હરીશ મીનાશ્રુની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 1,988: Line 1,988:
કદી મુરશિદે ફૂંગરાવીને મુખને, નવો અર્થ આપ્યો’તો રહેમોકરમનો  
કદી મુરશિદે ફૂંગરાવીને મુખને, નવો અર્થ આપ્યો’તો રહેમોકરમનો  
ઇબાદતની એ પણ નવી રીત સમજો, હું મોઢું જરાક જ ફુલાવી દઉં તો?
ઇબાદતની એ પણ નવી રીત સમજો, હું મોઢું જરાક જ ફુલાવી દઉં તો?
</poem>
== પુણ્ય સ્મરણ : નર્મદ ==
<poem>
'''નવ કરશો કોઈ શોક, રસિકડાં,'''
::'''નવ કરશો કોઈ શોક'''
ક્ષણને આયુષ્યમાન કરું છું, જુગ ચારે કરી ફોક, રસિકડાં
લય મધ્યે લોબાન ભરું છું, મઘમઘ મૃત્યુલોક, રસિકડાં
કાયાને ફરમાન કરું છું, કબર ભણી હો ઝોક, રસિકડાં
શ્વાસોને તોફાન તરું છું, નહીં રોક નહીં ટોક, રસિકડાં
દર્પણને જો સાન કરું છું, સન્મુખ પ્રકટે કોક, રસિકડાં
મચકોડી મુખ માન હરું છું, – સરસ નોંક ને ઝોક, રસિકડાં
નિજનું શરસંધાન કરું છું અહીં ઉઘાડેછોક, રસિકડાં
હું જ વિહગનો વાન ધરું છું, તમે રચી લ્યો શ્લોક, રસિકડાં
ગઢથી ઘેર્યું જીર્ણ નગર શું છદ્મવેશમાં કાશી છે કે?
હાર સમેનાં ગાન કરું છું લંબાવીને ડોક, રસિકડાં
તને સાંભરે, તાંદુલગઠરી? –ક્યમ વીસરે? રહી રહી મનમાં એ
પ્રસંગનાં પકવાન ધરું છુંઃ જમો, ધરો સંતોક, રસિકડાં
ગોરજ ટાણે ભીતરનું ઘર સાદ કરે છે, ચલો ગુસાંઈ
હું કેવળ આહ્વાન કરું છું ગઝલ મધ્ય ગોલોક, રસિકડાં
રચું ઝૂલણા, પઢું કસીદા, કહું તો કેવલ આંખન દેખી
આજ સ્વયંનું ધ્યાન ધરું છું : નિંદા કરતું લોક, રસિકડાં
યથાશક્તિ રસપાન કરું છું, અલકમલક આલોક, રસિકડાં
મક્તામાં મન મ્યાન કરું છું, નવ કરશો કોઈ શોક, રસિકડાં
</poem>
== પુણ્ય સ્મરણઃ મનહર મોદી ==
<poem>
'''એથી વિશેષ ખોટ કશી હોય તો કહો'''
'''ઘરમાં અમે હતા છતાં અંદર હતા જ ક્યાં?'''
ઘરમાં અમે હતા છતાં અંદર હતા જ ક્યાં?
અંદર જઈ શકાય એવાં ઘર હતાં જ ક્યાં?
તહેવાર સમો ગોખ ન’તો એકે ભીંત પર
એકેય ખુલ્લી બારીના અવસર હતા જ ક્યાં?
એવું તે શું બન્યું કે ઉલંઘી જ ના શક્યા
પળના પહાડ એવા કદાવર હતા જ ક્યાં?
ઘડિયાળ ગોળ ગોળ જવાબો દીધા કરે
મોડા ન’તા પડ્યા તો સમયસર હતા જ ક્યાં?
કરતી ભલે સુગંધ નિરંતર મુસાફરી
પુષ્પો તો આ સફરમાં ખરેખર હતાં જ ક્યાં?
સ્પર્ધા અમારી મુફલિસી સાથે કરી શકે
ઈશ્વર તમારા એટલા સધ્ધર હતા જ ક્યાં?
જન્નતની યાદીમાંથી કમી નામ અમારું
ઓ શેખ, અમે એટલા કાફર હતા જ ક્યાં?
નાહક અખાની વાદે ચઢીને લખ્યા કર્યું
સાચું કહું? શબ્દો અખેપાતર હતા જ ક્યાં?
અમને દીઠા કે આ તો જરા સત ચઢી ગયું
મુરશિદ અમારા બાકી સિતમગર હતા જ ક્યાં?
</poem>
== પુણ્ય સ્મરણ : ઉમાશંકર જોશી ==
<poem>
{{Space}}'''વેઈટ્ -એ-બિટ્!.....'''
{{Space}}'''છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.'''
જો ન’તો પુષ્પોની સાથે વાત કરવાનો સમય
તો મહાશય, ક્યાં ઘૂંટ્યો પંખી-પુલકનો છંદ લય
ગામથી જે શબ્દ લૈને નીકળ્યો ’તો, એ તને
લૈ ગયો ક્યાં ક્યાં : હે યાયાવર સદા આશ્ચર્યમય
તેંય અંગૂઠા વડે જ્યાં સ્પર્શ શિલાને કર્યો
આ ઈડરિયા પથ્થરે પ્રગટે છે મઘમઘતો મલય
કાવ્ય અદકું કાવ્ય તારું અશ્રુજલ ખારું અધિક
વેદનાથી આ હૃદય પણ આજ અદકેરું હૃદય
ભોમિયા વિના ભમ્યો થૈ થૈ ઝરણ કે ઝાંઝરી
પ્હાડથી નીસરીને પ્હોંચ્યો જે મુકામે તે પ્રણય
માઈલોના માઈલો તારી જ અંદરથી પસાર
સંગતિની એક ક્ષણનો આ ગતિ મધ્યે ઉદય
નામ તારું આપણી ભાષામાં ઓગળતું રહ્યું
એ પ્રવાહી આજ સો વરસે જલદ ને જીર્ણ મય
વેઈટ્ એ બિટ્! આ શબ્દ છેલ્લો મૌન કહેશે તો ભલે
તું તો ગણગણતો જ રહે, હું રોકી રાખું છું પ્રલય
</poem>
== પુણ્ય સ્મરણ : હરિવલ્લભ ભાયાણી, મકરંદ દવે ==
<poem>
'''મારા અક્ષરો બગડતા હોય છે.'''
'''મોતીના દાણા, હવે મોર પગલાં થવા લાગ્યાં, યું બી સહી.'''
'''પણ વાંચનારને તકલીફ પડે એ વિચારે'''
'''સહી કરવાનું મન થતું નથી'''
:::::::હરિવલ્લભ ભાયાણી પરના પત્રમાં મકરંદ દવે –'''
{{Space}}ક ખ ગ ઘ સ્હેજ કણસીને કણસલાં થૈ ગયાં
{{Space}}મોતીના દાણા હવે તો મોર પગલાં થૈ ગયાં
{{Space}}મેં અછોવાનાં કર્યાં તોયે અછકલા થૈ ગયા
{{Space}}શબ્દ તો અળવીતરા અર્થે અડપલા થૈ ગયા
{{Space}}વાંકાચૂકા સત્યનું કાઢે પગેરું આ કલમ
{{Space}}અક્ષરોયે મા’તમા ગાંધીનાં સગલાં થૈ ગયાં
{{Space}}જ્ઞ-નાં મીઠાં બોર સારુ બોરડી ઝંઝેડતા
{{Space}}પંડિતોની પાઘડી પર ઢ-ના પગલા થૈ ગયા
{{Space}}એમની ટ્રમ્પેટના છે એ જ ગજવૈયા ગજબ
{{Space}}નિજની સંગતમાં એ તાબડતોબ તબલાં થૈ ગયાં
{{Space}}એ અછાંદસ થૈને આભડછેટથી છેટા સર્યા
{{Space}}છંદથી છમછમ કર્યું કોકે, છમકલાં થૈ ગયાં
{{Space}}તેં દીધેલાં રણ હજી આ ચોપડીમાં સાચવું
{{Space}}શાહીનાં મૃગજળની પાછળ મન મરગલાં થૈ ગયાં
{{Space}}આ ગઝલના તાજિયા ટાઢા પડ્યા મક્તા વિષે
{{Space}}કાળજાં છેદીને આ કાગળ કરબલા થૈ ગયા
{{Space}}ઓ સુખનવર, ખુશનવીસી આપની સુખ્યાત છે
{{Space}}કખગના તોય શાથી કાથાકબલા થૈ ગયા
</poem>
== પુણ્ય સ્મરણ : રાવજી પટેલ ==
<poem>
ખેતરને શેઢેથી ઊડી ગઈ સારસી
કાચીંડો ક્યારનો વિમાસે છે : આમ કોની ઢોચકી પડી છે બિનવારસી
ચોથું ચોમાસું સળિંગ સાવ કોરું ને
ઉપરથી ભેંસ બેય બાખડી
છોડી ને ભાણેજાં થાળે પડે જો કાંક
ગલકું ખાધાની લીધી આખડી
સગપણમાં મીઠાની ગાંગડી પડી તે આમ પડી રહી પીરસેલી લાપસી
બેઠો જૈ  છેલ્લે તે પાટલે જમાઈ  અને ચૌદશિયા સાવ ગયા આળસી
આખા જન્મારાની ભૂખ જેમાં સાચવી
તે રેશનનું કાડ ગયું ફાટી
ચોપડામાં બુધિયાનું કમી કરી નામ
બીડી ચેતાવે ખૂંધિયો તલાટી
ઠેઠ ઠાસરામાં ઠોકાયું ફટફટિયુંઃ ફૂટી અહીં ઓરડે જુવાનજોધ આરસી
ખૂણો પાળે છે ઘેર મર્સિયાના બોલ, એની વગડે પૂરે છે મોર ટાપસી
પતંગિયું ને પાન
એકબીજામાં અંતર્ધાન
</poem>
</poem>
26,604

edits

Navigation menu