26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 990: | Line 990: | ||
મારા શબ્દો મરી રહ્યા છે, | મારા શબ્દો મરી રહ્યા છે, | ||
કાલે સવારે મારું શું થશે? | કાલે સવારે મારું શું થશે? | ||
</poem> | |||
== તડકો પડે તો સારું == | |||
<poem> | |||
એક કૂંડામાં ચણોઠી વાવેલી છે તે | |||
છેક ધાબે ચડી છે! | |||
ગામડે હતો ત્યારે | |||
એક વાર એની કાચી સીંગો ફોલી હતી! | |||
પછી | |||
પરોઢના સૂર્યની પુરાઈ રહેલી ખરીઓ | |||
ઝાલી રહી ન હતી! | |||
થોડી વાર પહેલાં જ ઝાપટું પડ્યું છે | |||
માટી બધી બેબાકળી બની | |||
ઘરમાં આવી ગઈ છે... | |||
ચંદનના ઝાડ ઉપર | |||
કાચિંડાએ મેઘધનુષ્ય માથે લીધું | |||
અને | |||
તીતીઘોડાનું જોડું | |||
થોર ઉપર ના’તું ના’તું મોટું થઈ ગયું! | |||
ચણોઠીના વેલાને ફૂટેલી નવી ડૂંખો | |||
લીલી સાપણો જેવી | |||
બારીના કાચ ઉપર હલ્યા કરે છે. | |||
રગોમાં ચોમાસું ફાટે તે પહેલાં | |||
તડકો પડે તો સારું! | |||
</poem> | |||
== પડતર == | |||
<poem> | |||
આજનો જે ડ્રોઇંગ રૂમ છે | |||
એ ભાગ | |||
ત્યારે બાંધ્યા વગરનો ખુલ્લો હતો | |||
ચોમાસામાં | |||
મેં એમાં તુવર વાવેલી, | |||
કાકડીના થોડા વેલા ચડાવેલા, | |||
વચ્ચે વચ્ચે ગુવાર, ભીંડાની હારો કાઢેલી, | |||
ગુંઠાના ચોથા ભાગ જેટલી જમીન હતી | |||
પણ આખું ખેતર જાણે ઠલવાતું હતું! | |||
આજે | |||
એ આખો ભાગ બંધ થઈ ગયો છે, | |||
માટી નીચે જતી રહી છે; | |||
લીલી, નાની, ચોરસ ટીકડીઓ જડેલી | |||
ગાલીચા-ટાઇલ્સ ખૂણેખૂણા મેળવતી | |||
માપસર ગોઠવાઈ ગઈ છે! | |||
શરૂઆતમાં એવું લાગતું હતું કે | |||
માટી મારું મૂળ છે : | |||
થોડા દિવસ લોહીમાં ખેતર જેવું | |||
તતડ્યું પણ ખરું! | |||
પણ પછી? | |||
– પછી અહીં માટી પલળતી નથી, | |||
તુવરની હારોમાં પવન વાતો નથી, | |||
વેલા ચડતા નથી. | |||
પાંદડા ઘસાતાં નથી. | |||
હવે નક્કી છે કે | |||
આ પડતરમાં તીડ પણ પડે એમ નથી! | |||
</poem> | |||
== અંધારું == | |||
<poem> | |||
ધાર ઊતરીને નીચે ગયો | |||
ત્યારે રેત શરૂ થઈ ગઈ હતી! | |||
સામા કાંઠાની ભેખડો | |||
નદીની સાથે જ | |||
અખાત ભણી નીકળી પડી હતી! | |||
આખા પટ ઉપર | |||
છીપલીઓ બાળકની કોરી, ઉત્સુક આંખો જેવી | |||
પથરાયેલી હતી! | |||
જળની ઓકળીઓ જેવી રેતીની ઝૂલ | |||
વાળીને ઉપાડી લેવાનું મન થયું! | |||
માનો પાલવ આંખે, મોંઢે અને આખે ડીલે | |||
વીંટ્યાના દિવસો યાદ આવી ગયા... | |||
કરકરિયા પથ્થરની ઢગલી જેવું | |||
હું ભેગું થવા મથ્યો! | |||
મેં ઉઘાડા પગે ચાલવા માંડ્યું | |||
અને રેતી નદી લઈને ઊતરી પડી અંદર! | |||
પાછળ જોયું તો | |||
ઊંડાં, ગાઢાં પગલાંની એક લાંબી હાર પડી હતી | |||
અને અંધારું | |||
અને ચરતું ચરતું મોટું થતું હતું! | |||
</poem> | |||
== સવારે...! == | |||
<poem> | |||
મારા આંગણામાંનું | |||
ચંદનનું ઝાડ હવે મોટું થઈ ગયું છે! | |||
આખી અગાસી ઉપર | |||
એનો છાંયો પથરાય છે! | |||
પંખીઓની વસાહત | |||
એમાં કરે છે રાતવાસો! | |||
રાત્રે | |||
કાચની બારીઓમાં થઈને | |||
રાતરાણી ઓરડામાં આવી | |||
ઠાલવે છે અંધારું | |||
અને ઠાલવે છે સુગંધી કાંપ! | |||
પરોઢે, | |||
કલશોર ભરેલું જાગે છે ઝાડ! | |||
હું | |||
ખરી પડેલાં પાંદડાં | |||
વાળીને ઢગલી કરું છું | |||
સવારે...! | |||
</poem> | |||
== સાંજ ઢળે...... == | |||
<poem> | |||
સાંજ ઢળે, | |||
પંખી માળે વળે, | |||
ટેકરીઓ ઉપર ગામ મારું | |||
અંધારે ઓગળે! | |||
વડ બધા | |||
આખા વગડાનો ઘેરાવો બાંધી | |||
મહીસાગરમાં છુટ્ટા ના’વા પડે! | |||
ભાઠું ભીનું થતું થતું | |||
નાભિનો ગઢ ચડે... | |||
પછી | |||
કંકુના થાળમાં અજવાળેલો | |||
સૂરજ નીકળે | |||
છેક | |||
ભળભાંખળે! | |||
</poem> | |||
== મને મહીસાગર છાંટો! == | |||
<poem> | |||
કોઈ | |||
કોદાળાની મૂંદર મારો | |||
મારા માથામાં! | |||
કોશવાળું હળ ચલાવો | |||
મારી છાતી ઉપર! | |||
હું ખેતર ભૂલવા લાગ્યો છું! | |||
મારે જુવારનો વાઢ રંગોમાં ઝીલવો છે | |||
આ લીલી તુવેરની ઓર મને અડતી નથી! | |||
મારી આંખો | |||
કરકરિયા પથ્થર જેવી થઈ ગઈ છે! | |||
ગોફણમાં ઘાલીને ફેંકી દઉં એમ થાય છે! | |||
રમત રમતમાં | |||
જે નાના છોડની મેં ડૂંખો ટૂંપી કાઢી હતી | |||
તે રાયણ, આંબલી | |||
આજે કેટલી મોટી થઈ ગઈ છે! | |||
એની આખી ઉંમરને બથ ભરવાનું | |||
મને મન થાય છે. | |||
પણ | |||
એટલા સાચા હાથ હું ક્યાંથી લાવું? | |||
અહીં જાણે | |||
મને કોઈ ઓળખતું જ નથી! | |||
પંજેઠી ખેંચીને બનાવેલી પાળીઓ | |||
સીધીસટ્ટ બસ, પડી રહી છે, | |||
પાટલા ઘોની જેમ! | |||
મને કોક પકડવા આવે એની રાહ જોઉં છું! | |||
આ નેળિયું પણ | |||
કશી નોંધ લીધા વગર ચાલ્યું જાય છે, નદી તરફ | |||
મારા આખા ડીલે | |||
ઝરડાંવાળી વાડો સોરાય તો સારું! | |||
મારું શરીર ઠંડું પડી રહ્યું છે... | |||
મને કોઈ, મહીસાગર છાંટો! | |||
</poem> | |||
== ડૉ. બાબાસાહેબને == | |||
<poem> | |||
અમે થોડાં ફૂલ, | |||
થોડા શબ્દો, | |||
થોડાં પર્વો ગોઠવીને | |||
તમારી ભવ્ય પ્રતિમાની ફરતે | |||
બેઠા અને બોલ્યા : | |||
તમે સમયનું શિખર! | |||
ઇતિહાસનો જ્વલંત અધ્યાય તે તમે | |||
ભારતના બંધારણનું | |||
સુવર્ણ પૃષ્ઠ તે તમે! | |||
દલિતની વેદનાનો ચરમ ઉદ્ગાર, | |||
રૂઢિઓનો પ્રબલ પ્રહાર, | |||
ક્રાંતિનો રણટંકાર તે તમે! | |||
બુદ્ધની કરુણા તમારા અંતરમાં | |||
ચૂએ ને | |||
શબ્દમાં ખળભળ સમંદર ઘૂઘવે...! | |||
કોઈ પણ માટી કેટલું બધું મહેકી શકે | |||
એ જોયું તમ થકી... | |||
અમારું બોલવાનું બંધ ન થયું...! | |||
એટલામાં ત્યાં એક પંખી આવ્યું | |||
પીઠિકાને છેડે બેઠું. | |||
ઊંચે પ્રતિમાની સામું જોયું | |||
પછી ચાંચ પહોળી કરીને | |||
ખુલ્લું કંઈક લવ્યું | |||
ને ફરતું ચક્કર મારીને ઊડ્યું... | |||
ઝાડ-જંગલ ઓળંગી ઊડ્યું | |||
ખેતર-પાદર | |||
નગર-રાષ્ટ્ર ને સાત સમંદર | |||
ક્ષિતિજ સીમાઓ છોડી | |||
હદ-અનહદનું ઊડ્યું! | |||
ત્યારે.... | |||
પૃથ્વી કંઈ બોલી નહીં! | |||
આકાશ કંઈ બોલ્યું નહીં! | |||
ઝાડ કંઈ બોલ્યું નહીં! | |||
પાણી કંઈ બોલ્યું નહીં! | |||
ફૂલ કંઈ બોલ્યું નહીં! | |||
ને અમે... | |||
બસ બોલ્યે જ ગયા | |||
બોલ્યે જ ગયા! | |||
</poem> | |||
== હું દલપત, દળનો પતિ.... ! == | |||
<poem> | |||
હું દલપત, દળનો પતિ | |||
ધડ પડે ને શીશ લડે, | |||
{{Space}} એ કથા અમારી નથી. | |||
રણ કે મેદાનો વિશે અમને કંઈ માહિતી નથી! | |||
સૂર-સંગ્રામે ખેલનારા કોણ હતા, ક્યાં ગયા? | |||
એ વિશે પણ અમે કશું જાણતા નથી! | |||
અમે અહીં ભર્યે ભાણે બેઠા છીએ, બારોબાર! | |||
પાદર પાદરે પડી છે સિંદૂરી ખાંભીઓ | |||
અન્ય રડે ને આંસુ અમને પડે | |||
{{Space}} એ વ્યથા અમારી નથી... | |||
ઘરમાં દાદાના વારાનો એક ભાલો હતો. | |||
અમારા વડલા ભાલો રાખતા એટલે આટલો વેલો ટક્યો હશે! | |||
આઘે પડી પડી, અડ્યા વગર પણ લોહી કાઢે એવી | |||
હાથા ઉપર પિત્તળનાં ફૂલ અને ચાંપો જડેલી છરી હતી! | |||
શૂરવીરતાની આવી એંધાણીઓ શોધતા | |||
અમે હજી આગળ જઈ શકીએ તેમ છીએ...! | |||
પણ ઘોડા તો ક્યારનાય છૂટી ગયા છે | |||
બારણે જડી રાખી છે ઊભી નાળ, | |||
રખે ને ડાબલા વાગે! | |||
નદી અહીં રોજ પછાડો ખાવ તોપણ | |||
મોળું લોઢું, પાણી જેવું સહેજ સરખું ચડે | |||
એ પ્રથા અમારી નથી... | |||
સરકારી દફ્તરે, સર્ટિફિકેટમાં | |||
એકદમ સ્પષ્ટ રીતે | |||
અમારા નામ પાછળ ‘સિંહ’ લાગે છે! | |||
આટલી બધી સહીઓ કરી | |||
પણ અમે એનો ઉપયોગ ગૃહીત રાખ્યો છે! | |||
અમે જાણીએ છીએ કે | |||
ખરી ડણક માત્ર ગીરમાં વાગે છે! | |||
અમને આટલાં બધાં હથિયારો વચ્ચે પણ અહીં | |||
ભીંહ લાગે છે! | |||
કહેવાય છે સિંહનાં ટોળાં નથી હોતાં, | |||
પણ હવે તો | |||
નગરોમાં પણ | |||
લાયન એન્ડ લાયોનેસની ક્લબો ચાલે છે! | |||
આમ બધાં યથાસ્થાને | |||
એટલે પોતપોતાના સ્થાને સારાં! | |||
આમ છતાં અમારે | |||
અહીં સહીની જેમ સ્પષ્ટ કરી લેવું જોઈએ કે | |||
અગાઉની કે અત્યારની, તલવારની તોપની, | |||
યુદ્ધની શાંતિની, ગીરની નગરની | |||
{{Space}} એકેય વ્યવસ્થા અમારી નથી....! | |||
આમ તો | |||
અમારો એક છેડો કુરુક્ષેત્રમાં પડ્યો છે | |||
અને બીજો છેડો પડ્યો છે કાંકરિયામાં! | |||
જળ અને સ્થળને, તંબૂ અને તળને | |||
અમે નથી સમજી શક્યા નથી સંભાળી શક્યા! | |||
કહેવાય છે કે | |||
કલિંગના યુદ્ધમેદાનમાં | |||
કોક કરુણામય આંખો અંતર્ધાન થઈ હતી ને પછી | |||
એક તલવાર થઈ હતી મ્યાન | |||
પણ આજેય તે | |||
તંબૂઓ ઊઠ્યા નથી અને જળ થયાં નથી શાન્ત! | |||
શાંતિનાં મૂરત અમે ઇતિહાસમાં મૂકી રાખ્યાં છે. | |||
ક્યારેક કબૂતરો ઉડાડવાનાં થાય ત્યારે | |||
એમાંથી હવાલો મેળવી લઈએ છીએ! | |||
તમારે જે કહેવું હોય તે કહો | |||
આ અધ્યાય છે કે દંતકથા? | |||
{{Space}} –એ કથા અમારી નથી ! | |||
હું દલપત, દળનો પતિ! | |||
ધડ પડે ને શીશ લડે એ કથા અમારી.... | |||
</poem> | </poem> |
edits