26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 1,271: | Line 1,271: | ||
હું દલપત, દળનો પતિ! | હું દલપત, દળનો પતિ! | ||
ધડ પડે ને શીશ લડે એ કથા અમારી.... | ધડ પડે ને શીશ લડે એ કથા અમારી.... | ||
</poem> | |||
== હું == | |||
<poem> | |||
હું | |||
મારા પોતાના જ ભંગાર નીચે | |||
દટાઈ ગયો છું! | |||
ચારે બાજુથી બધું પુરાઈ ગયું છે! | |||
નીકળવાની જગ્યા જ રહી નથી. | |||
આંખો અવાવરું થઈ ગઈ છે | |||
અને કટાઈ ગઈ છે નજર! | |||
ક્યાંયથી એરિયું પડે એમ નથી! | |||
હાથપગ પડ્યા છે : | |||
રદબાતલ, કાઢી નાખેલી ઍંગલો જેવા! | |||
ત્વચા થઈ ગઈ છે બહેરીઠૂંઠ! | |||
હથેળીઓમાં પાણી પડે છે તે | |||
જાણે ટીચીટીચીને ચપ્પટ કરી દીધેલા | |||
પતરા ઉપર પડતું હોય એવું લાગે છે! | |||
મારું નાક, કાન બધું | |||
દંતકથા જેવું બની ગયું છે! | |||
વાણી માટી ખાઈને ઊંઘી ગઈ છે! | |||
મારા નામનાં પાટિયાં ચરી ચરીને | |||
ઊધઈ મોટી થઈ ગઈ છે! | |||
અને શ્વાસ ખવાઈ ગયા છે! | |||
મારા જ ઘર વિશે | |||
મારો આવરોજાવરો બંધ થઈ ગયો છે! | |||
મને હવા અડતી નથી, | |||
મને પાણી અડતું નથી, | |||
મારા ચહેરા વિશે હું શંકામાં છું! | |||
મ્હોરાંના થપ્પેથપ્પા ઉપરા-છાપરી પડ્યા છે, | |||
હું મારા જ મ્હોરાના ટીંબામાં ફેરવાઈ ગયો છું અને | |||
મોહે-જો-ડેરોની બીજી વસાહત જેવો | |||
વાસી દીધેલો પડ્યો છું. | |||
હું | |||
મારો આખો વાસ ખસેડવા માંગું છું | |||
પરંતુ હું સહેજ હલું | |||
તો રહ્યોસહ્યો કાટમાળ પણ | |||
ધસી પડે એમ છે | |||
વેરવિખેર ઠીંકરામાં | |||
કાલે | |||
વળી પાછો તમારે મને ભેગો કરવો પડશે....! | |||
</poem> | |||
== સૂકા છાંટાની સલામું == | |||
<poem> | |||
ઊંચી નેંચી ખજૂરી ઘમઘમે રે. | |||
અમે ટૂંકાં તણાતાં કમાડ રે, | |||
{{Space}} સાજણ એક આંબેલો. | |||
ક્યાંક ડમરો છલકે ને મહેકે મોગરો, | |||
અમે ક્યારીએ અંતરાયેલાં નીર રે; | |||
{{Space}} સાજણ એકલ આંબેલો. | |||
પૂછે પારકી ભૂમિનાં ગોરજ ગુજેડાં, | |||
અમે સાતમી પછીતની સંકડાસ્યું; | |||
{{Space}} સાજણ એકલ આંબેલો. | |||
આંબો આંગણે ઊભો ને છાંયા પરદેશે, | |||
અમે તોરણે તરાપેલી ગાંઠ્યું; | |||
{{Space}} સાજણ એકલ આંબેલો. | |||
એક પગલું ગાજે રે ગોરમટી ભર્યું, | |||
અમે સૂકા છાંટાની સલામું; | |||
{{Space}} સાજણ એકલ આંબેલો. | |||
</poem> | </poem> |
edits