દલપત પઢિયારની કવિતા: Difference between revisions

()
()
Line 583: Line 583:
વાંચી વાંચીને બધી વૈકુંઠ ઢાંચી...
વાંચી વાંચીને બધી વૈકુંઠ ઢાંચી...
{{Space}}{{Space}} હોંચી રે હોંચી!
{{Space}}{{Space}} હોંચી રે હોંચી!
</poem>
== વાત જરા છાની છે...! ==
<poem>
વાત જરા છાની છે, કોઈનેય કે’વાની નૈં!
નદી સાવ નાની ને તોયે એ તો વહેવાની થૈ!
વાદળીને એવું કંઈ થોડું પુછાય છે,
{{Space}}{{Space}} ઇચ્છા કેમ ઓતવાની થૈ?
દરિયો ક્યાં નાવને પૂછે છે કોઈ દિ
{{Space}} કિનારે ગઈ કે ના ગઈ!
કાચું મોતી અને અંદરથી ઓટેલું,
{{Space}} તોય એ તો કહેવાની થૈ!
આખોય કારભાર રણને સોંપી,
એ તો બ્હાવરી કંઈ બહારગામ ગૈ!
પાણીની ઉપરવટ પહેરી પટોળાં,
{{Space}} માછલીઓ ચાર પગે થૈ!
જળના તે ઘર વિશે જાળનો જ માંડવો,
{{Space}} તોય એ તો રહેવાની થૈ...!
ફૂલોના પંથકમાં પેઠો પવન,
{{Space}} પછી એને કશું સાનભાન નૈં!
ઝૂલ જેવાં લાગે પણ ઝાંઝવાં તે ઝાંઝવાં
{{Space}} તોય એતો લેવાની થૈ...!
</poem>
== બીજું, બ્હા૨ અમથું શું લખીએ? ==
<poem>
કાગળ ઉપર નામ તમારું નોંધ્યું
કોરમોર કંઈ કેસ૨ક્યારી, કંકુનું ઘર બાંધ્યું!
બધી દિશાઓ સમય સમેટી બાજોઠ ઢાળી બેઠી
અક્ષર અક્ષર ઊગ્યા ભાણ ને અજવાળું આરાધ્યું!
નદીઓ તેડી, ફૂલો તેડ્યાં, તારાનું કુળ તેડ્યું
વાદળનું પડતર ખેડ્યું ને જળનું તોરણ બાંધ્યું!
ગોરંભો બાંધીને આખું ઝાડ ઊભું ઠલવાયું
પંખીએ માળામાં તરણું શ્વાસ લગોલગ સાંધ્યું!
બીજું, બ્હાર અમથું શું લખીએ?
અવરજવર ઘર, સાવ અડોઅડ આખું અંદર લાધ્યું!
</poem>
== અજવાળાનો અવસર ==
<poem>
દીપ ધર્યા ને ઊમટી તેજસવારી,
ભીતર ગગન ઊઘડે બારી!
ઝળહળ ઝળહળ ગોખ મેડીઓ, ઝળહળ ઝળહળ કેડી;
ખેતર, પાદર, ચોક, શેરીઓ ઝળહળ ઝળહળ તેડી;
અંધારાં ઓગળતાં અંદર,
ઝળહળ આભ-અટારી....... ભીતર....
તારલિયાનાં તેજ ઘૂંટીને ઊઘલ્યાં પારિજાત,
દીપ મઢેલી રાત અને કંઈ કંકુનાં પરભાત,
કમળ આળખ્યાં કમાડ ફરતે
મબલખ ફૂલડાં ક્યારી...ભીતર...
અજવાળાનો અવસર લઈને આવી ઊજળી વેળા;
અંતર છોડી આંખો જેવું, પાંખો જેવું અનહદ ભળવું ભેળાં;
ક્ષણમાં ક્ષણની સંધિ બાંધી
સમય લિયો શણગારી...ભીતર...
</poem>
== આમ ગણો તો કશું નહીં! ==
<poem>
આમ ગણો તો કશું નહીં ને આમ ગણો તો ઘણું,
પડદાઓનું નગર વસ્યું આ, ક્યાં છે પોતાપણું?
અસ્થિમજ્જા રંગરૂપ આકા૨ આખરી ઓળખ શું છે?
શૂન્ય પછીનું શૂન્ય થતું શણગાર પાધરો પડાવ શું છે?
ઇંગલા પિંગલા આવન-જાવન સૂરજચંદર ભણું...
કાગળના વિસ્તાર ઉપર કંઈ વગડા જેવું રહીએ
નકશામાં ચીતરેલી નદીએ કેમ કરીને નહીએ?
ઊલી ગયેલી વેળાનાં અહીં ખાલી ખેતર લણું.....
ગોઝારું એવું આવ્યું કે અમને અમે થયાનું ભાસ્યું
લ્હેર્યો લેતું કમળસરોવ૨ વારે ઘડીએ વાસ્યું
મોજાં તૂટતાં તીરે આવી હું રેતબંગલા ચણું.....
નાછૂટકે એક ઘેઘૂર વડલો કાગળ ઉપર દોર્યો,
ઘટાઘોર કલશોર માંડવો મોઘમ મઘમઘ મો’ર્યો,
રથડા ખેડ્યાં રંગછાંયડે રોમ રોમ રણઝણું....
</poem>
== ઝીલણ ઝીલવાને! ==
<poem>
સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ
{{space}} ગ્યાંતાં જુમનાજીને તીર, ઝીલણ ઝીલવાને!
વેણુ વાગે ને સૂતી નગરી જાગે,
{{space}} મન મથુરાને મારગે અધીર, ઝીલણ ઝીલવાને!
લહેરે લહેરે ચડ્યાં ભર રે જોબન,
{{space}} મારી નાડીઓના વેગ નહીં થીર, ઝીલણ ઝીલવાને!
નાવા ઊતરીએ તો નખની મરજાદ,
{{space}} અમે કાચી કાયાનાં અમીર, ઝીલણ ઝીલવાને!
આ કાંઠે બેડાં ને સામે કાંઠે તેડાં,
{{space}} પછી છૂટાં મેલ્યાં’તાં શરીર, ઝીલણ ઝીલવાને!
ચોગમ ચડ્યાં કંઈ ચંપાના ઘેન,
{{space}} અમે નીર જેવાં નીર ધર્યાં ચીર, ઝીલણ ઝીલવાને!
ઘેરી ઘેરી વાંસળીએ ઘેર્યું ગગન,
{{space}} અમે અડોઅડ ઊઘડ્યાં મંદિર, ઝીલણ ઝીલવાને!
વાડી ખીલી ને ખીલ્યો મોગરો ને,
{{space}} કાંઈ શીતળ વાયા સમીર, ઝીલણ ઝીલવાને!
</poem>
== દીવડો ==
<poem>
મેં તો ઉંબર પર દીવડો મેલ્યો
{{space}} કે ઘર મારું ઝળહળતું!
પછી અંધારો ઓરડો ઠેલ્યો,
{{space}} ભીતર મારું ઝળહળતું...
મેં તો મેડીએ દીવડો મેલ્યો
{{space}} કે મન મારું ઝળહળતું;
પછી ડમરો રેલમછેલ રેલ્યો
{{space}} કે વન મારું ઝળહળતું...
મેં તો કૂવા પર દીવડો મેલ્યો
{{space}} કે જળ મારુંં ઝળહળતું;
પછી છાંયામાં છાંયો સંકેલ્યો
{{space}} સકલ મારું ઝળહળતું...
મેં તો ખેતર પર દીવડો મેલ્યો,
{{space}} પાદર મારું ઝળહળતું;
પછી અવસર અજવાળાનો ખેલ્યો,
{{space}} અંતર મારું ઝળહળતું...
મેં તો ડુંગ૨ ૫૨ દીવડો મેલ્યો,
{{space}} ગગન મારું ઝળહળતું;
પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો,
{{space}} ભવન મારું ઝળહળતું...
</poem>
== ગોરંભો લઈ ગગન ઝળૂંભે! ==
<poem>
ગોરંભો લઈ ગગન ઝળૂંભે એક પડે ના ફોરું,
તારે ગામે ધોધમાર ને મારે ગામે કોરું!
પલળેલી પહેલી માટીની મહેક પવન લઈ આવે,
ઝરમર ઝરમર ઝીલવું અમને બહાર કોઈ બોલાવે,
આઘે ઊભું કોણ નીતરતું, કોણ આવતું ઓરું?...
નાગણ જેવી સીમ વછૂટી ધસી આવતી ઘરમાં,
ભીંતે ભીંતે ભાર ચડ્યા હું ભરત ભરું ઉંબરમાં,
ચાસ પડ્યા તારા ચૌટામાં, હું અંધારામાં અહીં ઓરુું...
મચ્છ તાણીને તારે મારગ મેઘાડંબર આજે,
નદીએ નીર ચડ્યાં ને ચાંદો નેવાં ઢાંકી જાગે,
મોર ઊડ્યા તારી ડુંગરિયે, ટહુકા અહીં હું દોરું...
ઉગમણું ચડવું ને અમને ઊતરવું આથમણું,
રાત ઢળે નીંદરમાં ઊઘલે સજ્યુંં ધજ્યું એક સમણું,
તારે ગોખે દીવા બળે, હું વાટ અહીં સંકોરું...
</poem>
== પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું! ==
<poem>
પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું!
ચાંદો સૂરજ ચૉકી બાંધી, નભ ચેતાવી બેઠો છું...
પવન બધા પરકમ્મા કરતા, નવખંડ ધરતી ના’તી,
દશે દિશાઓ મંગળ ગાતી, છાયા સકલ સમાતી,
આખા અક્ષત, અક્ષર આખા, વખત વધાવી બેઠો છું...
નહીં પિંડ, બ્રહ્માંડ નહીં, નહીં પુરુષ નહીં નારી,
ઝીલે બુંદ કોઈ બાળકુંવારી, બીજમાં ઊઘડે બારી,
સ્થંભ રચી બાવન ગજ ઊંચે, બાણ ચડાવી બેઠો છું....
ચડ્યા પવન, કંઈ ચડ્યા પિયાલા, જ્યોત શિખાઓ ચડી
ચંદ્રકળાઓ ચડી ગગનમાં, અનહદ નૂરની ઝડી,
ઈંગલા પિંગલા શૂનગઢ સોબત, શિખર સજાવી બેઠો છું...
નહીં ઉદય કે અસ્ત નહીં, નહીં મંડપ નહીં મેળા;
જલ થલ ગગન પવન નહીં પંખી, નહીં વાયક નહીં વેળા;
ગંગા જમના નાંગળ નાખી, ઘેર વળાવી બેઠો છું...
પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું...
</poem>
</poem>
26,604

edits