દલપત પઢિયારની કવિતા: Difference between revisions

()
()
Line 769: Line 769:
પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું...
પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું...
</poem>
</poem>
== સતગુરુની સંગે રે.... ==
<poem>
મારા સતગુરુની સંગે રે, સતની વાતો થૈ!
હું તો આઠે પ્હોર ઉમંગે રે, સતની વાતો થૈ!
સતની વાતો થૈ, આખા ગામની ઘાત્યો ગૈ!
{{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે...
પહેલે પડદે પ્રથમ ઠેલી, મેલી ડેલી મૈં,
નહીં થાપન કે નહીં ઉથાપન, ભીંત કે ભાત્યો નૈં,
{{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે....
બીજે પડદે જળ સંકેલ્યું, ઓટ કે ભરતી નૈં,
નદી ખસેડી ના’તો હંસો, મોતી ખાતો મૈં,
{{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે....
ત્રીજે પડદે ચાંદો સૂરજ, છોડ્યા છેડે જૈ,
નહીં અંધારું નહીં અજવાળું, દિવસ કે રાત્યો નૈં,
{{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે....
ચોથે પડદે પવન પલાણ્યા, શઢ નહીં થંભી નહીં કૈં,
નહીં હણણણ નહીં હેષા, રેવંત રમતો થૈ થૈ થૈ,
{{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે....
પાંચમે પડદે ગગન ઉઘાડ્યું, ઘઢ નહીં, પંખી નહીં,
નહીં હદ અનહદ, નહીં સમય સ્થળ, શબદ સમાતો તૈં,
{{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે....
</poem>
== કૂવામાં પાણી ખારું આવ્યું છે! ==
<poem>
કૂવામાં પાણી ખારું આવ્યું છે,
આપણું જ ઓરેલું અંધારું આવ્યું છે!
કાઢ્યું છે નખ્ખોદ, નદીઓ, પહાડોનું,
શોધી આપો હોય જો સરનામું જંગલ ઝાડોનું!
માટી નહીં, માણસને ખોદો,
મેલું મન મજિયારું આવ્યું છે!
બધી વસંતો ફૂલોની દરખાસ્તો સાથે આવી છે,
આપણે તો વાદળ કાપી જળની છબી મઢાવી છે!
ઋતુઓમાં પણ રેત પૂરી છે,
રણ ક્યાં અણધાર્યું આવ્યું છે?
શું કરશો ખૂંટા મારીને, નળસરોવર નાનું ક્યાં છે?
છાલક વાગે સાઇબીરિયામાં, સારસનું મન છાનું ક્યાં છે?
સીમા સરહદ પારથી
સહિયારું આવ્યું છે!
આ છેડે શું પેલે છેડે, સૂરજ આવે જાય છે,
પાણી ને પરપોટા વચ્ચે પછીત મોટી થાય છે!
વધ વધ કરતી વાડનું નાકું જોઈ લો,
શ્વાસ વચ્ચેવચ્ચે ખોડીબારું આવ્યું છે!
</poem>
== ઝાડ થવાનું મન ==
<poem>
લીલાં લીલાં ઝાડ કે અમને ઝાડ થવાનું મન,
ઝાડ થવાનું મન કે અમને ચડવું ઊંચે ગગન!
લીલાં લીલાં ઝાડ કે અમને ડાળ થવાનું મન,
ડાળ થવાનું મન કે અમને ઝૂલવું વન-ઉપવન!
લીલાં લીલાં ઝાડ કે અમને પાન થવાનું મન,
પાન થવાનું મન પંખીનું ગાન થવાનું મન!
લીલાં લીલાં ઝાડ કે અમને ફૂલ થવાનું મન,
ફૂલ થવાનું મન કે ફોરમ લઈને ફરું પવન!
લીલાં લીલાં ઝાડ કે અમને થડ થવાનું મન,
થડ થવાનું મન અડીખમ પહાડ થવાનું મન!
લીલાં લીલાં ઝાડ કે અમને મૂળ થવાનું મન,
મૂળ થવાનું મન ધરાની ધૂળમાં થવું મગન!
</poem>
== ઉમૈડી! ==
<poem>
મારા વાડામેં ઉમૈડી,
ઉમૈડી લચકાલોર, અઢળક ઉમૈડી!
ઉમૈડી અધવચ ઉતારા,
અંદર અંધારું ઘોર, અઢળક ઉમૈડી!
ઉમૈડી હફરક હડદોલો,
હડદોલે ઝાઝું જોર, અઢળક ઉમૈડી!
ઉમૈડી અડધું વાડોલું,
અડધું ઊગ્યું કલશોર, અઢળક ઉમૈડી!
ઉમૈડી ઊઘલી અણધારી,
મહીં કાચા તણાતા દોર, અઢળક ઉમૈડી!
કોણે ઊંઘમાં વેડી ઉમૈડી?
સૈ! કોણે ઉડાડ્યા મોર, અઢળક ઉમૈડી!
</poem>
== મેડીનો મઘમઘ મોગરો ==
<poem>
અવળાસવળી ઓકળીઓના આરા,
{{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
ચડતી વેલ ઢળતી વેલ આંખોમાં જવારા,
{{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
તલપુર નગરી નખપુર નગરી ઝલમલ દીવડા ઠાર્યા,
{{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
ચડતાં પાણી અડતાં પાણી આછરતા ઓવારા,
{{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
તરતી હરણી ડૂબતી હરણી ડસિયા નવલખ તારા,
{{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
કોરાં પાન કાચાં પાન કંકુના ભણકારા,
{{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
લીલા ડુંગર લીલી દેરી, લીલાઘન મોભારા,
{{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
રણઝણ વેળા, રણઝણ ઘૂઘરી, રણઝણ રથ શણગાર્યો,
{{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
</poem>
== મેલો, દલપત, ડા’પણ મેલો... ==
26,604

edits