હરીશ મીનાશ્રુની કવિતા: Difference between revisions

()
()
Line 1,792: Line 1,792:
એને તરસવું અથવા અનહદ વરસવું ફાવે
એને તરસવું અથવા અનહદ વરસવું ફાવે
આ તો ગઝલ છે : એને ક્યાં ટેવ ગાજવાની
આ તો ગઝલ છે : એને ક્યાં ટેવ ગાજવાની
</poem>
== તેજ તાવે છે સત સતાવે છે ==
<poem>
તેજ તાવે છે સત સતાવે છે
::એ હિસાબો જૂના પતાવે છે
ઓસથી અગ્નિ અલગ કરવાને
::રક્તનાં બુંદ કાં તપાવે છે
કરે છે હદ હવે કાસદનો જુલમ
::દૂરથી હાથ બે હલાવે છે
સાવ કોરી ચબરખી આપીને
::એમના દસ્તખત બતાવે છે
કફનને પાઘડી કહી દો તો
::દબદબાથી એ શિર ઝુકાવે છે
એ જ કાશી ને એ જ કરવત છે
::એ જ જૂની રસમ નભાવે છે
આજ તાંબુલની કૈં વિસાત નથી
::એ સ્વયં પાનખરને ચાવે છે
ખરાખરીનો ખેલ : ખેલંદો
::શબ્દનું બીડું જ્યાં ઉઠાવે છે
ઠેઠ પહોંચે છે ઠોઠ રહીને જે
::છેવટે એક ફકીર ફાવે છે
એનું ભણતર છે અજાયબ, સાધો
::સમર્થ શૂન્યને ઘૂંટાવે છે
</poem>
== કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર ==
<poem>
કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર
શક્ય છે, આવી ચડ્યા હો આપણા ધામે કબીર
એ જ માણસ ભીડમાં એકાંત સાચવતો હશે
સત્ત્વથી સાહેબ જે ને હાડ ને ચામે કબીર
ગંધનો તાણો ને વાણો ગૂઢ મલયાનિલનો
જો, કમલપાંદડીઓ ગૂંથે એક જણ, નામે કબીર
નાવમાં ડૂબેલી નદીઓમાંથી એકાદી જડી
જેના આ બાજુના કાંઠે હું અને સામે કબીર
બીજની માયા વિદારી વૃક્ષમાં વિકસી ગયા
ને પછી હળવે બિરાજ્યા વડના વિસામે કબીર
મર્મસ્થળનાં સૌ રહસ્ય એમને અર્પણ હવે
તીર તાકીને ઊભાં છે આપણી સામે કબીર
તારા અપરંપાર ચ્હેરા તું ઘડી ભૂંસી શકે
તો પછી તારાં પ્રતિબિંબોમાં તું પામે કબીર
આજ દેખી મીન પિયાસી ફિરસે ગહરે પાની મેં
ઢાઈ અચ્છરકા વો યાદ આયા હૈ પૈગામે કબીર
શબ્દસ્નેહી જ્યાં સુધી વસતા હશે તારે નગર
આ ગઝલને ઘૂંટતા રહેશે નવા નામે કબીર
</poem>
== ન’તા નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહો  ==
<poem>
ન’તા નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહો
ન’તા પંડિત ન’તા પંડા અહાહાહા અહોહોહો
તમસપુંજો ઘુમરતાં ગર્ભનાં નભમાં નિરાલંબે
ન’તા આશય ન’તા અંડા અહાહાહા અહોહોહો
હતો એક જ પુરુષ કે જેનો પડછાયો ન’તો પડતો
રચ્યાં તેથી સૂરજ-ચંદા અહાહાહા અહોહોહો
મરુથળ બીજ રોપ્યાં તે ઘડીભરમાં તો ઘનઘોરા
ઊગ્યાં મેરુ તણા દંડા અહાહાહા અહોહોહો
વળી, મનના ફૂંક્યા મંતર, લઈ પાણીના પરપોટા
ભભૂક્યાં કૈંક બ્રહ્મંડા અહાહાહા અહોહોહો
અલલપંખીનાં પીંછાંથી ફરિશ્તા ચીતરી બેઠા
અહો બારીક એ બંદા અહાહાહા અહોહોહો
અવળવાણીય સમજત પણ ઇશારતમાં તે શું સમજું
હતા મુરશિદ અવળચંડા અહાહાહા અહોહોહો
અહીં ઘર માંડતાં પ્હેલાં જડે ખંડેરના નકશા
ઘડી રમણી ઘડી રંડા અહાહાહા અહોહોહો
જડે જંઘા, પલંગામાં જડે સ્તન ને પુરુષાતન
પડે પેટાળે પડછંદા અહાહાહા અહોહોહો
તું ભડ છે તો કમળતંતુથી પ્હેલો ઘા કરી લેજે
ને ફોડી નાખજે ભંડા અહાહાહા અહોહોહો
પ્રજળતા સૂર્ય ઠારી બુંદ ઝાકળ તુર્યને બાઝ્યાં
પડ્યા શાગિર્દ પણ ઠંડા અહાહાહા અહોહોહો
શ્વસે તે નિજવ્યથા વચ્ચે વસે – એ સત્ય પર વસવા
વસાવી નગરી આણંદા અહાહાહા અહોહોહો
<small>ઇબાદતપૂર્વક આ ગઝલ અર્પણ સંતકવિ હુજૂર મહારાજને – જેમના અંતર્ધાન થયાની શતાબ્દી ઊજવાઈ ૧૯૯૮માં, જેમના સાહિત્યમાં મેં આ રદીફ જોઈ : અહાહાહા અહોહોહો
અલલપંખી : કવિકલ્પનાનું એક પંખી જે આકાશમાં એવી ઊંચાઈએ ઈંડું મૂકે છે કે ધરતીનો ઈંડાંનો સ્પર્શ થતાં પહેલાં જ બચ્ચું ઈંડુ ફોડીને પાછું આકાશમાં ઊડી જાય છે. સંતસાહિત્યમાં આ પ્રતીક જોવા મળે છે.</small>
</poem>
== જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને ==
<poem>
જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને
નિષ્પલક આંખો તકાઈ તીર શી તાતી બને
દડદડે આ રાત ને દાડમકળી રાતી બને
ફૂલ બદબોઈ કરે, વાયુ જ વિખ્યાતિ બને
લડખડે પ્યાલી અમારા હોઠને સ્પર્શ્યા પછી
ને સ્વયં એંઠી મદિરા કેવી મદમાતી બને
શાહીમાં આંસુનાં સત સ્હેજે ભળ્યાં ના હોય તો
શી રીતે સ્વચ્છંદી શબ્દો આમ ઉપજાતિ બને
પાનખરનો આજ તેજોવધ થશે કે પાંદડાં
સ્હેજ ફફડી સાવ સુક્કાં પંખીની જાતિ બને
એમણે જ્યાં શબ્દથી આડશ કરી અજવાશને
શુદ્ધ ઝંઝાવાત મધ્યે પણ અચલ બાતી બને
હંસની ક્ષુધા જ મુક્તાફળ બનીને તગતગે
સંતના લોચનમાં જોઈને ક્ષણો સ્વાતિ બને
નામ નરસિંહનું પડે કે ઓ મુલકની પારના
સૌ ફરિશ્તા વેશ બદલી સદ્ય ગુજરાતી બને
</poem>
== એટલું સત તો ક્યાંથી લાવું હું ==
<poem>
એટલું સત તો ક્યાંથી લાવું હું
જુદી જન્નત તો ક્યાંથી લાવું હું
ચબરખી અર્શની તું વાંચી લે
ખુદાનો ખત તો ક્યાંથી લાવું હું
તું ચલાવી લે કોરી વસિયતથી
માલમિલકત તો ક્યાંથી લાવું હું
એમણે અંગૂઠો બતાવ્યો’તો
તો દસ્તખત તો ક્યાંથી લાવું હું
શબ્દ ઝૂકી સ્વયં સલામ કરે
એવી ઇજ્જત તો ક્યાંથી લાવું હું
એમના ઉંબરે સિજદો કરવા
સર સલામત તો ક્યાંથી લાવું હું
મઝહબી છું તો શેરિયત લાવું
કહે, શરિયત તો ક્યાંથી લાવું હું
સાવ ચીમળાયેલું સફરજન છે
પે...લી લિજ્જત તો ક્યાંથી લાવું હું
મળે જ્યાં ગેરહાજરી ખુદને
એવી સોહબત તો ક્યાંથી લાવું હું
યે હૈં મશહૂર લામકાઁ ઉનકા
ફર્શ ને છત તો ક્યાંથી લાવું હું
એના ખડિયામાં માત્ર ખુશ્બૂ છે
એ હસ્તપ્રત તો ક્યાંથી લાવું હું
</poem>
</poem>
26,604

edits