26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 1,960: | Line 1,960: | ||
એના ખડિયામાં માત્ર ખુશ્બૂ છે | એના ખડિયામાં માત્ર ખુશ્બૂ છે | ||
એ હસ્તપ્રત તો ક્યાંથી લાવું હું | એ હસ્તપ્રત તો ક્યાંથી લાવું હું | ||
</poem> | |||
== અરે શેખ, તારી આ... == | |||
<poem> | |||
અરે શેખ, તારી આ મસ્જિદમાં પેસીને મયખાનું એનું બનાવી દઉં તો? | |||
લીલી દ્રાક્ષની આ દીવાલોમાં તારા ખુદાને હું જીવતો ચણાવી દઉં તો? | |||
થશે કૌતુકે મગ્ન પરભાતિયું પણ, પરોઢે આ કલબલતા કલમા સુણીને | |||
પયગંબરોનાં પરિંદાને અમથી ફરિશ્તાની પાંખો હું પહેરાવી દઉં તો? | |||
હતું મ્હોં પડેલું ને રૂંધાયલો કંઠ : કાસિદ, કશું સાંભળી નહિ શકેલો | |||
હવે કાન સરવા કરીને એ ક્ષણને કટોકટ કલેજે હુલાવી દઉં તો? | |||
અજબ બેખુદીમાં હું ખોવાઈ જઉં ત્યાં જ ખુદમાં અચાનક ખુદાઈ જડે છે | |||
હવે નિજમાં ખોવાયલા ખિજ્રને પણ સહજ સીધે મારગ ચઢાવી દઉં તો? | |||
પલકવારમાં તુંય પામી જવાનો બુલંદીના બારીકમાં બારીક અર્થો | |||
તને તારી ભીતર સદા સિજ્દો કરતું કોઈ શાંત બુલબુલ બતાવી દઉં તો? | |||
હું કાફિર ખરો પણ નમાજીથી નમણો : ભરું જામ પર જામ ઝમઝમને કાંઠે | |||
થશે શું તમારી કયામતની ક્ષણનું, કબરમાં હું મહેફિલ જમાવી દઉં તો? | |||
તમારો ચહેરો નીરખતાં જ હું તો, જુઓ, બુતપરસ્તોમાં વટલાઈ ચાલ્યો | |||
હવે કોહેતૂરની એ ટૂંકે ચઢીને ધજા ધોળી ગિરનારી ફરકાવી દઉં તો? | |||
કદી મુરશિદે ફૂંગરાવીને મુખને, નવો અર્થ આપ્યો’તો રહેમોકરમનો | |||
ઇબાદતની એ પણ નવી રીત સમજો, હું મોઢું જરાક જ ફુલાવી દઉં તો? | |||
</poem> | </poem> |
edits