દલપત પઢિયારની કવિતા: Difference between revisions

()
()
Line 1,424: Line 1,424:
પડછાયા પાછા ના જાય;
પડછાયા પાછા ના જાય;
{{Space}} કહે છે કે અજવાળું સાથે આવે,
{{Space}} કહે છે કે અજવાળું સાથે આવે,
{{Space}} બાકી બધું અહીંનું અૈં!
{{Space}} બાકી બધું અહીંનું !
ઘેર જાય ઑફિસ ને ઘેર જાય નોંકરું,
ઘેર જાય ઑફિસ ને ઘેર જાય નોંકરું,
બળદની ડોકેથી ઊતરે ના જોતરું,
બળદની ડોકેથી ઊતરે ના જોતરું,
Line 1,448: Line 1,448:
{{Space}} નાભિથી નાસિકા જેટલી નદી,
{{Space}} નાભિથી નાસિકા જેટલી નદી,
{{Space}} દન્ન ગયો ડૂબી ને રાત પડી ગૈ!
{{Space}} દન્ન ગયો ડૂબી ને રાત પડી ગૈ!
</poem>
== નક્કામો આ ફેરો! ==
<poem>
નક્કામો આ ફેરો દલજી, નક્કામો આ નેડો;
કોણ રહ્યું સણસારી ભીતર, કોણ ફાડતું છેડો?
મેંદી જેવું મન ઉછેરી મલક બધીમાં મા’લ્યા,
માટીની ઇચ્છાઓ ઓથે ઘેઘૂર થઈને ફાલ્યા,
તૂટતાં પાન પવન પરબારો તોય મૂકે ના કેડો...
{{Space}} નક્કામો આ ફેરો...
આમ જુઓ તો સાવ અડોઅડ, આમ જુઓ તો આઘું;
પિંડ અને પડછાયા વચ્ચે પડતર જેવો લાગું;
શિખર ચડું કે શેઢો, નભનો ક્યાંય નથી નિવેડો...
{{Space}} નક્કામો આ ફેરો...
શ્વાસે શ્વાસે દોરી જેવું કોણ ઉમેરે છોડે?
દિન ઊગે દિન ડૂબે પંખી કયા દેશમાં દોડે?
અંતે પડાવ અણધાર્યો જ્યાં પાંગથ નહીં પછેડો...
{{Space}} નક્કામો આ ફેરો...
</poem>
== આપણે તો આપણા મનના માલિક ==
<poem>
આપણે તો આપણા મનના માલિક,
{{Space}} આપણી તે મસ્તીમાં રહીએ;
વાયરા તો આવે ને વાયરા તો જાય,
{{Space}} આપણે શું કામ ઊઠી જઈએ?
ના’વું તો ના’વું બસ નદીએ જઈ ના’વું
{{Space}} ને ગાવું તો ગોટમોટ ગાવું,
રમવું તો રેશમી રૂમાલ જેવું રમવું,
{{Space}} અમથું શું ફંટાવું આવું?
માર માર ઊઘલે આ મોજાંની સાયબી,
{{Space}} નાહકનાં છેટાં ના રહીએ.
વાદળનું એવું કે વરસે તો વરસે
{{Space}} પણ આંતરવું કેમ કરી નેવું?
અક્ષરનું એવું કે ઊકલે તો ઊકલે
{{Space}} પણ આગળનું કોને જઈ કહેવું?
વાળું વાળું ને તોય વધ્યા કરે વાવટો,
{{Space}} વાયકાના વણછે ના રહીએ...
આપણા મુકામ વિશે આપણો જ ડાયરો,
{{Space}} અવર કોઈ આવે ના આવે;
આપણું ગગન અને આપણી ગોઠડી,
{{Space}} મેઘ ઉપર મેઘ ચડી આવે;
અંગ અંગ પૂર, અમે ચોગમ ચકચૂર
{{Space}} રેલંતાં ખેલંતાં રહીએ...
</poem>
== અંચળો ==
<poem>
કોઈ રે ઉતારો મારો અંચળો,
અમે અમારા ઓઢેલા અંધાર રે!
{{Space}} કોઈ રે...
ઢાંકેલી માટીનાં બીજ બધાં બાવરાં,
એનાં મૂળ રે ભીતર મોજાં બા’ર રે!
{{Space}} કોઈ રે...
નિત રે સંજુ ને નિત નિત સંચરું,
અમને આઘે વાગે અમારા ભણકાર રે!
{{Space}} કોઈ રે...
કેમ રે સંકેલું કેમ કરી ઊકલું,
અમે અમારા ભીડેલા ભોગળ દ્વાર રે!
{{Space}} કોઈ રે...
ભીતર છેદો ને છેદો મારો છાંયડો,
અમને અમારા ઓળખાવો અપરંપરા રે!
{{Space}} કોઈ રે...
</poem>
</poem>
26,604

edits