દલપત પઢિયારની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 899: Line 899:


== મેલો, દલપત, ડા’પણ મેલો... ==
== મેલો, દલપત, ડા’પણ મેલો... ==
<poem>
મેલી, દલપત, ડા’પણ મેલો!
છેક સુધીનું અંધારું છે,
મૂકી શકો તો, દીવા જેવી થાપણ મેલો!
ભણ્યાગણ્યા બહુ દરિયા ડો’ળ્યા,
{{Space}} ગિનાન ગાંજો પીધો.
છૂટ્યો નહીં સામાન
{{Space}} ઉપરથી છાંયો બાંધી લીધો,
જાતર ક્યાં અઘરી છે, જીવણ?
{{Space}} થકવી નાખે થેલો...
મન હરાયું, નકટું, નૂગરું
{{Space}} રણમાં વેલા વાવે,
ઊભા દોરનો દરિયો ફાડી
{{Space}} આડી રેત ચડાવે!
કેમ કરી રોકી છોળોને?
{{Space}} બમણી વાગે ઠેલો...
પીએચ.ડી.ની પદવી તેથી શું?
{{Space}} ભણી કવિતા ભગવી તેથી શું?
પડદા તો એવા ને એવા
{{Space}} જ્યોત પાટ પર જગવી તેથી શું?
વાળી લ્યો બાજોઠ બહારનો,
{{Space}} અંદર જઈ અઢેલો...
પડવું તો બસ આખ્ખું પડવું,
{{Space}} અડધું પડધું પડવું શું?
અડવું તો આભે જઈ અડવું,
{{Space}} આસનથી ઊખડવું શું?
આખો ખૂંટો ખોદી કાઢી,
{{Space}} ખુલ્લંખુલ્લા ખેલો...
</poem>
== જળને ઝાંપે ==
<poem>
તું સમજે જે દૂર! તે સાવ જ તારી કને,
ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને!
બની શકે તો સ્થિર ઊભેલા ઝાડ સામું જો,
આખેઆખા લીલાછમ ઉઘાડ સામું જો,
નાભિ જેવું નગર વસાવી
{{Space}} મૃગ ભટકે વનવને....તું સમજે
કાં નીકળી જા બા’ર સદંતર, કાં ઊતરી જા અંદર;
જળને ઝાંપે ઝૂલે સમંદર, નહીં બેટ નહીં બા’રું બંદર;
નદી કૂંડીમાં ના’વા ઊતરે,
{{Space}}{{Space}} દરિયો ઊભે પને...તું સમજે
મળવું એ જ હો મનસૂબો તો નકશા નાખ ધરામાં,
સૂરજ વાવમાં પાણી ગાળે, ચાંદો રમે ચરામાં;
સમું ઊતરે સામૈયું
{{Space}}{{Space}} તો રજની રેલે દને..... સમજે
મન ગોઠે ત્યાં મેલ દીવો, બીજી રીતો રહેવા દે,
જળ પવન અને અજવાળાને એની રીતે વહેવા દે,
ઘડા માંહ્યલી આકુળ વેળા
{{Space}}{{Space}} ગગન થવા થનગને....તું સમજે
</poem>
== મને લાગે છે ==
<poem>
મારા શબ્દોનું સરકારીકરણ થવા લાગ્યું છે,
મારા અવાજને ફાઈલ-બોર્ડમાં મૂકીને
ઉપરથી કોઈએ ક્લિપો મારી દીધી છે!
હું કદાચ બંધ થવા આવ્યો છું.
નદીના કાંઠેથી છોડેલો અવાજ
સામેની ભેખડેથી અકબંધ પાછો આવે,
એ રસ્તો મારે કાયમ રાખવાનો હતો;
આટલી બધી આંતરીઓ કેમ પડી ગઈ અવાજમાં?
જીંડવામાંથી તડકાસોતી ફૂટીને
ભોંય ઉપર પડતી દિવેલીઓ જેવા મારા શબ્દોનાં
કોઈકે નાકાં તોડી નાખ્યાં છે!
હું તારાઓની ભરતી, ફૂલોનો ઉઘાડ,
થાપાવાળી ભીંતો, રેતની ઓકળીઓ,
પંખીઓના માળા, માટીની મહેક, વાંસના ગરજા,
શેઢાની ઊંઘ, ઊંઘને ઓઢતા ચાસ
બધ્ધું - બધ્ધું જ ભૂલી રહ્યો છું
અહીં ટેબલ ઉપર
ઘુવડની પાંખોમાં કપાઈ ગયેલું ગાઢું અંધારું
સીવી રહ્યો છું!
એક ખતરનાક ફાંટો આગળ વધી રહ્યો છે
મારા રક્તમાં,
સાવ જ વસૂકી ગયેલા મુસદ્દાઓમાં
મારા શબ્દો મરી રહ્યા છે,
કાલે સવારે મારું શું થશે?
</poem>
26,604

edits

Navigation menu