26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 1,792: | Line 1,792: | ||
એને તરસવું અથવા અનહદ વરસવું ફાવે | એને તરસવું અથવા અનહદ વરસવું ફાવે | ||
આ તો ગઝલ છે : એને ક્યાં ટેવ ગાજવાની | આ તો ગઝલ છે : એને ક્યાં ટેવ ગાજવાની | ||
</poem> | |||
== તેજ તાવે છે સત સતાવે છે == | |||
<poem> | |||
તેજ તાવે છે સત સતાવે છે | |||
::એ હિસાબો જૂના પતાવે છે | |||
ઓસથી અગ્નિ અલગ કરવાને | |||
::રક્તનાં બુંદ કાં તપાવે છે | |||
કરે છે હદ હવે કાસદનો જુલમ | |||
::દૂરથી હાથ બે હલાવે છે | |||
સાવ કોરી ચબરખી આપીને | |||
::એમના દસ્તખત બતાવે છે | |||
કફનને પાઘડી કહી દો તો | |||
::દબદબાથી એ શિર ઝુકાવે છે | |||
એ જ કાશી ને એ જ કરવત છે | |||
::એ જ જૂની રસમ નભાવે છે | |||
આજ તાંબુલની કૈં વિસાત નથી | |||
::એ સ્વયં પાનખરને ચાવે છે | |||
ખરાખરીનો ખેલ : ખેલંદો | |||
::શબ્દનું બીડું જ્યાં ઉઠાવે છે | |||
ઠેઠ પહોંચે છે ઠોઠ રહીને જે | |||
::છેવટે એક ફકીર ફાવે છે | |||
એનું ભણતર છે અજાયબ, સાધો | |||
::સમર્થ શૂન્યને ઘૂંટાવે છે | |||
</poem> | |||
== કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર == | |||
<poem> | |||
કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર | |||
શક્ય છે, આવી ચડ્યા હો આપણા ધામે કબીર | |||
એ જ માણસ ભીડમાં એકાંત સાચવતો હશે | |||
સત્ત્વથી સાહેબ જે ને હાડ ને ચામે કબીર | |||
ગંધનો તાણો ને વાણો ગૂઢ મલયાનિલનો | |||
જો, કમલપાંદડીઓ ગૂંથે એક જણ, નામે કબીર | |||
નાવમાં ડૂબેલી નદીઓમાંથી એકાદી જડી | |||
જેના આ બાજુના કાંઠે હું અને સામે કબીર | |||
બીજની માયા વિદારી વૃક્ષમાં વિકસી ગયા | |||
ને પછી હળવે બિરાજ્યા વડના વિસામે કબીર | |||
મર્મસ્થળનાં સૌ રહસ્ય એમને અર્પણ હવે | |||
તીર તાકીને ઊભાં છે આપણી સામે કબીર | |||
તારા અપરંપાર ચ્હેરા તું ઘડી ભૂંસી શકે | |||
તો પછી તારાં પ્રતિબિંબોમાં તું પામે કબીર | |||
આજ દેખી મીન પિયાસી ફિરસે ગહરે પાની મેં | |||
ઢાઈ અચ્છરકા વો યાદ આયા હૈ પૈગામે કબીર | |||
શબ્દસ્નેહી જ્યાં સુધી વસતા હશે તારે નગર | |||
આ ગઝલને ઘૂંટતા રહેશે નવા નામે કબીર | |||
</poem> | |||
== ન’તા નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહો == | |||
<poem> | |||
ન’તા નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહો | |||
ન’તા પંડિત ન’તા પંડા અહાહાહા અહોહોહો | |||
તમસપુંજો ઘુમરતાં ગર્ભનાં નભમાં નિરાલંબે | |||
ન’તા આશય ન’તા અંડા અહાહાહા અહોહોહો | |||
હતો એક જ પુરુષ કે જેનો પડછાયો ન’તો પડતો | |||
રચ્યાં તેથી સૂરજ-ચંદા અહાહાહા અહોહોહો | |||
મરુથળ બીજ રોપ્યાં તે ઘડીભરમાં તો ઘનઘોરા | |||
ઊગ્યાં મેરુ તણા દંડા અહાહાહા અહોહોહો | |||
વળી, મનના ફૂંક્યા મંતર, લઈ પાણીના પરપોટા | |||
ભભૂક્યાં કૈંક બ્રહ્મંડા અહાહાહા અહોહોહો | |||
અલલપંખીનાં પીંછાંથી ફરિશ્તા ચીતરી બેઠા | |||
અહો બારીક એ બંદા અહાહાહા અહોહોહો | |||
અવળવાણીય સમજત પણ ઇશારતમાં તે શું સમજું | |||
હતા મુરશિદ અવળચંડા અહાહાહા અહોહોહો | |||
અહીં ઘર માંડતાં પ્હેલાં જડે ખંડેરના નકશા | |||
ઘડી રમણી ઘડી રંડા અહાહાહા અહોહોહો | |||
જડે જંઘા, પલંગામાં જડે સ્તન ને પુરુષાતન | |||
પડે પેટાળે પડછંદા અહાહાહા અહોહોહો | |||
તું ભડ છે તો કમળતંતુથી પ્હેલો ઘા કરી લેજે | |||
ને ફોડી નાખજે ભંડા અહાહાહા અહોહોહો | |||
પ્રજળતા સૂર્ય ઠારી બુંદ ઝાકળ તુર્યને બાઝ્યાં | |||
પડ્યા શાગિર્દ પણ ઠંડા અહાહાહા અહોહોહો | |||
શ્વસે તે નિજવ્યથા વચ્ચે વસે – એ સત્ય પર વસવા | |||
વસાવી નગરી આણંદા અહાહાહા અહોહોહો | |||
<small>ઇબાદતપૂર્વક આ ગઝલ અર્પણ સંતકવિ હુજૂર મહારાજને – જેમના અંતર્ધાન થયાની શતાબ્દી ઊજવાઈ ૧૯૯૮માં, જેમના સાહિત્યમાં મેં આ રદીફ જોઈ : અહાહાહા અહોહોહો | |||
અલલપંખી : કવિકલ્પનાનું એક પંખી જે આકાશમાં એવી ઊંચાઈએ ઈંડું મૂકે છે કે ધરતીનો ઈંડાંનો સ્પર્શ થતાં પહેલાં જ બચ્ચું ઈંડુ ફોડીને પાછું આકાશમાં ઊડી જાય છે. સંતસાહિત્યમાં આ પ્રતીક જોવા મળે છે.</small> | |||
</poem> | |||
== જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને == | |||
<poem> | |||
જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને | |||
નિષ્પલક આંખો તકાઈ તીર શી તાતી બને | |||
દડદડે આ રાત ને દાડમકળી રાતી બને | |||
ફૂલ બદબોઈ કરે, વાયુ જ વિખ્યાતિ બને | |||
લડખડે પ્યાલી અમારા હોઠને સ્પર્શ્યા પછી | |||
ને સ્વયં એંઠી મદિરા કેવી મદમાતી બને | |||
શાહીમાં આંસુનાં સત સ્હેજે ભળ્યાં ના હોય તો | |||
શી રીતે સ્વચ્છંદી શબ્દો આમ ઉપજાતિ બને | |||
પાનખરનો આજ તેજોવધ થશે કે પાંદડાં | |||
સ્હેજ ફફડી સાવ સુક્કાં પંખીની જાતિ બને | |||
એમણે જ્યાં શબ્દથી આડશ કરી અજવાશને | |||
શુદ્ધ ઝંઝાવાત મધ્યે પણ અચલ બાતી બને | |||
હંસની ક્ષુધા જ મુક્તાફળ બનીને તગતગે | |||
સંતના લોચનમાં જોઈને ક્ષણો સ્વાતિ બને | |||
નામ નરસિંહનું પડે કે ઓ મુલકની પારના | |||
સૌ ફરિશ્તા વેશ બદલી સદ્ય ગુજરાતી બને | |||
</poem> | |||
== એટલું સત તો ક્યાંથી લાવું હું == | |||
<poem> | |||
એટલું સત તો ક્યાંથી લાવું હું | |||
જુદી જન્નત તો ક્યાંથી લાવું હું | |||
ચબરખી અર્શની તું વાંચી લે | |||
ખુદાનો ખત તો ક્યાંથી લાવું હું | |||
તું ચલાવી લે કોરી વસિયતથી | |||
માલમિલકત તો ક્યાંથી લાવું હું | |||
એમણે અંગૂઠો બતાવ્યો’તો | |||
તો દસ્તખત તો ક્યાંથી લાવું હું | |||
શબ્દ ઝૂકી સ્વયં સલામ કરે | |||
એવી ઇજ્જત તો ક્યાંથી લાવું હું | |||
એમના ઉંબરે સિજદો કરવા | |||
સર સલામત તો ક્યાંથી લાવું હું | |||
મઝહબી છું તો શેરિયત લાવું | |||
કહે, શરિયત તો ક્યાંથી લાવું હું | |||
સાવ ચીમળાયેલું સફરજન છે | |||
પે...લી લિજ્જત તો ક્યાંથી લાવું હું | |||
મળે જ્યાં ગેરહાજરી ખુદને | |||
એવી સોહબત તો ક્યાંથી લાવું હું | |||
યે હૈં મશહૂર લામકાઁ ઉનકા | |||
ફર્શ ને છત તો ક્યાંથી લાવું હું | |||
એના ખડિયામાં માત્ર ખુશ્બૂ છે | |||
એ હસ્તપ્રત તો ક્યાંથી લાવું હું | |||
</poem> | </poem> |
edits