દલપત પઢિયારની કવિતા: Difference between revisions

()
()
Line 1,333: Line 1,333:
અમે સૂકા છાંટાની સલામું;
અમે સૂકા છાંટાની સલામું;
{{Space}} સાજણ એકલ આંબેલો.
{{Space}} સાજણ એકલ આંબેલો.
</poem>
== જલતી દીવડી ==
<poem>
જલતી દીવડી રે માઝમ રાત,
{{Space}} કોઈ મારી નજર ઉતારો.
નજર ઉતારો મારી છાંયા ગળાવો,
ઓરડે ઉછીના અંજવાસ...
{{Space}} કોઈ મારી નજર ઉતારો.
ફૂલનો પછોડો ને નકલંકી દોરો,
તોરણ લીલાં ને કાંઠે કુંભ સ્થાપ્યો કોરોં,
અમે વાતો માંડીને ઉછર્યા બાગ...
{{Space}} કોઈ મારી નજર ઉતારો.
રંગભર્યાં દરિયા શેં ચંપો ઉદાસી?
ચડત ચાંદરણી ને છલતી અગાસી,
અમે હેલે-હલકે વણસ્યાં વિસરામ...
{{Space}} કોઈ મારી નજર ઉતારો.
ઊંબર આડો ને અટકે ઈંદર અસવારી,
પરોઢે પાછું ફરતી ઘેનની પથારી,
અમે સેં-શમણે સળગ્યાં સવાર...
{{Space}} કોઈ મારી નજર ઉતારો.
</poem>
== ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો! ==
<poem>
ઘરમાં કે જંગલમાં બાંધો, ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો,
જગ્યાને ક્યાં કશે જવું છે? અહીં બાંધો કે ત્યાં જઈ બાંધો!
મસ્તી કે’તાં માટી સોતું મટી જવાનું,
શઢ સંકેલી વેળાને પણ વટી જવાનું,
નભનું ક્યાં કોઈ નિશાન નક્કી?
ઓરું કે આઘેરું નોંધો...
શિખર પછી પણ ક્યાં છે છેડો?
ઇચ્છાઓ તો આકાશે પણ અડાબીડ બંધાવે મેડો
વસ્તુને છે ક્યાં કોઈ વાંધો?
મનનો મૂળ બગડેલો બાંધો....
ક્યાં છે અંત ને આરંભ ક્યાં છે?
ગગન સદાયે જ્યાંનું ત્યાં છે!
બહાર મળ્યો છે ક્યાં કોઈ તાળો?
આસન અંદર વાળો, સાધો...
બળ્યા લાકડે, ભળ્યા ભોંયમાં, કોક હિમાળે ગળ્યા,
પવન ગયા તે ગયા, પછીના કોઈ સગડ ના મળ્યા,
શ્વાસ કનેરી તૂટ્યા કોટને
શું કાવડ? શું કાંધો? ...ઝૂંપડી
</poem>
== હું બાહર ભીતર જોતી! ==
<poem>
ચીઢા વચ્ચે ચોક ખૂલ્યા ને ચઉદિશ વરસ્યાં મોતી
{{Space}} હું બાહર ભીતર જોતી!
મેં પ્રગટાવ્યો દીપ, દીપમાં હું જ ઝળોહળ જ્યોતિ,
હું જ ચડી મંદિર આરતી હું જ મગન થઈ મો’તી
કોની મૂરતિ ક્યાં પધરાવું, ઘર લિયો કોઈ ગોતી,
{{Space}} હું બાહર ભીતર જોતી!
જળ મધ્યે હું ઝીલતી ઝીલણ હું જ ખળળ ખળ વહેતી,
હું મોજું, હું મત્સ્ય, છીપ હું, હું જ છલોછલ મોતી,
કુંભ ભરી આ કોણ નીકળ્યું? અરથ લિયો કોઈ ઓતી
{{Space}} હું બાહર ભીતર જોતી!
હું માટી, હું મણકો, મંડપ, ગગન રમણ રળિયાતી,
શાખા પર્ણ પવન, ઊમટી હું, હું જ શમી મૂળમાંથી,
કોણ જગાડે ક્યાં જઈ કોને? – જ્યોત જુદી જ્યાં નો’તી
{{Space}} હું બાહર ભીતર જોતી!
હું મારી નગરીમાં પેઠી, હાશ કરીને બેઠી.
ના આવું, ના નીસરું અહીંથી, કબૂ ન ઊતરું હેઠી,
કયે ખૂણેથી ખબર મોકલું? – હું જ મને જ્યાં ખોતી
{{Space}} હું બાહર ભીતર જોતી!
</poem>
== ચાલ્યા કરે, કૈંનું કૈં! ==
<poem>
મન તારે મુંઝાવું નૈં!
જિંદગી છે, આમતેમ ચાલ્યા કરે કૈંનું કૈં!
ઘરમાં દાઝેલી વનમાં જ્યાં ગઈ
ત્યાં વનમાં પણ લાગેલી લા’ય;
જઈ જઈને કેટલે આઘે જવું?
પડછાયા પાછા ના જાય;
{{Space}} કહે છે કે અજવાળું સાથે આવે,
{{Space}} બાકી બધું અહીંનું અૈં!
ઘેર જાય ઑફિસ ને ઘેર જાય નોંકરું,
બળદની ડોકેથી ઊતરે ના જોતરું,
સૂંઘે છે કોણ અહીં સાહેબ કે સિક્કાને?
ચલણ તો ચોખાનું, બાકી બધું ફોતરું;
{{Space}} સોનાની હોય તોય જાળ અંતે જાળ છે,
{{Space}} માછલીએ મરવાનું મૈં!
નાટક છે : જોયા કર!
સળંગ જેવું લાગે તોયે
એમ જ ઊભી ભજવણી છે, જોયા કર!
અંકો, પાત્રો, દૃશ્યો, ડંકા, વેશ
બધી બજવણી છે, જોયા કર!
ખેલવું જો હોય ખરું, તો ભરાવી દે ખીંટીએ :
ભાલો, બખ્તર, ઢાલ, ધારણા બધું;
{{Space}} ખોળ હોય ખુલ્લી કે વાળેલી,
{{Space}} તારે ક્યાં ના’વા નિચોવાનું કૈં!
શરીર છે : તાવતરિયો, શરદીખાંસી, સાંજુમાંદું થાય;
નોરતામાં નાયધુવે, પહેરેઓઢે, નાચેકૂદે, ગાય!
વડલા જેવું વસે છતાંયે વહેલું મોડું જાય;
આવડે તો ઊંઘી જા,
{{Space}} નાભિથી નાસિકા જેટલી નદી,
{{Space}} દન્ન ગયો ડૂબી ને રાત પડી ગૈ!
</poem>
</poem>
26,604

edits