26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 1,333: | Line 1,333: | ||
અમે સૂકા છાંટાની સલામું; | અમે સૂકા છાંટાની સલામું; | ||
{{Space}} સાજણ એકલ આંબેલો. | {{Space}} સાજણ એકલ આંબેલો. | ||
</poem> | |||
== જલતી દીવડી == | |||
<poem> | |||
જલતી દીવડી રે માઝમ રાત, | |||
{{Space}} કોઈ મારી નજર ઉતારો. | |||
નજર ઉતારો મારી છાંયા ગળાવો, | |||
ઓરડે ઉછીના અંજવાસ... | |||
{{Space}} કોઈ મારી નજર ઉતારો. | |||
ફૂલનો પછોડો ને નકલંકી દોરો, | |||
તોરણ લીલાં ને કાંઠે કુંભ સ્થાપ્યો કોરોં, | |||
અમે વાતો માંડીને ઉછર્યા બાગ... | |||
{{Space}} કોઈ મારી નજર ઉતારો. | |||
રંગભર્યાં દરિયા શેં ચંપો ઉદાસી? | |||
ચડત ચાંદરણી ને છલતી અગાસી, | |||
અમે હેલે-હલકે વણસ્યાં વિસરામ... | |||
{{Space}} કોઈ મારી નજર ઉતારો. | |||
ઊંબર આડો ને અટકે ઈંદર અસવારી, | |||
પરોઢે પાછું ફરતી ઘેનની પથારી, | |||
અમે સેં-શમણે સળગ્યાં સવાર... | |||
{{Space}} કોઈ મારી નજર ઉતારો. | |||
</poem> | |||
== ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો! == | |||
<poem> | |||
ઘરમાં કે જંગલમાં બાંધો, ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો, | |||
જગ્યાને ક્યાં કશે જવું છે? અહીં બાંધો કે ત્યાં જઈ બાંધો! | |||
મસ્તી કે’તાં માટી સોતું મટી જવાનું, | |||
શઢ સંકેલી વેળાને પણ વટી જવાનું, | |||
નભનું ક્યાં કોઈ નિશાન નક્કી? | |||
ઓરું કે આઘેરું નોંધો... | |||
શિખર પછી પણ ક્યાં છે છેડો? | |||
ઇચ્છાઓ તો આકાશે પણ અડાબીડ બંધાવે મેડો | |||
વસ્તુને છે ક્યાં કોઈ વાંધો? | |||
મનનો મૂળ બગડેલો બાંધો.... | |||
ક્યાં છે અંત ને આરંભ ક્યાં છે? | |||
ગગન સદાયે જ્યાંનું ત્યાં છે! | |||
બહાર મળ્યો છે ક્યાં કોઈ તાળો? | |||
આસન અંદર વાળો, સાધો... | |||
બળ્યા લાકડે, ભળ્યા ભોંયમાં, કોક હિમાળે ગળ્યા, | |||
પવન ગયા તે ગયા, પછીના કોઈ સગડ ના મળ્યા, | |||
શ્વાસ કનેરી તૂટ્યા કોટને | |||
શું કાવડ? શું કાંધો? ...ઝૂંપડી | |||
</poem> | |||
== હું બાહર ભીતર જોતી! == | |||
<poem> | |||
ચીઢા વચ્ચે ચોક ખૂલ્યા ને ચઉદિશ વરસ્યાં મોતી | |||
{{Space}} હું બાહર ભીતર જોતી! | |||
મેં પ્રગટાવ્યો દીપ, દીપમાં હું જ ઝળોહળ જ્યોતિ, | |||
હું જ ચડી મંદિર આરતી હું જ મગન થઈ મો’તી | |||
કોની મૂરતિ ક્યાં પધરાવું, ઘર લિયો કોઈ ગોતી, | |||
{{Space}} હું બાહર ભીતર જોતી! | |||
જળ મધ્યે હું ઝીલતી ઝીલણ હું જ ખળળ ખળ વહેતી, | |||
હું મોજું, હું મત્સ્ય, છીપ હું, હું જ છલોછલ મોતી, | |||
કુંભ ભરી આ કોણ નીકળ્યું? અરથ લિયો કોઈ ઓતી | |||
{{Space}} હું બાહર ભીતર જોતી! | |||
હું માટી, હું મણકો, મંડપ, ગગન રમણ રળિયાતી, | |||
શાખા પર્ણ પવન, ઊમટી હું, હું જ શમી મૂળમાંથી, | |||
કોણ જગાડે ક્યાં જઈ કોને? – જ્યોત જુદી જ્યાં નો’તી | |||
{{Space}} હું બાહર ભીતર જોતી! | |||
હું મારી નગરીમાં પેઠી, હાશ કરીને બેઠી. | |||
ના આવું, ના નીસરું અહીંથી, કબૂ ન ઊતરું હેઠી, | |||
કયે ખૂણેથી ખબર મોકલું? – હું જ મને જ્યાં ખોતી | |||
{{Space}} હું બાહર ભીતર જોતી! | |||
</poem> | |||
== ચાલ્યા કરે, કૈંનું કૈં! == | |||
<poem> | |||
મન તારે મુંઝાવું નૈં! | |||
જિંદગી છે, આમતેમ ચાલ્યા કરે કૈંનું કૈં! | |||
ઘરમાં દાઝેલી વનમાં જ્યાં ગઈ | |||
ત્યાં વનમાં પણ લાગેલી લા’ય; | |||
જઈ જઈને કેટલે આઘે જવું? | |||
પડછાયા પાછા ના જાય; | |||
{{Space}} કહે છે કે અજવાળું સાથે આવે, | |||
{{Space}} બાકી બધું અહીંનું અૈં! | |||
ઘેર જાય ઑફિસ ને ઘેર જાય નોંકરું, | |||
બળદની ડોકેથી ઊતરે ના જોતરું, | |||
સૂંઘે છે કોણ અહીં સાહેબ કે સિક્કાને? | |||
ચલણ તો ચોખાનું, બાકી બધું ફોતરું; | |||
{{Space}} સોનાની હોય તોય જાળ અંતે જાળ છે, | |||
{{Space}} માછલીએ મરવાનું મૈં! | |||
નાટક છે : જોયા કર! | |||
સળંગ જેવું લાગે તોયે | |||
એમ જ ઊભી ભજવણી છે, જોયા કર! | |||
અંકો, પાત્રો, દૃશ્યો, ડંકા, વેશ | |||
બધી બજવણી છે, જોયા કર! | |||
ખેલવું જો હોય ખરું, તો ભરાવી દે ખીંટીએ : | |||
ભાલો, બખ્તર, ઢાલ, ધારણા બધું; | |||
{{Space}} ખોળ હોય ખુલ્લી કે વાળેલી, | |||
{{Space}} તારે ક્યાં ના’વા નિચોવાનું કૈં! | |||
શરીર છે : તાવતરિયો, શરદીખાંસી, સાંજુમાંદું થાય; | |||
નોરતામાં નાયધુવે, પહેરેઓઢે, નાચેકૂદે, ગાય! | |||
વડલા જેવું વસે છતાંયે વહેલું મોડું જાય; | |||
આવડે તો ઊંઘી જા, | |||
{{Space}} નાભિથી નાસિકા જેટલી નદી, | |||
{{Space}} દન્ન ગયો ડૂબી ને રાત પડી ગૈ! | |||
</poem> | </poem> |
edits