હરીશ મીનાશ્રુની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 1,534: Line 1,534:
ખરેલું ક્રૌંચનું પીછું સભરના દ્વાર પર ભૂલી  
ખરેલું ક્રૌંચનું પીછું સભરના દ્વાર પર ભૂલી  
પ્રવેશ્યા પૂર્વવત્ મનમાં શિથિલ, – અર્થાત્ નશ્વરમાં
પ્રવેશ્યા પૂર્વવત્ મનમાં શિથિલ, – અર્થાત્ નશ્વરમાં
</poem>
== છટ્ ==
<poem>
ટ્રાંકિવલાઇઝરની ટીકડી જેવા ગીતગઝલના
એકધારા લય-આવર્તનોની થેરપીની જરૂર નથી, છટ્
:::* લાભશંકર ઠાકર *
બકદ્રે – શૌક નહીં જર્ફે – તંગના – એ – ગઝલ
કુછ ઔર ચાહિયે વુસ્અત મેરે બયાં કે લિયે
:::* મિર્ઝા ગાલિબ *
ગુજરાતી ભાષાની કાંસાની ટબૂડીમાં ગાલિબનાં
આ શેરને રૂપાંતરે કંઈક આમ ખખડાવી શકાય :
::તંગ આઠે પ્રહર અઢારે અંગ રાખે છે
::ગઝલની તંગ ગલી અમને તંગ રાખે છે
::વિશાળ રંગભૂમિ આપો તો બતાવી દઉં
::અમારા શબ્દ પછી કેવો રંગ રાખે છે
અમે આ બન્ને ઉક્તિઓની સહોપસ્થિતિ અત્યંત
સાભિપ્રાય રચી છે : ગઝલ અહીં ‘માંહ્ય પડ્યા તે
મહાસુખ માણે, દખણહારા દાઝે જોને’ એ
પંક્તિઓને ભરપૂર ભોંઠી પાડે છે! અહીં તો ‘માંહ્ય
પડેલો’ ને ‘દેખણહારો’ બન્નેવ સરખાં દાઝેલાં છે.
વિધિની વક્રવ્યંજના તો જુઓ કે ભિન્નભિન્ન
દેશકાળમાં ભિન્ન ભિન્ન ભાષાઓમાં મર્યાદા
સ્વરૂપોત્તમ ગઝલ, કવિતાનાં રુદ્રોને મહાસુખ
આપીને, છેવટે, અનહદ દૂભવી શકે છે.
આ નિમિત્તે, આ રચનાઓમાં ગઝલનાં અઢારે
વક્રલલિત અંગોને અમથું અમથું અઢાર વખત
‘છટ્’ કહેવાનો ઉપક્રમ છે, તો બોલો, ઇર્શાદ.
|| ૧ ||
::ગઝલ ગુર્જરી છે, હરિ ૐ તત્ છૂટ્
::વિકટ વૈખરી છે, હરિ ૐ તત્ છટ્
::એ મૃગનયની છે, હો ભલે સ્હેજ ફાંગી
::જરા માંજરી છે, હરિ ૐ તત્ છટ્
::ફળી છે મને શબ્દની સાત મુદ્રા
::ગઝલ ખેચરી છે, હરિ ૐ તત્ છટ્
::ઘડી અંગનો મેલ લઈ ફુરસદે પણ
::એ અણઘડ ઠરી છે, હરિ ૐ તત્ છટ્
::અમે જે થકી આ હૃદયફળને કાપ્યું
::કનકની છરી છે, હરિ ૐ તત્ છટ્
::કોઈ તાગી શકતું નથી એનું તળિયું
::છતાં છીછરી છે, હરિ ૐ તત્ છટ્
::સકળ શૂન્ય જેમાં કર્યું છે મેં સંચિત
::તરલ તશ્તરી છે, હરિ ૐ તત્ છટ્
::ભૂવા, તું ભણ્યા કર આ ભાષાનો મંતર
::ગઝલ વૈંતરી છે, હરિ ૐ તત્ છટ્
::મને માફ કરજો, ફરિશ્તાની પ્યાલી
::મેં એંઠી કરી છે, હરિ ૐ તત્ છટ્
::કીડીના પગે જેને મેં બાંધી દીધી
::ઝણક ઝાંઝરી છે, હરિ ૐ તત્ છટ્
::છે બંદાને ગાલે હજી સૉળ એના
::ચપટપંજરી છે, હરિ ૐ તત્ છટ્
</poem>
== સુનો ભાઈ સાધો ==
<poem>
ફરી અગ્નિનાં વસ્ત્ર વણવાને સ્વાહા
કમળફૂલ મધ્યેથી પ્રકટ્યા જુલાહા
ફરી જીવને આજ શાતા વળે છે
ફરી એ રીતે દેહ ઝંખે છે દાહા
ફરી પ્રાર્થનાઓ તને કરશે વિચલિત
ફરી એક ગજને મકરના છે ગ્રાહા
ફરી થઈ ગઈ જો ને હતપ્રભ હયાતી
ફરી એક ક્ષણની થશે વાહવાહા
ફરી એમનું લક્ષ્ય ખેંચી શક્યો છું
ફરી શબ્દનું તીર સનન્સન્ન આહા
ફરી આચમન મેં કર્યું જાહ્નવીનું
ફરી ગુમ કાંઠા ને ગાયબ પ્રવાહા
ફરી એ જ રોનક અને રોશની છે
ફરી એ જ શૂળી ઉપર ઈદગાહા
ફરી રમ્ય અપરાધ એનાં સ્મરણનો
ફરી એ જ સાખી ફરી એ ગવાહા
ફરી સ્વપ્નમાં જેને મોહી પડ્યાં’તાં
ફરી એની પરછાંઈ સંગે વિવાહા
ફરી મનમાં કોણે કબર ખોદી લીધી
ફરી આ ગઝલ જાણે આરામગાહા
કહતા કબીરા, સુનો ભાઈ સાધો
ફરી શિર ઉપ૨ કલ્પવૃક્ષોની છાંહા
</poem>
== એક મુફલિસની રેવડી જાણે  ==
<poem>
એક મુફલિસની રેવડી જાણે
છે કયામતની આ ઘડી જાણે
તરસને ઘૂંટણે પડી જાણે
એ જ પી જાણે લડખડી જાણે
રિન્દની આ રસમ ઇબાદતની
તેજ સાથે તડાફડી જાણે
મૂક પરથમ પહેલાં મસ્તક તું
એ રીતે કે ન પાઘડી જાણે
આભ ફાડે છે ખુદ રફૂગર થૈ
ચાલ ચાલે છે બેવડી જાણે
કોણ આવ્યું કે ઘરની ભીંતો પણ
આમ કરતી પડાપડી જાણે
તોછડી છે એની રહેમતની અદા
આપણી કૈં નથી પડી જાણે
એને મઝધાર શું કિનારો શું
પાણી વચ્ચે જે તરફડી જાણે
એના આવ્યાના સહેજ ભણકારે
આ ગલી પડશે સાંકડી જાણે
આ ગઝલ એમની ઇશારત પર
વાત પરખાવે રોકડી જાણે
</poem>
== જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો  ==
<poem>
જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો
કબરની સાદગીથી ઘર હવે શણગારવું, સાધો
સમજ પડતી ન’તી તેથી બીડ્યા’તા હોઠ સમજીને
બધું સમજી ચૂક્યાં તો શું હવે ઉચ્ચારવું સાધો
તને મજરે મળી જાશે રુદનની ક્ષણ બધી રોશન
ગણતરી રાખી શીદ એકેક આંસુ સારવું, સાધો
અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઈને
અમસ્થી આંખ મીંચીને ગમે તે ધારવું, સાધો
સિતમનો હક બને છે એમનો, શું થાય? સ્નેહી છે
કદી ગુસ્સો ચડે તો ફૂલ છુટ્ટું મારવું, સાધો
સમય ને સ્થળનો વીંટો વાળીને એને કર્યો સુપરત
બચ્યો છે શબ્દ જેને આશરે હંકારવું, સાધો
</poem>
== ઝળહળે જે જાગરણપર્યંત એ રાત જ જુદી ==
<poem>
ઝળહળે જે જાગરણપર્યંત એ રાત જ જુદી
તેજથી જે હોય તાલેવંત એ રાત જ જુદી
આભને ખરતા સિતારા : પાંદડાને પાનખર
એ સખીદાતાર, એની ખાસ ખૈરાત જ જુદી
જખ્મને જાસૂદની માફક જે હળવે ખીલવે
લોહીમાં લબક્યા કરે સાદ્યંત એ રાત જ જુદી
દર્દ ને રાહત પરસ્પરમાં પરોવે રાતભર
એમની હિકમત જુદી ને એમની વાત જ જુદી
સૂર્યનું બીડું ઝડપવા જાતને ભૂસ્યા કરે
પણ ન છોડે જે લીધેલો તંત એ રાત જ જુદી
રાત રહેશે જ્યાહરે આ પાછલી બસ ખટઘડી
શબ્દના બંદાથી પડશે નાગરી નાત જ જુદી
જેવી જેની હેસિયત હો : રાતને જાણે છે સૌ
ચાંદની જાણે ને જાણે સંત એ રાત જ જુદી
</poem>
== છે અજનબી છતાંય રિશ્તેદાર છે, સાધો  ==
<poem>
છે અજનબી છતાંય રિશ્તેદાર છે, સાધો
કે દુશ્મનીનો અજાયબ પ્રકાર છે, સાધો
ગજબનો આયના પાછળ ખુવાર છે, સાધો
કોણ આવી રીતે અંદર-બહાર છે, સાધો
તું તકેદાર રહેજે ખુશ્બૂના ખુલાસાથી
પીઠ પર ગુલછડીનો ગૂઢ માર છે, સાધો
તકાજો દર્દનો હકીમ બુલંદીથી કરે
રુઝાતા ઘાવ પર પાછો પ્રહાર છે, સાધો
બધી જ ક્ષણ ઉપર તહોમત મૂક્યું છે તેં ઘરનું
અસલમાં એ તો અધૂરી મઝાર છે, સાધો
રોજ કાસિદ બને છે પાણીનાં ઘાયલ ટીપાં
વાત ઝીણી છતાં કેવો તુમાર છે, સાધો
ખરીદી કરવા નીકળે તો એ ખુદા શાનો
આમ ખોટી ન થા, આ તો બજાર છે, સાધો
મરણ મળે નહીં તો લે સ્મરણ અવેજીમાં
જીવવા માટે તો રસ્તા હજાર છે, સાધો
અમસ્થી રેવડીથી ભૂખપ્યાસ તોળે છે
ફકીર કેટલો માલેતુજાર છે, સાધો
જિગર કે તીરની ક્યાં વાત છે? હકીકતમાં
એક અહેસાન એનું આરપાર છે, સાધો
કહેજો એમને, મુશ્કિલ છે હુજૂર બચવાનું
અમારી બંદગી આજે ખૂંખાર છે, સાધો
કઈ સાલોં કે બાદ હમ ગઝલસરા જો હુએ
હવે તારી ઉપર દારોમદાર છે, સાધો
</poem>
== મસ્જિદ ઉપર અવાજોની લીલ બાઝવાની ==
<poem>
મસ્જિદ ઉપર અવાજોની લીલ બાઝવાની
મારી નમાઝ નભથી આગળ ધપી જવાની
મરૂથળની મધ્ય મોતી, સમજી લે, એ જ મન છે
ચળકે છે તોય કેવળ એ ચીજ ઝાંઝવાની
બત્રીસ કોઠે દીવા પેટાવી દઉં, શરત છે
અગનિની અંજલિને આકંઠ પી જવાની
શું થાય? તરસ અમને એના દીદારની છે
આદત પડી ગઈ છે દેખીને દાઝવાની
નિઃશ્વાસની હવામાં ઘેરી અસર ઘટાની
ઉનચાસ મરુતોને આજે ટપી જવાની
દુનિયાનાં તખ્ત તારાં, અમને તો ઝીણી ઝંખા
એકાદ ફૂલપત્તી ઉપર બિરાજવાની
ઝાકળ યદિ તું રંચક તારું રહસ્ય ખોલે
અમનેય અધીરાઈ ક્ષણમાં ખપી જવાની
સોદો કરો છો હકનો તો એમાં શાની રકઝક
તમને ન શોભે, સાધો, તજવીજ ત્રાજવાની
મુરશિદની વાટ જોતાં ઊભાં ઉઘાડે ડિલે
ઓગળતી ચાંદનીમાં કાયા તપી જવાની
એને તરસવું અથવા અનહદ વરસવું ફાવે
આ તો ગઝલ છે : એને ક્યાં ટેવ ગાજવાની
</poem>
</poem>
26,604

edits

Navigation menu