26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 1,988: | Line 1,988: | ||
કદી મુરશિદે ફૂંગરાવીને મુખને, નવો અર્થ આપ્યો’તો રહેમોકરમનો | કદી મુરશિદે ફૂંગરાવીને મુખને, નવો અર્થ આપ્યો’તો રહેમોકરમનો | ||
ઇબાદતની એ પણ નવી રીત સમજો, હું મોઢું જરાક જ ફુલાવી દઉં તો? | ઇબાદતની એ પણ નવી રીત સમજો, હું મોઢું જરાક જ ફુલાવી દઉં તો? | ||
</poem> | |||
== પુણ્ય સ્મરણ : નર્મદ == | |||
<poem> | |||
'''નવ કરશો કોઈ શોક, રસિકડાં,''' | |||
::'''નવ કરશો કોઈ શોક''' | |||
ક્ષણને આયુષ્યમાન કરું છું, જુગ ચારે કરી ફોક, રસિકડાં | |||
લય મધ્યે લોબાન ભરું છું, મઘમઘ મૃત્યુલોક, રસિકડાં | |||
કાયાને ફરમાન કરું છું, કબર ભણી હો ઝોક, રસિકડાં | |||
શ્વાસોને તોફાન તરું છું, નહીં રોક નહીં ટોક, રસિકડાં | |||
દર્પણને જો સાન કરું છું, સન્મુખ પ્રકટે કોક, રસિકડાં | |||
મચકોડી મુખ માન હરું છું, – સરસ નોંક ને ઝોક, રસિકડાં | |||
નિજનું શરસંધાન કરું છું અહીં ઉઘાડેછોક, રસિકડાં | |||
હું જ વિહગનો વાન ધરું છું, તમે રચી લ્યો શ્લોક, રસિકડાં | |||
ગઢથી ઘેર્યું જીર્ણ નગર શું છદ્મવેશમાં કાશી છે કે? | |||
હાર સમેનાં ગાન કરું છું લંબાવીને ડોક, રસિકડાં | |||
તને સાંભરે, તાંદુલગઠરી? –ક્યમ વીસરે? રહી રહી મનમાં એ | |||
પ્રસંગનાં પકવાન ધરું છુંઃ જમો, ધરો સંતોક, રસિકડાં | |||
ગોરજ ટાણે ભીતરનું ઘર સાદ કરે છે, ચલો ગુસાંઈ | |||
હું કેવળ આહ્વાન કરું છું ગઝલ મધ્ય ગોલોક, રસિકડાં | |||
રચું ઝૂલણા, પઢું કસીદા, કહું તો કેવલ આંખન દેખી | |||
આજ સ્વયંનું ધ્યાન ધરું છું : નિંદા કરતું લોક, રસિકડાં | |||
યથાશક્તિ રસપાન કરું છું, અલકમલક આલોક, રસિકડાં | |||
મક્તામાં મન મ્યાન કરું છું, નવ કરશો કોઈ શોક, રસિકડાં | |||
</poem> | |||
== પુણ્ય સ્મરણઃ મનહર મોદી == | |||
<poem> | |||
'''એથી વિશેષ ખોટ કશી હોય તો કહો''' | |||
'''ઘરમાં અમે હતા છતાં અંદર હતા જ ક્યાં?''' | |||
ઘરમાં અમે હતા છતાં અંદર હતા જ ક્યાં? | |||
અંદર જઈ શકાય એવાં ઘર હતાં જ ક્યાં? | |||
તહેવાર સમો ગોખ ન’તો એકે ભીંત પર | |||
એકેય ખુલ્લી બારીના અવસર હતા જ ક્યાં? | |||
એવું તે શું બન્યું કે ઉલંઘી જ ના શક્યા | |||
પળના પહાડ એવા કદાવર હતા જ ક્યાં? | |||
ઘડિયાળ ગોળ ગોળ જવાબો દીધા કરે | |||
મોડા ન’તા પડ્યા તો સમયસર હતા જ ક્યાં? | |||
કરતી ભલે સુગંધ નિરંતર મુસાફરી | |||
પુષ્પો તો આ સફરમાં ખરેખર હતાં જ ક્યાં? | |||
સ્પર્ધા અમારી મુફલિસી સાથે કરી શકે | |||
ઈશ્વર તમારા એટલા સધ્ધર હતા જ ક્યાં? | |||
જન્નતની યાદીમાંથી કમી નામ અમારું | |||
ઓ શેખ, અમે એટલા કાફર હતા જ ક્યાં? | |||
નાહક અખાની વાદે ચઢીને લખ્યા કર્યું | |||
સાચું કહું? શબ્દો અખેપાતર હતા જ ક્યાં? | |||
અમને દીઠા કે આ તો જરા સત ચઢી ગયું | |||
મુરશિદ અમારા બાકી સિતમગર હતા જ ક્યાં? | |||
</poem> | |||
== પુણ્ય સ્મરણ : ઉમાશંકર જોશી == | |||
<poem> | |||
{{Space}}'''વેઈટ્ -એ-બિટ્!.....''' | |||
{{Space}}'''છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.''' | |||
જો ન’તો પુષ્પોની સાથે વાત કરવાનો સમય | |||
તો મહાશય, ક્યાં ઘૂંટ્યો પંખી-પુલકનો છંદ લય | |||
ગામથી જે શબ્દ લૈને નીકળ્યો ’તો, એ તને | |||
લૈ ગયો ક્યાં ક્યાં : હે યાયાવર સદા આશ્ચર્યમય | |||
તેંય અંગૂઠા વડે જ્યાં સ્પર્શ શિલાને કર્યો | |||
આ ઈડરિયા પથ્થરે પ્રગટે છે મઘમઘતો મલય | |||
કાવ્ય અદકું કાવ્ય તારું અશ્રુજલ ખારું અધિક | |||
વેદનાથી આ હૃદય પણ આજ અદકેરું હૃદય | |||
ભોમિયા વિના ભમ્યો થૈ થૈ ઝરણ કે ઝાંઝરી | |||
પ્હાડથી નીસરીને પ્હોંચ્યો જે મુકામે તે પ્રણય | |||
માઈલોના માઈલો તારી જ અંદરથી પસાર | |||
સંગતિની એક ક્ષણનો આ ગતિ મધ્યે ઉદય | |||
નામ તારું આપણી ભાષામાં ઓગળતું રહ્યું | |||
એ પ્રવાહી આજ સો વરસે જલદ ને જીર્ણ મય | |||
વેઈટ્ એ બિટ્! આ શબ્દ છેલ્લો મૌન કહેશે તો ભલે | |||
તું તો ગણગણતો જ રહે, હું રોકી રાખું છું પ્રલય | |||
</poem> | |||
== પુણ્ય સ્મરણ : હરિવલ્લભ ભાયાણી, મકરંદ દવે == | |||
<poem> | |||
'''મારા અક્ષરો બગડતા હોય છે.''' | |||
'''મોતીના દાણા, હવે મોર પગલાં થવા લાગ્યાં, યું બી સહી.''' | |||
'''પણ વાંચનારને તકલીફ પડે એ વિચારે''' | |||
'''સહી કરવાનું મન થતું નથી''' | |||
:::::::હરિવલ્લભ ભાયાણી પરના પત્રમાં મકરંદ દવે –''' | |||
{{Space}}ક ખ ગ ઘ સ્હેજ કણસીને કણસલાં થૈ ગયાં | |||
{{Space}}મોતીના દાણા હવે તો મોર પગલાં થૈ ગયાં | |||
{{Space}}મેં અછોવાનાં કર્યાં તોયે અછકલા થૈ ગયા | |||
{{Space}}શબ્દ તો અળવીતરા અર્થે અડપલા થૈ ગયા | |||
{{Space}}વાંકાચૂકા સત્યનું કાઢે પગેરું આ કલમ | |||
{{Space}}અક્ષરોયે મા’તમા ગાંધીનાં સગલાં થૈ ગયાં | |||
{{Space}}જ્ઞ-નાં મીઠાં બોર સારુ બોરડી ઝંઝેડતા | |||
{{Space}}પંડિતોની પાઘડી પર ઢ-ના પગલા થૈ ગયા | |||
{{Space}}એમની ટ્રમ્પેટના છે એ જ ગજવૈયા ગજબ | |||
{{Space}}નિજની સંગતમાં એ તાબડતોબ તબલાં થૈ ગયાં | |||
{{Space}}એ અછાંદસ થૈને આભડછેટથી છેટા સર્યા | |||
{{Space}}છંદથી છમછમ કર્યું કોકે, છમકલાં થૈ ગયાં | |||
{{Space}}તેં દીધેલાં રણ હજી આ ચોપડીમાં સાચવું | |||
{{Space}}શાહીનાં મૃગજળની પાછળ મન મરગલાં થૈ ગયાં | |||
{{Space}}આ ગઝલના તાજિયા ટાઢા પડ્યા મક્તા વિષે | |||
{{Space}}કાળજાં છેદીને આ કાગળ કરબલા થૈ ગયા | |||
{{Space}}ઓ સુખનવર, ખુશનવીસી આપની સુખ્યાત છે | |||
{{Space}}કખગના તોય શાથી કાથાકબલા થૈ ગયા | |||
</poem> | |||
== પુણ્ય સ્મરણ : રાવજી પટેલ == | |||
<poem> | |||
ખેતરને શેઢેથી ઊડી ગઈ સારસી | |||
કાચીંડો ક્યારનો વિમાસે છે : આમ કોની ઢોચકી પડી છે બિનવારસી | |||
ચોથું ચોમાસું સળિંગ સાવ કોરું ને | |||
ઉપરથી ભેંસ બેય બાખડી | |||
છોડી ને ભાણેજાં થાળે પડે જો કાંક | |||
ગલકું ખાધાની લીધી આખડી | |||
સગપણમાં મીઠાની ગાંગડી પડી તે આમ પડી રહી પીરસેલી લાપસી | |||
બેઠો જૈ છેલ્લે તે પાટલે જમાઈ અને ચૌદશિયા સાવ ગયા આળસી | |||
આખા જન્મારાની ભૂખ જેમાં સાચવી | |||
તે રેશનનું કાડ ગયું ફાટી | |||
ચોપડામાં બુધિયાનું કમી કરી નામ | |||
બીડી ચેતાવે ખૂંધિયો તલાટી | |||
ઠેઠ ઠાસરામાં ઠોકાયું ફટફટિયુંઃ ફૂટી અહીં ઓરડે જુવાનજોધ આરસી | |||
ખૂણો પાળે છે ઘેર મર્સિયાના બોલ, એની વગડે પૂરે છે મોર ટાપસી | |||
પતંગિયું ને પાન | |||
એકબીજામાં અંતર્ધાન | |||
</poem> | </poem> |
edits