સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઝમકાર

From Ekatra Foundation
Revision as of 17:16, 30 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઝમકાર

નરસિંહ મહેતા

સખી તારાં નેપૂર રે સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં માઝમ રાત;
નાનું સરખું નગર રે, સુતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર. સખી૦

વાડીમાં રે પાક્યો રે, સુંદર આંબલો રે, તેની તે મીઠી મીઠી ઊતરે સાખ;
કામિની વેડાવે રે, આરોગવા રે, મારા હરિને કહું કે ચાખ. સખી૦

આંગણિયે રોપાવું રે, સુંદર એલચી રે, ઠામઠામ રોપાવું નાગરવેલ;
નરસૈંયાચો સ્વામી રે, બાઈ મને ત્યાં મલ્યો રે, હરિ મારો શોભે ઉરની વેલ. સખી૦