

{{Poem2Close}}