કિન્નરી ૧૯૫૦: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,126: Line 1,126:
બિરહમાં બાઢ લાયો!
બિરહમાં બાઢ લાયો!
રે આજ આષાઢ આયો!
રે આજ આષાઢ આયો!
{{સ-મ|૧૯૪૭}}

</poem>
== મધરાતે મોર બોલે ==
<poem>
મધરાતે મોર બોલે,
:::: દૂરને ડુંગરિયે!
::: ઉરના ઉચાટ ખોલે,
:::: દૂરને ડુંગરિયે!
એણે ગાયું જે ગાનમાં,
એ સમજાયું સાનમાં;
શું પાયું બેભાનમાં
તે પોઢેલા પ્રાણ ડોલે?
::: ઉરના ઉચાટ ખોલે,
:::: દૂરને ડુંગરિયે!
કેવી અલબેલડી
હું ઢળકંતી ઢેલડી,
તોયે અકેલડી
સૂના આવાસમ્હોલે!
::: મધરાતે મોર બોલે,
:::: દૂરને ડુંગરિયે!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== રૂપનું કાજળ ==
<poem>
મેહુલે મારી કીકીએ એના રૂપનું કાજળ મેલ્યું!
મારા મનનું મલ્હારગીત રે નેનનાં નીરમાં ન જાય રેલ્યું!
::: આતુર અંતરે આભમાં જોઉં
:::: તો આંખથી રોવાઈ જાય,
::: પ્રાણપપીહાની પ્યાસમાં રોઉં
:::: તો કાજળ ધોવાઈ જાય;
મેં તો સ્મિતની આછી આડથી આંસુ આવતું પાછું ઠેલ્યું!
::: વીજમાં એની વેદના ખોલે
:::: ને વનવને વાય વેણુ,
::: ઝંઝામાં એનું જોબન ઝોલે
:::: ને પથમાં રથની રેણુ;
અધીર એનું અંતર જોઈ જોઈને મારું હૈયું હેતમાં હેલ્યું!
મેહુલે મારી કીકીએ એના રૂપનું કાજળ મેલ્યું!
{{સ-મ|૧૯૪૭}}

</poem>
== હે સાવન ==
<poem>

::::હે સાવન!
તારાં તે નીરમાં મારા નાવલિયાની લાખ ઝરે લાવન!
એનો તે સૂર વહે વનવનની વાટમાં,
કાંઠા બે છલકંતી નદીઓના ઘાટમાં,
ગહન ગગનના ગંભીર ગરજાટમાં;
છલકે નવાણ, મારે અંગ અંગ નેહનાં તે નીરમાં ન્હાવન!
છૂપી છૂપી વાત તને કીધી નાહોલિયે,
સાવન હે, કાળજાની કથની જો ખોલિયે,
તો ધીરેથી કાનમાં એકાદ વેણ બોલિયે
કે શરદના હાસમાં એકલ અવાસને એ કરશેને પાવન?
હે સાવન!

{{સ-મ|૧૯૪૭}}

{{સ-મ|૧૯૪૭}}

</poem>
</poem>
18,450

edits